SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૪ શારદા સિદિ દુનિયાના સ્વજના ખેાળિયા સાથે રમત રાખે છે પણ અંદરથી આત્મારૂપી પંખીડુ‘ ઉડી ગયુ' એટલે એ જ સ્વજના ખોળિયાને બાળીને ફેંકી દેવાના છે. આવા સંસારમાં રાગ ધરવે ને એમાં જ ભૂલા પડી જવુ' તે બધુ' મિથ્યામતિનુ ફળ છે. આ સંસાર રૂપ મેળેા વિખરાઈ જતાં જીવે પોતપોતાના શુભાશુભ કર્મો ભોગવવા કરેલા કર્માનુસાર ગતિમાં ચાલ્યા જાય છે, પછી આ મેળા ખતમ અને મામલો પણ ખતમ. મામલો ખતમ થતાં પહેલા જેટલી બને તેટલી સાધના કરી લો, અને આત્માના સ્વરૂપને ઓળખી લો. તત્ત્વજ્ઞાની પુરૂષ કહે છે કે જેને આત્માને પ્રેમ હાય, આત્મસ્વરૂપને પામવાની તાલાવેલી હાય તેને વિષયે તે વિષ કરતા પણ ભયંકર લાગે છે. યસ્ય જ્ઞાનસુધા સિન્ધુ :, પત્રવ્રુત્તિ મમતા । विषयान्तरसंचार, तस्य દૂદ્દિોપમ : ।। '' જે પવિત્ર પુરૂષની જ્ઞાન રૂપી પરબ્રહ્મમાં મગ્નતા છે તેને વિષયે વિષ કરતાં અધિક ભયંકર લાગે છે. સદાચારના ગુણ જેના અતરમાં વસ્યા હાય તેને ડગલે ને પગલે વિષયે વિષથી પણ વધારે ખટકે, કારણ કે વિષયાને આંધળા રાગ સદાચારનું નિકન કાઢ છે. પણ આપણે ઉત્તરાધ્યયન સૂત્રના ૧૩ મા અધ્યયનના અધિકાર ચાલે છે. તેમાં બ્રહ્મદત્ત કુમારે પૂર્વભવમાં ચક્રવર્તિ પણાનું સુખ મેળવવા માટે નિયાણું કર્યુ. એમણે માંગીને ચક્રવતિ' સુખ લીધુ' હતું, તેથી ચક્રવતિ પદ મેળવ્યું. પ્રત્યેક ચક્રવર્તિની પાસે સાત સાત એકેન્દ્રિયરત્નો અને સાત સાત પચેન્દ્રિય રત્નો હોય છે. પેાતપેાતાની જાતિમાં જે શ્રેષ્ઠ હાય છે એ રત્ન કહેવાય છે. બ્રહ્મદત્ત ચક્રવતિની આયુધશાળામાં સૌથી પ્રથમ ચક્ર રત્ન ઉત્પન્ન થયું હતુ, પછી એકેક પછી સાત એકેન્દ્રિય રત્ન ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે છેઃ (૧) ચક્રરત્ન (૨) છત્રરત્ન (૩) ચમરત્ન (૪) દડરત્ન (૫) ખગ રત્ન (૬) મણી રત્ન અને (૭) કાકિણી રત્ન. આ સાત એકેન્દ્રિય રત્ના છે. તે પૃથ્વીકાય રૂપ છે. “સાત રત્નાના કાર્ય” :- “ચક્રરત્ન' ચક્રવર્તિની સેનાની આગળ આકાશમાં ગડગડાટ શબ્દ કરતું ચાલે છે અને તે છ ખંડ જીતવાના માર્ગ બતાવે છે. (૨) છત્રરત્ન” સેના ઉપર બાર ચેાજન લાંબા અને નવયેાજન પહેાળા છત્રરૂપ બની જાય છે, અને ઠંડી-તાપ-વાયુ વિગેરેથી રક્ષણ કરે છે. (૩) “ડરત્ન” વિષમ સ્થાનને સમ કરી રસ્તા સાફ સડક જેવા કરી છે અને વૈતાઢય પર્વતની અને ગુફાના દ્વાર ખુલ્લા કરે છે. આ ત્રણેય રત્ના ચાર ચાર હાથ લાંબા હાય છે. (૪) “ખડ્ગરત્ન” પચાસ આંગુલ લાંબુ, સાળ આંશુળ પહેાળુ, અર્ધા આંગળ જાડું અને અતિ તીક્ષ્ણ ધારવાળું હાય છે, અને હજારા ગાઉ દૂર રહેતા શત્રુનું માથું છેી નાંખે છે. આ ચારેય રત્ના ચક્રવર્તિની આયુધશાળામાં ઉત્પન્ન થાય છે. (૫) “મણિરત્ન” ચાર
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy