SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૫૪૭ ચક્રવર્તિના સાત એકેન્દ્રિય રત્નોની આજે આપણે વાત કરી. હવે પંચેન્દ્રિય રત્ન કેવા હોય અને એ રસ્તે ચક્રવતિનું શું શું કાર્ય કરે છે તે વાત અવસરે કહેવાશે. આજે અમારા ગુરૂભાઈ બા. બ્ર. પૂ. હર્ષદમુનિ મહારાજ સાહેબની પુણ્યતિથિને દિવસ છે. (હર્ષદમુનિ મહારાજ સાહેબના જીવનમાં સરળતા, નમ્રતા, વિનય આદિ કેવા મહાન ગુણો હતા, સંયમ લેતા પહેલા એમની કેવી કસોટી થઈ ને ત્યારે તેઓ કેવા મક્કમ રહ્યા, દીક્ષા લઈને ગુરૂની કેવી ભક્તિ કરતા, એમનામાં કે વિનય હતે, ગુરૂદેવની સાંનિધ્યમાં કેટલું જ્ઞાન મેળવ્યું. ૧૮ વર્ષની છોટી વયમાં સંયમ લઈને ફક્ત નવ વર્ષ ચારિત્ર પાળી કેવી કઠેર સંયમ સાધના કરી, આવા એક યુવાન સંતરત્નની ખંભાત સંપ્રદાયને અને સારા કે જૈન સમાજને બેટ પડી છે એવા બા.બ્ર. પૂ. હર્ષદમુનિ મહારાજ સાહેબના તપ-ત્યાગ અને જ્ઞાન ધ્યાનથી ઝળક્તા તેજસ્વી જીવનમાં રહેલા ગુણેનું પૂ. મહાસતીજીએ આબેહૂબ વર્ણન કર્યું હતું. જે સાંભળતા શ્રોતાજનના રૂંવાડા ખડા થઈ ગયા ને આંખે અથથી ભરાઈ ગઈ હતી. સૌએ અભીની આંખે પૂ. ગુરૂદેવને ભાવભીની અંજલિ આપી હતી.) ચરિત્ર - વિધાતા ! આમ કયાં સુધી દુઃખ વેઠવાના?’ કુંભાર સુશીલા પાસે કાળી મજુરી કરાવે છે. બજારમાં માટલા વેચવા મોકલે, સવારમાં વહેલી ઉઠાડીને કુંભારણ દળણું દળવા બેસાડે. આટલી કાળી મજૂરી કરે છે. હવે દુઃખની હદ આવી છે. લૂખું સૂકું ખાવાનું તે પણ પેટ ભરીને નહિ. તેમાં પણ જ્યાં સુધી ચાલે? હવે તે સુશીલા દુઃખથી કંટાળીને ભગવાનને પ્રાર્થના કરતી હતી કે હે ભગવાન! અમારા નસીબમાં આવા દુખ કયાં સુધી વેઠવાના હશે ? હવે દુખ સહન થતું નથી. ભગવાન! તું હવે મારી સામું જે, અને મારા પતિને જલ્દી મેકલ. એમના દર્શન કરીને હું મરી જાઉં તે મારી સદ્ગતિ થાય. આમ સુશીલા ભગવાનને પ્રાર્થના કરતી હતી. ખરેખર એની પ્રાર્થના તે ભગવાને જરૂર સાંભળી એટલે ભીમસેન આ તરફ આવી રહ્યો છે, પણ હજુ એના દુઃખને અંત આવશે કે કેમ એ તે જ્ઞાની જાણે છે. ભીમસેને ઉજજૈની નગરીનું રાજ્ય છેડયું ત્યારથી દુઃખ જ વેઠયું છે. પહેલી જ વખત આટલું અઢળક ધન હાથમાં આવ્યું છે. રેહણાચલ પર્વત ઉપર પોતે કરેલી કાળી મજુરી ઉગી નીકળી હતી. મહેનતને બદલો એને પૂરેપૂરે મળ્યું હતું. નવ લાખની કિંમતના રને મળતા ભીમસેનની તમામ ચિંતાઓ દૂર થઈ હતી. સુખના સોનેરી સ્વપ્ના સેવને ઝડપભેર ક્ષિતિપ્રતિષ્ઠિત નગર તરફ આવી રહ્યો હતે. રત્નની ગોદડી ગંધાતી બનાવી અને પોતે ભિખારી જેવા કપડાં પહેરીને આશાભેર ચાલ્યા આવતું હતું. રસ્તામાં વનફળ મળે તે ખાઈ લેતા. ઘણું લાંબા સમયથી પત્ની અને પુત્રને જોયા ન હતા. તેમને મળવા અને શુભ સમાચાર આપવા માટે તેનું મન હવે અધીરું બની ગયું હતું. એ અધીરાઈમાં ઘણું ઝડપથી ચાલતા એક દિવસ તે
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy