SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૩૯૯ ત કેમ વધુ પ્રગટે તે માટે સહાય કરવા લાગી. આ દષ્ટાંતને સાર એટલે છે કે જો તમારે દુર્ગતિના દ્વાર ન ખખડાવવા હોય તે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કરતાં અટકે અને સમજો કે આયુષ્ય પાણુને પૂરની જેમ વહી રહ્યું છે, માટે પાણી પહેલાં પાળ બાંધી લો ને વિચાર કરે કે આ કર્મોથી મને સુખ મળશે કે દુઃખ ? તેના પરિણામને વિચાર કરી શુભ ધ્યાનની લગની લગાવીને મોક્ષ મંઝીલને સર કરે. આજે આપણે ત્યાં બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાઓ છે. બ્રહ્મચર્ય એ આત્માને નિરોગી બનાવનાર મહામૂલ્યવાન ઔષધ છે. જે આત્મા બ્રહ્મચર્યનું પાલન કરે તે જન્મમરણની સાંકળથી મુક્ત થઈ જાય છે. તમે ધનવંતરી આદિ શૈદેના નામ તે સાંભળ્યા હશે. એ વૈદે એવા હતા કે માણસને સર્વ રીતે સુખી બનાવી શકતા. એક વખત એક માણસ ધનવંતરી વૈદ પાસે જઈને પૂછે છે કે આપ મહાન વૈદ છે. આપ ભયંકરમાં ભયંકર રોગનું નિદાન કરી રોગીઓના રોગ મટાડીને સાજા કરે છે પરંતુ આપની પાસે એવી કઈ દવા છે કે જેનાથી મનુષ્ય જન્મ મરણથી મુક્ત થઈ જાય, ત્યારે વૈદ કહે છે હા, મારી પાસે એવી અમોઘ ઔષધિ છે. જે આપની ઈચ્છા હોય તે આપું. બોલો છે ઈચ્છા? “હા.” તે સાંભળે. मृत्यु व्याधि जरा नासि, पियुष परमोषधम् । ब्रह्मचर्य महायत्नम् , सत्यमेव वदाम्यहम् ॥ મૃત્યુ, વ્યાધિ અને વૃદ્ધાવસ્થાને દૂર કરનારી અને જન્મ મરણથી મુક્ત કરનારી મારી પાસે એક દવા છે બ્રહ્મચર્યનું પાલન. જે અંતઃકરણપૂર્વક શુદ્ધ ભાવથી બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે તે બધા વ્રતે સરળતાથી પાળી શકાય છે. મહાનમાં મહાન અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે કઈ તપ હોય તે બ્રહ્મચર્ય છે. કહ્યું છે કે “affજ જfસ તિ =ાત્ર જે આત્મામાં, નિજસ્વભાવમાં રમણતા કરે એનું નામ બ્રહ્મચર્ય. આત્મભાવમાં અને નિજસ્વરૂપમાં તલ્લીન રહે તે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે. બ્રહાચર્યનું પાલન કરવા માટે એક મહાન શક્તિની જરૂર છે. બ્રહ્મચારી આત્માઓને દેવે પણ નમસ્કાર કરે છે. બ્રહ્મચર્ય વ્રતને મહાન પ્રભાવ છે. સમય થઈ ગયો છે. હવે બ્રહ્મચર્ય વ્રત લેનાર આત્માઓને પ્રતિજ્ઞા કરાવું છું. ૐ શાંતિઃ ; ; ; વ્યાખ્યાન નં. ૩૯ ભાદરવા સુદ ૨ ને શુકવાર “મહાવીર જયંતિ” તા. ૨૪-૮-૭૯ “પ્રગટયો શાસન સિતારે” સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! મહાન મંગલકારી પર્યુષણ પર્વના એકેક પવિત્ર દિવસે જ આપણું જીવનમાંથી પસાર થાય છે ને સાથે આપણી
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy