________________
૪૧૨
શારદા સિદ્ધિ સુદ દશમના દિવસે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તેઓ સર્વજ્ઞ અને સર્વદશી બન્યા. વૈશાખ સુદ ૧૧ ના દિવસે તીર્થની સ્થાપના કરી અને જગતના જીવને તત્ત્વજ્ઞાન સમજાવ્યું. અહિંસા પરમો ધર્મને મંગલ સંદેશ આપ્યો. “છે અને જીવવા દે” એ સિદ્ધાંત સમજાવ્યો. પિતે આચરણમાં મૂકીને જગતના જીને સમજાવ્યું. મિત્રી, પ્રમદ, કરૂણા અને માધ્યસ્થ ભાવનાના ગૂઢ ભાવેને સમજાવી સ્યાદ્વાદ માની પ્રરૂપણું કરી જગતના છ ઉપર મહાન ઉપકાર કર્યો છે. જેમની આંખમાંથી અમીની ધારા વહે છે. જેમના વચને વચને વાત્સલ્યને વારિધિ છલકાય છે, જેમના વાકયે વાકયે વિશ્વમાં વિમલતા વ્યાપી છે, જેમના પડછાયે પડછાયે પવિત્રતા પથરાઈ છે, જેમના પગલે પગલે પારાવાર પ્રેમ પ્રગટે છે એવા મહાવીર પ્રભુના યશોગાન અને એમની કીતિની કથાઓ આપણા જીવનમાં અવનવો આનંદ અને ઉત્સાહ આપે છે. લેહીના અણુઅણુમાં નવું ચિંતન્ય રેડે છે એટલું જ નહિ પણ એ આપણા મનમાં તાજગી આપે છે. મનમાં મસ્તી આપે છે ને અંતરમાં આરામ આપે છે. આવા ભગવાનને આજે આપણે જન્મદિન ઉજવ્યું છે તે ભગવાનના જીવનમાંથી કંઈ ને કંઈ પ્રેરણા લેતા જશે.
દુનિયા યાદ કેને કરે” – આ દુનિયામાં અનેક વ્યક્તિઓ જન્મે છે ને મારે છે પણ દરેક માણસોને દુનિયા કઈ યાદ કરતી નથી. કેઈ પણ ક્ષણ એવી નહિ જતી હૈય કે માણસ જન્મ પામ્યો કે મરણ પામ્યા ન હોય ! દરેક ક્ષણે જન્મ મરણ તે - થયા કરે છે, પણ એ બધાની જગતના ઈતિહાસમાં સેંધ લેવાતી નથી. જે વ્યક્તિએ હું પોતાનું જીવન સ્વાર્થમાં ગાળ્યું હોય, પરોપકારના કાર્યો કર્યા ન હોય, ધન હોવા છતાં કઈ દુઃખીના આંસુ લૂછયા ન હોય તેને મરણ પછી કઈ યાદ કરતું નથી, પણ જે બીજાના સુખે સુખી અને દુઃખે દુઃખી બને છે ને બીજાના દુઃખ દૂર કરવામાં પ્રયત્નશીલ રહે છે તેને દુનિયા યાદ કરે છે. ભગવાન મહાવીર સ્વામીને મોક્ષમાં ગયા આટલાં વર્ષો વીતી ગયા છતાં આપણે તેમને દર વર્ષે યાદ કરીએ છીએ, કારણ કે દુનિયાને દુઃખથી મુક્ત કરવાનો માર્ગ બતાવી ગયા છે. જગત સમક્ષ અનુકરણીય આદર્શ મૂકતા ગયા ગયા છે. જે વય ભોગની ગણાય તે વયે ભગવાને ભેગને ત્યાગ કર્યો. જે વય ધન ઉપાર્જનની ગણાય, સત્તા અને અધિકાર મેળવવાની ગણાય તે વયે ભગવાને ધનને ને રાજપાટને ત્યાગ કર્યો, સાથે સ્ત્રી, પરિવાર વિગેરેને ત્યાગ કરીને સંયમની કાંટાળી કેડીએ કદમ ઉઠાવ્યા. ઉગ્ર તપશ્ચર્યા કરી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કર્યું. એટલું કરીને અટક્યા નહિ પણ જગતના ખૂણે ખૂણે વિચરીને દુનિયાને દુઃખમાંથી મુક્તિ મેળવવાને અને જન્મ-મરણના ફેરા ટાળવાને માર્ગ દર્શાવતા ગયા છે, માટે આપણે દર વર્ષે આવી વિભૂતિઓને યાદ કરીએ છીએ. આજે મહાવીર ભગવાનના જીવન વિષે ઘણું કહેવાઈ ગયું છે. સમય થઈ ગયો છે. આપણે સૌ ભગવાનના દિવ્ય જીવનમાંથી કાંઈક લઈએ તે જ મનીષા. ૩૪ શાંતિ.