SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૨ શારદા સિદ્ધિ અને જિનવાણી સાંભળવામાં લયલીન બની બધા દુઃખે ભૂલી જાય. આ જિનવાણીને મહિમા અને પ્રભાવ છે. આવી મહા પવિત્ર અને મહા પ્રભાવશાળી જિનવાણી ઉપર જે જીવને શ્રદ્ધા થાય તે એના ભવભવના દુઃખો ગયા વિના ન રહે. સાચા શ્રાવકને વીતરાગ પ્રભુના વચને વચને અનન્ય શ્રદ્ધા હોય. એ એક જ વિચાર કરે કે મારા જિનેશ્વર ભગવાનના એકેક વચન ટંકશાળી છે. અફર છે, નિઃશંક છે. ભલેને સાક્ષાત દેના ગુરૂ બૃહસ્પતિ કેમ ન આવે! પણ મારા ભગવાનના વચનમાં એ ફેરફાર કરવા શક્તિમાન નથી. “સકલ કર્મોને અને પાપોને વિનાશ કરી, આધિ-વ્યાધિ અને ઉપાધિથી સંતપ્ત બનેલા છે માટે વિસામાને વિશાળ વડલે હોય તે એક જિનવાણું છે. અનેક પ્રકારના સંકટોની સાંકળ તેડનાર જિનેશ્વર પ્રભુની વાણી છે. જીવને ભવસાગરથી પાર ઉતારનાર સ્ટીમર હોય તે તે વીતરાગ પ્રભુની વાણું છે.” તમે બધા પણ શ્રાવક છો ને? બેલો, તમારામાં જિનવાણી પ્રત્યે આવી શ્રદ્ધા છે ? બેલોને? કેમ જવાબ આપતા નથી? હું સાચું કહું તે પેક કરેલા ગેળના રવામાં મંકડા પેસી ગયા ને બધે ગોળ ખાઈ ગયા પણ ઉપરનું પિકીંગ તે પક રહ્યું પણ જ્યારે વહેપારીએ બારદાન ખેલ્યું તે અંદરથી ગેળ બધે ગેપ થઈ ગયેલો જોયે. બોલો, તમારી દશા પણ આવી છે ને? જૈનકુળમાં જન્મ્યા છો એટલે તમે જૈનનું લેબલ લગાવ્યું છે. ઉપરથી જૈન તરીકેનું, સીલ પેક છે પણ અંદરથી જૈનધર્મની શ્રદ્ધા રૂપી માલ ગેપ છે, માટે મારે તમને કહેવું જ પડશે કે સીલ પેક ને માલ પ.” કેમ છગનભાઈ મારી વાત બરાબર છે ને ? (હસાહસ) તમે આવી છાપ ન રાખશે. આજથી આ છાપ બદલી નાંખજે ને સાચા શ્રાવક બની જજો. ભગવાનના શ્રાવકો જેવા તેવા ન હોય. એ દઢવામી અને પ્રિયધમી હોય. ૩ાારે તેવત્તે સન fa sar: Brah: 2 સાધુઓની ઉપાસના-સેવા કરે છે તેથી શ્રાવક ઉપાસક કહેવાય છે. સાધુ સંતોની સમીપમાં વસનારા, સાધુઓની સેવા ભક્તિ કરનારા, આજે ઘણું ઘણું શ્રાવકે છે. સંતે પ્રત્યેની ઘણને લગની છે એટલે સહેજે સમજી શકાય છે કે મારા વિતરાગ પ્રભુના શાસનમાં જન્મેલા મોટા ભાગના શ્રાવકે પ્રિયધમ તે જરૂર છે, પણ જેટલા પ્રિયધમી છે એટલા દઢધમી નથી. આજે સુરત સંઘના આંગણે અમદાવાદ સંઘ, કાંદીવલી સંઘ, માટુંગાથી પ્રાર્થનામંડળ, ઘાટકોપર આદિ સંઘ, મંડળ, મહિલા મંડળ વિગેરે દર્શનાર્થે આવેલા છે. આ શું બતાવે છે? બધા શ્રાવકો પ્રિયધમી છે. કોઈક દઢષમ હશે. (શ્રોતામાંથી અવાજ -આજે જાણે દીક્ષા ન હોય) અરે, કઈક ઉભા થઈ જાવ તે કેવું સારું ! (હસાહસ) ભગવાનના શ્રાવક ભલે કર્મોદયે સંસારમાં રહેતું હોય પણ ભાવના તે સદા સાધુ બનવાની જ હોય.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy