SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ન. ૪૦ ભાદરવા સુદ ૩ ને શનિવાર તા. ૨૫-૮-૭૯ સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ ને બહેન! પાવનકારી, મગલમય પર્વાધિરાજ પર્યુષણ પČના પવિત્ર દિવસા ચાલી રહ્યા છે. મગલકારી આઠ દિવસમાં પાંચ દિવસે તે પસાર થઈ ગયા. ચાલુ દિવસેા કરતાં પના આ દિવસેામાં આરાધના જોરદાર થાય છે. જ્ઞાની કહે છે કે પર્યુષણ મહાપર્વ એ મેાહનગરી પર બેમ્બમારા કરવાના સુવર્ણ અવસર છે, કારણ કે આ દિવસેામાં ચાલુ દિવસો કરતાં દાન, શિયળ, તપ અને ભાવની વિવિધ આરાધનાએ સતત આઠ દિવસ સુધી ભરચક થાય છે. આ જોરદાર આરાધના મેાહનગરી પર એકધારા આક્રમણરૂપ બને છે. ભરચક આરાધનાએ એ મેાહનગરી પર એકધારા સખ્ત મારા છે. જેમ જયારે દેશમાં રાજા રાજાએ વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે માટા વિશાળ સૈન્યવાળા રાજા જો શત્રુના સન્ય પર પેાતાના લશ્કરથી એકસરખા સખ્ત મારે ચલાવે તે શત્રુ રાજાનુ` સન્ય હિંમત ગુમાવી દે છે ને પોતાના શસ્ત્ર સરજામ નીચે મૂકી માટા રાજાના શરણે આવે છે તેમ જ એમના રાજા પણ મોટા રાજાના ચરણમાં નમીને ખંડિયા રાજા તરીકે ગુલામી સ્વીકારી લે છે. કયારેક એવુ પણ બને છે કે, નાના રાજા મોટા રાજાના સૈન્યને ગફલતમાં રાખી ચારે બાજુ પેાતાનુ' સૈન્ય ગાઢવી એકસામટા હુમલા કરે છે તેા નાના રાજા પણ વિજય મેળવી શકે છે. અહીયા વિશેષતા નાના મોટાની નથી પણ જેના એકધારા જોરદાર મારા તેના વિજય પહેલો. આ રીતે પ`ષણ મહાપČમાં માહરાજાના લશ્કર પર દાન, શીલ, તપ આદિ આરાધનાના જોરદાર એકધારા હુમલો થાય છે તેથી મેહરાજાના લશ્કરને હારવુ પડે છે. દા. ત. આ દિવસેામાં દાન કરવાના સારા અવસર મળે છે. દાન કરવાથી ધનની મમતા પર એમ્બમારા થાય છે તેથી પરિગ્રહની મમતા છૂટે છે. બ્રહ્મચર્ય પાળવાથી મૈથુન સ`જ્ઞા પર હુમલો થાય છે, તપ કરવાથી આહાર સત્તા પર જોરદાર આક્રમણ થાય છે તેથી ખાનપાનના માહ કપાય છે. આ મ`ગલ વિસામાં સવારે ને સાંજે પ્રતિક્રમણ કરવાનું મન થાય એટલે એમાં નિદ્રાના મેાહ કપાય. સામાયિક કરવાથી સર્વથા પાપના ત્યાગ થાય. તેમાં ચૌદ રાજલોકના સર્વ જીવાને અભયદાન મળે તેથી જીવહિંસાના માહ પર મારા થાય. રાજ ઉપાશ્રયે નહિ આવનારા આ આઠ દિવસ રાજ વ્યાખ્યાન સાંભળવા આવે છે. વીતરાગ ભગવાનની અમૃતમય વાણીનુ પાન કરતાં આત્માના કષાયા મંદ પડે છે તેથી કષાય પર જોરદાર આક્રમણ થાય છે. આ રીતે અનેકાનેક ભરચક આરાધનાનું' આ મહાપવ માહુરાજાના અનેક સુભટો પર સખ્ત બેમ્બમારો કરવાના અમૂલ્ય અવસર છે, માટે શક્તિ પ્રમાણે બને તેટલી આરાધના કરવી એ જ માનવભવની સાર્થકતા છે. મધુએ ! દેવાને પણ દુલ ભ એવા માનવભવ તમને મળ્યો છે એ સસારના
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy