SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૫૦૫ જિનેશ્વર ભગવાન આપણી પાસે હયાત નથી. કેવળી ભગવંત નથી. મન:પર્યવજ્ઞાની કે અવધિજ્ઞાની નથી. આવા સમયમાં જે આપણે પાસે જિનાગમ ન હોત તો આપણું શું થાત? જિનાગમ એટલે શું? પ્રાણથી કિંમતી પ્રિય ચીજ, અપૂર્વ નિધાન. ભવભવ અજવાળનારી ઉમદા ચીજ. જિનાગમ એટલે કલ્યાણની કેડી માટે એ જ ઉપાસ્ય અને આરાધ્ય છે. રાત દિવસ સ્મરણીય, ચિંતનીય અને જીવનમાં આદરવા ગ્ય છે. આ મળેલા ઉત્તમ માનવ જન્મમાં જે જિનાગમને આરાધવાને બદલે જગતને આરાધ્યા કરીશું તે ફરી કેણ જાણે કયારે જિનાગમ મળશે? જગતમાં બધું મળવું સહેલું છે અને તે પાછું વારંવાર મળી શકે છે પરંતુ જિનાગમ વારંવાર તે શું એકાદ વાર મળવું પણ મુશ્કેલ છે. સુખ અને ઉન્નતિના સાચા રસ્તા જિનાગમમાં બતાવેલા છે. ખરેખર, જિનાગમ એ દીપક છે. જેમ અંધારી ગુફામાં ગમે તેવા રત્નના ઢગલે ઢગલા પડયા હોય પણ દીપક વગર એ શી રીતે દેખાય? અને જે દેખાય નહિ તે એને ગ્રહણ કેવી રીતે કરી શકાય? તેમ આ અંધકારભર્યા જગતમાં કે અંધારાભર્યા આત્મામાં ગમે તેવા રને હેય પણ જિનાગમના દીપક વિના એ શી રીતે મેળવી શકાય? મોક્ષ છે, મોક્ષના ઉપાય છે પરંતુ એ બધાનું સાચું ભાન કરાવનાર તે જિનાગમ જ છે. આગમ રૂપી ચક્ષુથી સાચું દર્શન કરીને કંઈક આત્માઓ અલ્પકાળમાં આત્માનું કલ્યાણ કરી ગયા છે. ભવના ભ્રમણને તેડી નાંખ્યું છે. કર્મના બંધને તે અનંતકાળથી આત્મામાં ભેગા થયેલા છે. એ કર્મબંધનને જિનામને સહારો લઈને કંઈક છએ અલ્પકાળમાં તેડી નાંખ્યા છે. અત્યારે વર્તમાન પંચમ આરામાં તરવાનું સાધન જિનાગમ છે. સાચે જ જિનાગમ એ જીવન સાર્થક કરવાને એક સચોટ ઉપાય છે. આપણું આત્માએ ઠેઠ નિગોદમાંથી નીકળી ઊંચે ચઢતાં ચઢતાં જે સુંદર માનવજીવનની પ્રાપ્તિ કરી છે તેમાં જે જિનાગમનું શરણું સ્વીકારાય તો માનવજીવન મળ્યું સાર્થક થાય. માણસને ધર્મ કર હાય, એ માટે ઉપાસનાના અનુકુળ સયાગો હોય પરંતુ જિનાગમ ન મળે તે એ શું સાધના કરી શકે ? કાયાશક્તિ, વિચારશક્તિ, વાણુશક્તિ વિગેરેને ઉચ્ચ સંયમ માર્ગે વાળી જીવનમાં સફળતા કરાવી આપનાર જિનાગમ છે. ખરેખર જે આ જિનાગમનું શરણું ન મળ્યું હોત તે હું મદ, અજ્ઞાન, મિથ્યાત્વ, કષાય આદિમાં સબડી આ ભયંકર ભવાટવીમાં રખડી રખડીને મરી જાત, માટે જિનાગમ એ મહામૂલ્યવાન કેહિનુર છે. જિનામના પ્રણેતા ભગવાન મહાવીર સ્વામીને સંગમદેવે એક રાત્રિમાં વીસ વીસ મહાકષ્ટદાયી ઉપસર્ગો આપ્યા. કીડી, વીંછી, સર્પ વિગેરેના રૂપ બનાવી ભગવાનને જે ડંખ દીધા છે ને જે કારમાં કષ્ટ આપ્યા છે એનું વર્ણન સાંભળતા તે આપણાં રૂંવાડા ખડા થઈ જાય છે ને કાળજુ કંપી જાય છે. સંગમે આવા ઘર ઉપસર્ગો શી. ૪
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy