SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ શારદા સિવિ વિચારેથી બળતે હેય છે. વિશાળ હદયી સૂકો રોટલો ને છાશ ખાશે તે પણ હષ્ટપુષ્ટ રહેશે, કારણ કે એ બધી વાતને ભૂલી જાય પછી એને બળવાનું રહેતું નથી. સદાય આનંદ આનંદ હોય છે. છીછરા દિલવાળો એમ વિચારે કે શું સામાની બધી ભૂલો મારે સહન કરી લેવાની ! ત્યારે વિશાળ હૃદયી કહે ભાઈ! આ દુનિયામાં એક ચીજ એવી નથી કે જેમાં ભૂલ ન હોય. બધામાં કાંઈને કાંઈ વાંધો તે હોય છે. જમીએ છીએ તે ભજન શેમાંથી બન્યું ? ઘઉં અને વનસ્પતિમાંથી. તે ઘઉં વિગેરેમાં કયા પુદ્ગલ બન્યા? ખાતરના. તે ખાતર કેવું ? અશુદ્ધ મેલા પદાર્થોનું બનેલું. એક શૌચવાદી બ્રાહ્મણ હતે. શૌચ એટલે શુદ્ધિ. તે બહારની શુદ્ધિમાં ખૂબ માને. બ્રાહ્મણના એક ચંડાળ પાસે પિસા લેણા હતા. ચંડાળ એક દિવસ પસા લઈને આપવા આવ્યો. શૌચવાદી બ્રાહ્મણ એટલે ચંડાળના પૈસા તેને ઘેવરાવીને લેવા હતા, પણ તે કર્યા પહેલા ચંડાળે પૈસા બ્રાહ્મણના ઘરમાં ફેંકયા. બ્રાહ્મણને તે મિજાજ ગયે. તે ભભૂકી ઉઠયે અરે નાલાયક ! બેશરમ ! તે આ શું કર્યું? જુલ્મ થઈ ગયે. મારુ આખું ઘર અભડાવી દીધું. આ સાંભળીને ચંડાળ બિચારે તે બરફની માફક ઠરી ગ. અરે શેઠજી! પણ મેં શું કર્યું છે? શું શું કર્યું ? તારા પૈસા માટે પાણીથી ઈને લેવાના હતા એને બદલે તે તારાથી અભડાયેલા જ ફેંકી દીધા ? શેઠજી! માફ કરજે, પણ હું આપને પૂછું તે એ પાણી પણ શું ચેપ્યું છે ? એને પણ અમારા જેવા અડેલા તે ખરા જ ને ? બ્રાહ્મણ કહે અરે બદમાશ ! એક તે મારું ઘર અભડાવ્યું ને પાછો ઉપરથી દેઢ ડહાપણ કરે છે. ચાલ્યા જા અહીંથી. ચંડાળ તે ગયો પણ બ્રાહ્મણના દિલમાં ચંડાળના શબ્દોએ ચેટ લગાડી. હા. એની વાત તે બરાબર છે. ચંડાળના કહેવા પ્રમાણે બધું જ મેલું. તે આ પૃથ્વી પર ચંડાળે પણ વસ્યા છે તે મારાથી આ પૃથ્વી પર પણ ન રહેવાય. બધું અભડાયેલું. બસ, હું એવી ભૂમિ પર જાઉં કે જ્યાં આવા માનવો ન હોય. અહીં તે ધરતી પણ કયાંથી ચાખી હોય! જે ભૂમિ પર ચંડાળે ચાલે ત્યાં હું ચાલું ? બસ, હવે આ ધરતી હરામ ! જ્ઞાની કહે છે કે બાહ્ય શુદ્ધિ ગમે તેટલી હશે પણ અંતરશુદ્ધિ ન હોય ત્યાં સુધી કલ્યાણ થવાનું નથી. બ્રાહ્મણ તે ભૂખ્ય ભૂખે ત્યાંથી નીકળી ગયા ને દરિયાકિનારે પહોંચે. ત્યાં જઈને વહાણુમાં બેસી ગયે. દરિયાની વચ્ચે એક નિર્જન બેટ આવ્યા. ત્યાં નાવિકને કહે છે ભાઈ! મને અહીં ઉતારી દે. ખલાસીને પણ આશ્ચર્ય થયું કે આ નિર્જન બેટમાં ઉતરીને શું કરશે ? બ્રાહ્મણ ઉતરી ગયો. તેણે જૂના કપડા કાઢીને દરિયામાં ફેકી દીધા ને નવા કપડા પહેરી લીધા. પછી હરખાવા લાગે કે બસ, હવે બરાબર શુચિધર્મ પળાશે. બ્રાહ્મણને પવિત્રતાની લગની લાગી છે પણ હું તમને પૂછું છું કે માત્ર કપડાં બદલવાથી શું પવિત્ર થવાય? ના, પવિત્ર બનવા માટે દિલને પવિત્ર
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy