SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ શારદા સિદ્ધિ શું પ્રકાશ દેખાશે ખર? એ ન્યાયે આપણો આત્મા પરમાર્થ દષ્ટિએ જોવામાં આવે તે વીજળીના બલ્બ જેવો છે, પણ રાગ-દ્વેષ અને મોહને ડામર આત્માના પ્રદેશ પ્રદેશે પથરાઈ ગયું છે, તેથી પ્રકાશ કયાંથી દેખાય? રાગ-દ્વેષ અને મોહના કારણે અનંતકાળથી આ જીવ પિતાનું સ્વરૂપ ભૂલ્યું છે. તેણે પર વસ્તુમાં મારાપણું માન્યું છે. ઘણે કાળ એમાં વીતાવ્યો હવે આત્મા તરફ વળવાની જરૂર છે. આજે ભગવાન મહાવીર સ્વામીને જન્મદિન વાંચવાને પવિત્ર દિન છે. તે એમના જીવન તરફ થેડી દષ્ટિ કરીએ. વર્તમાનના શાસનપતિ અનંત ઉપકારી શ્રી ભગવાન મહાવીર સ્વામીનું શાસન આજે જયવંતુ વતી રહ્યું છે. તેવા ભગવાનનું પૂર્વ જીવન કેવું હતું તે વિચારીએ. શ્રી તીર્થકર દેના ભવની ગણતરી પણ તે તારકે જે ભવમાં સમ્યકત્વ પામે ત્યારથી થાય છે. ભગવાન મહાવીર સ્વામીને આત્મા નયસારના ભવમાં સમ્યક્ત્વ પામે છે. પશ્ચિમ મહાવિદેહમાં આવેલા “મહાવ્રપ” નામના વિજયમાં “જયંતી’ નામની નગરીમાં ન્યાયી, પરાક્રમી, પરદુઃખભંજન શત્રુમર્દન નામના રાજા હતા. તે રાજાની રાજધાનીમાં આવેલા “પૃથ્વી પ્રતિષ્ઠાન” નામના ગામમાં નયસાર નામે સુથાર હતા. સમ્યગુદશનની પ્રાપ્તિ પહેલાનું પણ જીવન કેવું આદશ” :નમ્રસારને આત્મા એ જ વર્તમાન શાસનના નાયક ભગવાન શ્રી મહાવીર પ્રભુને આત્મા છે. સમ્યગુદર્શન પામ્યા પહેલાં પણ નયસારને આત્મા ઉત્તમ ગુણ સંપદાને ધરનારા હતા. ધર્મશાસ્ત્રોના શ્રવણથી શેય, હેય અને ઉપાદેયના વસ્તુ સ્વરૂપને જાણનારા હતા. વિશિષ્ટ પ્રકારના આચારનું પરિપાલન કરવામાં પરાયણ હતા. ગંભીરતા આદિ ગુણેના સમૂહથી યુક્ત હતા. સરળતા, વિનય-વિવેક, પ્રિયવાદિતા અને પરોપકાર ભાવના એ બધું તેમનામાં સ્વભાવથી હતું. પરને પીડા કરવાથી પરગમુખ હતા. પરના છિદ્રો જોવા માટે તે ચક્ષુ વિનાના હતા. આવા અનેક ગુણને કારણે તે શત્રુમર્દન રાજાના પરમ વિશ્વાસપાત્ર બન્યા હતા. નયસાર આવા સદ્ગુણી હોવા છતાં તેમના વડીલોએ આપેલી હિતશિક્ષાને ગ્રહણ કરતા. - “રાજાની આજ્ઞાથી શ્રી નયસાર મહા અટવીમાં” એક વખત રાજાને સુંદર મહેલ બાંધે હતું તેથી સારા લાકડાની જરૂરત હતી. નયસાર લાકડા પારખવામાં ખૂબ હોંશિયાર હતા. એટલે રાજાએ નયસારને બોલાવીને કહ્યું હે નયસાર! તમે ઘણાં લોકેના કાફલા સાથે ગાડાઓ લઈને લાકડા લેવા માટે મહાઇટવીમાં જાવ. રાજાની આજ્ઞાને તહત કરી નયસાર વિશિષ્ટ પ્રકારના ભાતા સાથે સર્વ સામગ્રીથી સજજ થઈને માણસના કાફલા સાથે મહાઇટવીમાં જવાને માટે નીકળ્યા. ચાલતા ચાલતા તે મહાન વિશાળ અટવામાં આવી પહોંચ્યા. અટવીમાં પહોંચ્યા પછી નયસારે અમુક પુરુષોને જરૂરી ઉત્તમ લાકડા કાપવાનું કામ સોંપ્યું. આ રીતે કરે દ્વારા લાકડા કપાવવાનું કાર્ય કરતાં બરાબર મધ્યાહ્નને સમય થયો. નયસાર આદિ બધા જમવા માટે સજજ થયા.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy