SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ સારા મિત ૪૭. વાણી રે વાણી મહાવીર કેરી વાણ, છલ છલ વહેતી જાણે એ સરવાણી, મહાવીરની આ વાણી સુણતાં, દુ:ખ સઘળા ટળી જાયે, શુદ્ધ ભાવથી શ્રવણ કરે તો સુખ સાગર લહેરાયે, અંતર ૫ટમાં ધારણ ક૨તાં સુખ રહે છે માણી......વાણી રે વાણી.. જેમ પર્વતમાંથી નદીઓ નીકળે છે. એ નદીઓના ખળ ખળ વહેતા પાણીને સાગર ઝીલી લે છે ને પિતાનામાં સમાવી લે છે, એમ મહાવીર પ્રભુના મુખકમળ રૂપી હિમાલયમાંથી વહેતી વાણીની સરવાણીને જે આત્મા પિતાના હૃદયરૂપી સાગરમાં ઝીલીને શમાવી લે છે એના ભવદુઃખ શમી જાય છે. તીર્થકર ભગવાનને કેઈ બેય આપતું નથી. આપણે નત્થણુંના પાઠમાં તીર્થંકર પ્રભુની સ્તુતિ કરતાં બેલીએ છીએ ને કે “સયસબુદાણું” હે ભગવાન ! આપ તે સ્વયં બેધને પામેલા છે. ભગવાન પિતે સ્વયં બંધ પામેલા છે ને એમના મુખમાંથી વાણી પણ સ્વયં નીકળેલી છે. આવી ભગવાનના મુખમાંથી વહેલી વાણીરૂપ સરવાણીનું આત્મા એકાગ્ર ચિત્તે પાન કરે તે એના સઘળા પાપ ધોવાઈ જાય, પણ આજે તે ચિત્ત કયાંય ભમતું હોય છે. (શ્રોતામાંથી અવાજ –મન સ્થિર રહેતું નથી.) હું તમને પૂછું રૂપિયાની નેટે ગણુતા, નામાને હિસાબ મેળવતા ચિત્ત એકાગ્ર થાય છે કે નહિ? થાય છે. જીવને કર્મબંધન તેડવાના સ્થાનમાં આ બધું નડે છે. સહેજ તાવ આવે ને માથું દુખે તે કહેશે કે આજે ઉપાશ્રયે નથી જવું પણ ચાર ડીગ્રી તાવ આવ્યો હોય ને એક માટે ઘરાક રેકડેથી રૂપિયા દશથી પંદર હજારની ખરીદી કરવા આવ્યો હોય તે તમારે તાવ કયાં ભાગી જાય? ત્યાં માથું પણ ઉતરી જાય ને પગમાં થતું કળતર પણ મટી જાય છે. આ સમયે શું તમારો તાવ ઉતરી ગયો? ‘ના’, તાવ છે, માથું પણ દુખે છે ને પગમાં કળતર પણ થાય છે છતાં પૈસા કમાવાને રસ છે એટલે એમાં ઉપયોગ જેડાવાથી બધું મટી ગયું એમ લાગે છે. જેટલો રસ ધન કમાવાને છે એટલો રસ ધર્મમાં પેદા કરે. ધર્મમાં શ્રદ્ધા કરે પછી જુઓ કેવી મઝા આવે છે! એક ધમિઠ શેઠ હતા. તેમને વહેપાર ઘણો મોટો હતે. પૈસાને તે પાર નહિ છતાં કયારે પણ સાધુ સાધ્વીની સેવા કે વ્રત નિયમ છેડયા નથી. લાખ રૂપિયાના વહેપાર કરતાં પણ આત્માને ભૂલ્યા નથી. આવા શેઠને એકવાર કસોટીને સમય આવ્યો. માલ ભરીને જે વહાણ ગયા હતા તે માલ વેચીને ન માલ લઈને વહાણું આવી રહ્યા હતા પણ ગમે તે બન્યું. મુદત પ્રમાણે વહાણ નહિ આવવાથી શેઠ ચિંતાતુર બન્યા. લોકોમાં વાત ચાલી કે વહાણ ડૂબી ગયા. આથી પૈસા ધીરનાર બધા શેઠને ત્યાં આવવા લાગ્યા, ને કહેવા લાગ્યા કે અમારા પૈસા આપો. શેઠ મૂંઝાયા. હવે બધા લેણીયાતે લેવા આવશે. હું શું કરીશ? મારી આબરૂ કેવી રીતે રહેશે? બધા લેવા આવતા પહેલા હું ઝેર પીને મરી જાઉં પણ પાછો વિચાર આવ્યું કે મારે જ શા, ૬૩
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy