SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ જિંદગીને એકેક સોનેરી દિવસ પણ પસાર થાય છે. આ એકેક દિવસે આત્મશુદ્ધિને મંગલ મંત્ર આપતા જાય છે, તેથી આ દિવસે ખૂબ મહત્વના છે. વિશિષ્ટ જ્ઞાની પુરૂષ પણ આ પર્વને મહિમા કહેવાને અસમર્થ છે. આજે આપણી સમક્ષ કેવળી ભગવંત કે તીર્થકર ભગવત ઉપસ્થિત નથી એટલે કેવળજ્ઞાનના અભાવે વર્તમાનમાં શ્રુતજ્ઞાન દ્વારા થોડે ઘણે મહિમા સમજાવાય છે. શ્રુતજ્ઞાનથી પણ આ પર્વને મહિમા સમજે આજે કઠિન બની ગયું છે. શ્રુતજ્ઞાન છે સાગર જેટલું ને આપણી બુદ્ધિ છે ગાગર જેટલી, એટલે શ્રુતજ્ઞાનના બળે આ પર્વના મહા મહિમાનું વર્ણન કરવું તે બે હાથ પહોળા કરીને સમુદ્રનું માપ બતાવવા બરાબર છે. પર્યુષણ પર્વને આજે પાંચ દિવસ છે. આજને દિવસ મહાવીર જયંતિના નામથી ઓળખાય છે. મહાવીર પ્રભુને જન્મદિન તે રૌત્ર સુદ ૧૩ ને છે પણ આ પર્વમાં ઘણાં માણસે લાભ લઈ શકે તેથી આજના દિવસે ભગવાન મહાવીર સ્વામીને જન્મ વંચાય છે એટલે આજના દિવસને મહાવીર જયંતિના નામથી નિર્માણ કરવામાં આવ્યો છે. આપણું પરમપિતા પ્રભુ મહાવીરસ્વામી કેવા હતા? એમણે મનુષ્ય લોકમાં જન્મીને શું શું કાર્યો કર્યાં છે? જગતના જીવને શું આપ્યું છે તેને ખ્યાલ આવે. આજે ભારતભરમાં અને પરદેશમાં વસતા જૈન સંઘમાં મહાવીર પ્રભુને જન્મ વંચાશે. ભગવાન મહાવીરસ્વામીને મોક્ષમાં ગયા ૨૫૫ વર્ષ થઈ ગયા છતાં એમનું નામ સાંભળતા દરેકના દિલમાં અને આનંદ થાય છે. એવા ભગવાન મહાવીરસ્વામીને આપણે એક વર્ષમાં ત્રણ વાર યાદ કરીએ છીએ. રૌત્ર સુદ તેરસના દિવસે, ભાદરવા સુદ બીજના દિવસે અને આ વદી અમાસના દિવસે તેમને નિર્વાણ દિન ઉજવીએ છીએ. આ રીતે એક વર્ષમાં ત્રણ ત્રણ વખત મહાવીર પ્રભુને યાદ કરીને એમના જીવનમાં રહેલા મહાન ગુણેનું સ્મરણ કરીએ છીએ. જેમ ઘોર અંધકારમાં સૂર્યના કિરણે બહાર આવે એટલે પૃથ્વીના પટ ઉપરથી અંધકાર વિલીન થઈ જાય છે તેમ આ જગતમાં જ્યારે અજ્ઞાન રૂપી અંધકાર છવાયે હતું ત્યારે ઉપદેશ રૂપી જ્ઞાનના કિરણે વડે અજ્ઞાન રૂપી આંધીમાં પડેલા માનવને ભગવાને જ્ઞાન રૂપ કિરણે ફેંકીને અજ્ઞાનને અંધકાર દૂર કરાવી માર્ગદર્શન કરાવ્યું છે. એવા ભગવાનનું શાસન આજે જયવંતુ વતે છે. ભગવાને આપણા જેવા અલ્પ જીવે ઉપર મહાન કરૂણુ અને મહાન ઉપકાર કરી આપણું ભવભ્રમણ કેમ જલદી ટળે એ માટે આમ કલ્યાણને માર્ગ બતાવ્યો છે. માણસ ત્રણ કે ચાર સીડી એક સામટી ચઢે છે તે શ્વાસ પણ ધમણ થઈ જાય છે ને થાકીને હાશ કરીને બેસી જાય છે પણ અનાદિકાળથી ચતુતિ સંસારની સીડીઓ ચઢીને ઉતરી રહ્યો છે. તેને કદી જીવને થાક લાગે છે ખરે? એ થાકથી કંટાળીને હાથ કરીને બેસવાનું મન થાય છે ખરું? ભગવાન મહાવીરસ્વામીએ મનુષ્ય જન્મ પામીને પ્રબળ પુરૂષાર્થ કરીને
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy