SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૬ શારદા સિદ્ધિ ભગવાનની વાણી પાવનકારી, કલ્યાણકારી અને જીવના ભવરેગ નાબૂદ કરનારી છે. જિન કોને કહેવાય ? “ જ્ઞત્તિ રાગ દ્વેષ મેઘામ્નિત્તિ સિન : ” જેમણે રાગ-દ્વેષ અને માહુને જીત્યા છેતે જિન કહેવાય. ભગવાન રાગ-દ્વેષ અને માહ ઉપર વિજય મેળવીને જિન બન્યા ત્યારે આપણે તે એ ત્રણ મહાન શત્રુઓથી જીતાઈ ગયા છીએ. એના તાબેદાર થઈ ગયા છીએ, પછી આપણા ભવરાગ કયાંથી નાબૂદ થાય? ભગવાને તે એ ત્રણ મહાન શત્રુઓને જીત્યા પછી આપણને જીતવાના ઉપદેશ આપ્યો છે. આ ભવરાગ નાબૂદ કરવાને માટે આ વીતરાગ શાસન રૂપી હાસ્પિતાલમાં જિનેશ્વર ભગવ‘ત રૂપી સાચા સર્જન ડૉકટરા મળ્યા છે. એમની વાણી રૂપી અમૂલ્ય ઔષધિ મળી છે પણ હજી આપણે એ સર્જન ડૉકટરને ઓળખી શકયા નથી. આજે તમને કાઈ દેહના રાગ થાય ત્યારે તમે ડૉકટરની પાસે જાઓ છે. ડૉકટર તમારા રોગનું નિદાન કરીને દવા આપે પછી એ દવા લાવીને તમે શાકેશના કબાટમાં મૂકી દે તે રાગ મટે ખરા? એટલો ભાઈલાલભાઈ, ખચુભાઈ! ‘ના.' તે રાગ કયારે મટે ? ધ્રુવા પીવામાં આવે તેા જ મટે. દવા માત્ર ખાઈ જવાથી નહિ પણ સાથે પરેજી પાળવાથી રાગ મટે, પરેજી પાળ્યા વિના દવા ખાવાથી પણ રોગ મટતા નથી. ડાયાખિટીશ થા. ડૉકટરે ખાંડ ખાવાની મનાઈ કરી પણ કદી કહે કે મારે ખરફી પેડા વિના ચાલશે નહિ તે ડાયામિટીશના રાગ મટે ખરા ? ન મટે. સમજો, તમે બધા અહી` શા માટે આવે છે ? ભવરોગ નાબૂદ કરવા માટે ને? હા, તા જિનેશ્વરપ્રભુની વાણીરૂપી ઔષધિ લઈ જાએ છે પણ એનો ઉપયોગ કરતા નથી. માત્ર સાંભળવા પૂરતી છે તે ભવરાગ કયાંથી મટે ? સાંભળ્યા પછી તેનુ આચરણ થવુ જોઈ એને સાથે તપ-ત્યાગ રૂપી પરેજી પાળવી જોઈ એ. પરેજી સહિત દવાનુ' પાન કરવામાં આવે તે ભવરોગ નાબૂદ થયા વિના રહે નહિ. બંધુએ ! તપ ત્યાગ કરવાની સાથે ક્રોધ-માન-માયા-લોભ આદિ કષાયા રૂપ દુગુ ણાને પણ છોડવા પડશે. એ નહિ છૂટે તે પણ કલ્યાણ નહિ થાય. જિનવાણીના શ્રવણુ પછી એના ઉપર શ્રદ્ધા કરી કષાયાદિના ત્યાગ કર્યાં પછીની તપ-ત્યાગ રૂપ સાધના એ સાચી સાધના છે. જેમ ઘરમાં પ્રવેશ કરવા માટે સુથાર બારણું તે મૂકે છે પણ એ બારણુ* ખારણુ કયારે કહેવાય ? મારણાને ખીલી, મજાગરા વિગેરેથી ફીટ કરવામાં આવે, સ્ટોપ અને સાંકળેા જડવામાં આવે તે એ બારણું કહેવાય, પણ જો એને ખીલી, મજાગરા, સ્ટોપર કે સાંકળ કાંઈ જવુ' ન હોય તે એને બારણુ કહેવાય ? ના....એ તે પાટીયુ કહેવાય. એવી રીતે કષાયેાના ત્યાગ વગરની સાધના એ સાધના ન કહેવાય પણ દેહનું દમન કર્યું' કહેવાય. અજ્ઞાનપણામાં જીવે દેહનું દમન ઘણુ' કર્યુ છે પણ એથી કઈ આત્માનું કલ્યાણ થયું નથી. હવે આ ભવમાં આપણને ભવતારણી જિનવાણી મળી છે. એ ભવ્ય જીવેાને સાચી સાધના કરવાના માગ બતાવે છે,
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy