SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૪ શારદા સિત સ્થૂળ કે સૂક્ષ્મ અપરાધ કર્યો હોય તેને યાદ કરવા લાગે અને જગતના સમસ્ત જીવે સાથે ક્ષમાપના કરી, પછી બેલે છે તે મારી વહાલી સુશીલા! મારા પ્યારા દેવસેન અને કેતુસેન! આ પાપીને તમે માફ કરજે, કારણ કે મારા પાપીના કારણે તમારે આવા ભયંકર દુઃખે ભેગવવા પડયા છે. હું એક રાજા થઈને કે પામર, રંક બની ગ! એક સામાન્ય માણસ પણ પિતાની પત્ની અને બાળકોનું પ્રેમથી પાલનપોષણ કરે છે જ્યારે હું એક વખતને મોટો રાજા થઈને આજે પોતાની પત્ની અને બાળકનું પાલનપષણ ન કરી શક! તેથી તમને બધાને ટળવળતા નિરાધાર મૂકીને પાપી ભીમસેન મરવા માટે ભાગી છૂટ. તમે મને ક્ષમા આપજે. આ પ્રમાણે કહીને ભીમસેને શું કર્યું? મૃત્યુના મુખમાંથી બચાવતે શેઠ” – છેલ્લે ભીમસેને બધા જીવોને ખમાવી, પોતે કરેલા પાપોના મિચ્છામિ દુક્કડ દઈને શું કહે છે હે અરિહંત ને સિદ્ધ ભગવંત! તમને મારા નમસ્કાર છે. હે પ્રાતઃસ્મરણીય આચાર્ય, ઉપાધ્યાય અને શ્રમણ ભગવંતે! મારા તમને છેલ્લા નમન. એમ કહીને વડની વડવાઈઓને ગળે વીંટાળીને ચસકાવીને બાંધીને ફસે નાંખીને લટકવાની અણી ઉપર છે પણ કર્મની લીલા કેઈ ઓર છે. ભીમસેન દુઃખથી કંટાળીને મોતને ભેટવા તૈયાર થયે છે પણ માંગ્યુ મત મળતું નથી. અહીં શું બન્યું કે કેઈ શેઠને સાથે એ વડલાના ઝાડની નજીકમાં પડાવ નાંખીને સૂતે હતે. ઠંડીના દિવસે હતા એટલે ઠંડીને દૂર કરવા માટે તાપણી કરી હતી. તાપણી ભડભડ બળતી હતી. તેની અગ્નિશીખાથી ચારે તરફ છેડે સુધી અજવાળું પડતું હતું. આ સમયે સાર્થના મુખ્ય શેઠની નજર એ અજવાળામાં ભીમસેન તરફ ગઈ. તેમણે દૂરથી જોયું કે એક માણસ ગળે ફાંસે નાંખી જીવનને અંત આણી રહ્યો છે એટલે એક ક્ષણને પણ વિલંબ કર્યા વિના શેઠ પિતે તલવાર લઈને દેડ્યા, એમનું હૃદય કરૂણાથી દ્રવી ઉઠયું. શેઠ વેગથી દોડતા ભીમસેન પાસે પહોંચ્યા ને તરત જ તલવારના એક ઘાથી વડવાઈને કાપી નાંખી અને ભીમસેનને માણસોએ ઝીલી લીધે. જમીન ઉપર સૂવાડીને ગળામાં નાખેલા ફાંસાને કાઢી પવન નાંખવા લાગ્યા. સૌને થયું કે આ પુણ્યવાન યુવાન શા માટે ફાંસો ખાઈને જીવનને અંત લાવતું હશે ? ખૂબ પવન નાંખતા ભીમસેન ભાનમાં આવ્યું. હવે શેઠ તેને પૂછશે ને શું બનશે તે અવસરે. વ્યાખ્યાન નં. ૪૯ ભાદરવા સુદ પુનમ ને બુધવાર તા. ૫-૯-૭૯ - સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! શાસનપતિ તીર્થકર ભગવંતોએ જગતના જીના ઉદ્ધાર માટે અનંત કરૂણાને ધોધ વહાવી આગમવાણી પ્રકાશી. આજે
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy