SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૫ શારદા સિદ્ધિ નયસારની અતિથિ ભાવના”-એ વખતે પુણ્યાત્મા શ્રી નયસાર વિચાર કરે છે કે કઈ શ્રમણ કે અતિથિ જે અહીં આવે તે તેમને આપીને પછી હું ભજન કરું. આ પ્રમાણે વિચાર કરીને નયસારે છેડે દૂર સુધી જઈને ચારે બાજુ અવલોકન કર્યું. નયસાર હજુ સમ્યકત્વ પામ્યા નથી છતાં આવા ઉત્તમ વિચારો આવે છે. બરાબર મધ્યાહ્નને સમય થઈ ગયું છે, પેટમાં ભૂખ લાગી છે, આંખ સામે વિશિષ્ટ પ્રકારના ભેજન તૈયાર છે છતાં આવી સુંદર ભાવના થઈ એ જ બતાવે છે કે એ આત્મામાં ઉત્તમતા છે જ વિશિષ્ટ કોટિના આત્મામાં ઉત્તમતા હોય તે સ્વાભાવિક છે. મિથ્યા દષ્ટિપણાની દશામાં પણ તીર્થકર બનનાર આત્માઓ બીજા આત્માઓ કરતાં ઉત્તમ હોય છે. નયસાર એ ચોવીસમા પરમ તીર્થંકર મહાવીરસ્વામીને જીવ હોવાથી તે આત્માની ઉત્તમતા ઝળકયા વિના રહે નહિ તે સ્વાભાવિક છે. “માર્ગ ભૂલેલા મુનિનું તે પ્રદેશમાં આગમન – નયસાર કોઈ શ્રમણ કે અતિથિ માટે ચારે બાજુ દષ્ટિ કરે છે ત્યાં પોતાના સાર્થથી છૂટા પડેલા, ભૂખ-તરસથી પીડાતા, ગરમીથી આકુળવ્યાકુળ બનેલા એક સંતને જોયા. સંતને જોતા તેના રોમરાય આનંદથી પુલકિત બની ગયા. એકદમ ઉજ્જડ અને વેરાન માર્ગમાં મુનિને આવતા જોઈને નયસારના મનમાં આશ્ચર્ય થયું કે સાથે નહિ, રક્ષક નહિ, હથિયાર નહિ. જે માર્ગમાં શસ્ત્રધારી પણ આવી ન શકે એવી ભયંકર અટવીમાં ખૂબ થાકી ગયેલા, ભૂખ-તરસથી પીડાતા, જેમના શરીર ઉપરથી પરસેવાના ટીપાં પડી રહ્યાં છે એવા મુનિ એકલા કેમ આવતા હશે? મુનિને જેઈને નયસાર મુનિની સન્મુખ ગયા. મુનિને જોતાં જેનું દિલ કરૂણાથી છલકાઈ રહ્યું છે, અંતરમાં આનંદની ઊમિઓ ઊછળી રહી છે એવા નયસારે મુનિને પ્રશ્ન કર્યો કે હે ભગવાન ! આપ આવા વેરાન વનમાં વિહારમાં એકલા કેમ છે? આ ભયંકર મહાટવી છે, ત્યારે મુનિએ કહ્યું-ભાઈ? હું એકલો નથી. હું મારા સાધુ સમુદાય સાથે વિહાર કરતે હતોરસ્તામાં શરીરના કારણે જરા રેકા તેથી પરિવારથી વિખૂટો પડી ગયે ને રસ્તામાં બે મા આવવાથી હું માર્ગ ભૂલી ગયો છું. નયસાર કહે આપ મારા પર કૃપા કરી મારા આવાસે પધારો ને મને પાવન કરો. “યુનિવર નયસારના આવાસે”:-ભાગ્યશાળીને ઈ છે તે વી મળે અને પાપી ઇચ્છે તે તેનાથી દૂર ભાગે. અહીં તે અતિથિ એવા આવ્યા કે જેને જગમાં જોટો ન મળે. અતિથિ અનેક પ્રકારના હોય છે, પણ આ અતિથિ તે એવા હતા કે જેના સમાગમથી આત્મા જાગૃત થઈ જાય. નયસાર મુનિને ઓળખતા નથી પણ સાધુના વેષમાં આવી રહેલા, અતિ થાકથી શ્રમિત થયેલા, પરસેવાથી રેબઝેબ થયેલા, ભૂખતરસથી આકુળવ્યાકુળ બનેલા મુનિને જોયા. જ્યાં સામાન્ય અતિથિ પ્રત્યે પણ પ્રેમ અને સદ્ભાવ હોય ત્યાં કંચન, કામિનીના ત્યાગી, જગતથી સાવ નિરાળ', માયા-મમતાના ત્યાગી અને આવી મુશ્કેલીમાં પણ શાંતિથી ચાલ્યા આવતા અતિથિ મળી જાય પછી
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy