SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૨ શારદા સિદ્ધિ નાંખે છે. નદીષેણ મુનિમાં આવુ જ બન્યું. નદીષેણુને ગણિકાનુ અપમાન નડયું ને જીવનમાં માન આવ્યુ તેથી કામલત્તાની કામણગારી વાણીથી મુનિ સયમથી પતિત થયા, પણ આ તે કાણું ? નદીષેણુના મહાન આત્મા. શરીર ઉપરના મેલ શરીરને અશેાલતું અનાવે છે, પણ મેલ નીચે ચામડી તેા પ્રકાશિત હાય છે. જેમ માટી નીચે દટાયેલુ. રત્ન ઝળકતું હાય છે તેમ અહીં આ મુનિના આત્મા નિકાચિત કર્માંચે સયમ માર્ગથી ખસ્યા પણ અંદર તે શ્રદ્ધાના લાખ લાખ તેજે પ્રકાશી રહ્યો હતા. અંધકારમાં રહેલો એ આત્મા પ્રકાશ તરફ જવા તરફડિયાં મારી રહ્યો હતેા. મુનિ સયમ ભાવથી ખસ્યા પણ મનમાં પસ્તાવા છે કે હાય ! મારા વિરાટ આત્મા વામન બની ગયા ! મરદ આત્મા માટી થઈ ગયા ! એક બાજુ વિરાટ આત્માનું વિશાળ તેજસ્વી સ્વરૂપ દેખાય છે ત્યારે ખીજી બાજુ વિકારના સિંહ ઘૂઘવાટા કરી રહ્યો છે. મનની મથામણને અંતે નદીષેણ મુનિએ દરિયામાં ડૂબકી મારી ઝળહળતુ' ક'મતી મેાતી મેળવી લીધું ને મનમાં નક્કી કર્યુ કે દરરાજ મારે દશ આત્માઓને પ્રતિાધ પમાડવા ને પછી અન્નપાણી વાપરવા. બધુએ ! વિચાર કરો. ગણિકાના આવાસમાં રહીને રાજ દશ જીવાને પ્રતિબેાધ પમાડવા એ કાંઈ નાની સૂની વાત છે ? તે કર્યાં પહેલાં અન્નપાણી નહિ, કેવી કડક પ્રતિજ્ઞા ! આ છે સમ્યક્ દનના ચમત્કાર. બહારથી પડવા છતાં આત્મા કેટલો જાગૃત હશે ? ખરેખર સમ્યક્દર્શનની એવી તાકાત છે કે કદાચ કદિયે સત્યથી સરકે પણ તેના આત્મામાં તેા તે પાપની અકથ્ય વેદનાના અગારા ચપાતા હોય તેમ પશ્ચાત્તાપ થાય છે. તેમાંથી મહાર નીકળવા તે તરફડિયા મારતા હોય છે. જો એક વાર પણ સમ્યક્દનના સ્પર્શ થઈ જાય તે તેના હૃદયરૂપી આકાશમાં પણ મિથ્યાત્વની અ’ધારી રાતમાં પણ ઊંડા ઊંડા ચમકતા તારાઓ પડેલા છે. સમ્યગ્દર્શનની તાકાત તા જુએ. એક વાર સમ્યગ્દર્શન સ્પર્શી જાય તે આત્મા અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળમાં સંસારના અધને ફગાવી દઈને ક બંધનથી મુક્ત બનીને ઊંચે સિદ્ધશીલામાં બિરાજી જાય છે. સિદ્ધ બન્યા પછી આત્મા સ્થિર જ્ગ્યાતિની માફક પ્રકાશિત રહ્યા કરે છે. ત્યાં આત્મા અડોલ ગિરીશ`ગ સમાન બને છે. મેાતી એક વાર વીંધાયા પછી ફરીને મેતીને પરાવવા માટે વીધાવાનુ' રહેતુ' નથી તેમ સિદ્ધપદને પામ્યા પછી ફરીથી જીવને સ’સારમાં વી'ધાવાનુ' રહેતું નથી. સમ્યકૂદન અનેક દોષાને ગુણમાં ફેરવે છે. ન્યુકલીઅર રેડીએશન અણુવિષયક કિરણેાત્સગથી નેપોલીયનના એક વાળ પરથી નક્કી થયુ' છે કે નેપોલીયનનુ' મૃત્યુ સામલથી થયું છે. તેમ સમ્યક્દર્શીન એટલે દોષોને પકડવા માટેનું ન્યુકલીઅર રેડીએશન અણુવિષયક કિરણાત્સ કિરણ છે. નદીષેણ મુનિ દેહથી પડવાઈ થયા પણ તેમના જાગૃત આત્મા અંદરથી જાગતા હતા. તેઓ રાજ દશ દશ આત્માઓને પ્રતિધ પમાડી પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરી
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy