SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩} શારદા સિદ્ધિ વહેલા કે મેાડા ઉદયમાં આવે છે ને ભોગવવા પડે છે. તે સમયે જીવ આ યાનરૌદ્રધ્યાનમાં જોડાય તે નવાં કર્માં બાંધે અને કચક્રમાંથી છૂટવાને બદલે એમાં ફસાય છે, પણ જો કર્મના ઉદય વખતે જ્ઞાતા અને દૃષ્ટા અનીને સાક્ષીભાવે વેદે તે નવા કમબંધન થતાં અટકી જાય. આવું અમૂલ્ય તત્ત્વજ્ઞાન આપણને મળ્યું છે અને વીર પ્રભુના મુખમાંથી ઝરેલી અમૃતવાણી પીને અમર બનવાની કલા પણુ હસ્તગત થઈ છે જેનું યથાર્થ પણે શ્રદ્ધાપૂર્વક પાન કરીને આચરણ કરવામાં આવે તે જીવ સર્વજ્ઞ બની શકે છે. અરે....એના એક બિન્દુનુ' આસ્વાદન કરી તે પણ આ સ્વાર્થ ભરેલા સ'સારમાંથી તમને સરકી જવાનુ` મન થશે પણ આજના જીવાની દશા એવી છે કે હજુ તેને આત્માના જ્ઞાનની રુચિ થતી નથી. સાચુ જ્ઞાન તે તે છે કે જે આત્માને સળગતા સંસાર દાવાનળમાંથી ખચાવે. આવુ' સત્ય જાણવા છતાં જીવની આંખો કેમ ખૂલતી નથી એ એક પ્રશ્ન છે. ,, અનત પુણ્યને રાશિ એકઠો થાય ત્યારે આ મહામૂલુ' માનવજીવન મળે છે. દેવાના પત્યેાપમ અને સાગરોપમના આયુષ્ય આગળ મનુષ્યનું જીવન કેટલુ અલ્પ છે ? આપણી જિંજંદગી ક્રૂ'કી છે ને કામ તેા હજી ઘણું કરવાનુ` છે. અનાદિકાળથી કાળના પ્રત્રાહ અવિરતપણે વહી રહ્યો છે. તેમાં મહાન ભાગ્યાયે આત્માની સાધના કરવાને સુઅવસર પ્રાપ્ત થયા છે. આવા સમયે આરાધના કરવા ઉદ્યમવંત નહિ મના તે કયારે બનશે ? હે માનવ ! ટૂંકી જિંદગીમાં તું પ્રભુની બંદગી કરી લે. “ પ્રભુની 'ૠગી વિનાની જિંદગી ગદકી જેવી છે. ” વરસાદના કાળાં વાદળાંથી છવાયેલા આકાશમાં વીજળીના ઝળકાટ ક્ષણ વાર પ્રકાશ પાથરી જાય છે પછી તે ધમધોર અધકાર છવાઈ જાય છે. આપણું જીવન પણ “વિન્તુ સવાય ચચહ” વીજળીના ચમકારા જેવુ' ક્ષણિક છે. આવા ક્ષણિક જીવનમાં જો સમ્યક્ત્વ બીજની પ્રાપ્તિ નહિ થાય તે સમજી લેજો કે આવેા પ્રકાશ કાયમ ટકવાના નથી. આટલા માટે પરમકૃપાળુ પરમાત્મા આપણને મેનિદ્રામાંથી ઢઢોળીને જાગૃત કરતાં કહે છે કે “ન્ન પુખ્વમેવ ન लभेज्ज पच्छा ” જે પહેલાં પ્રાપ્ત થાય છે તે પછી પ્રાપ્ત થઈ શકતું નથી. શુ' પહેલાં ને શુ પછી ? એ વાત તમને સમજાય છે ? જ્ઞાની ભગવાનના આ વચનમાં ગૂઢ રહસ્ય છૂપાયેલ છે એ તો જેને ભગવાનના વચનમાં શ્રદ્ધા હોય, રસ હોય તેને સમજાય. એ સમજવા માટે આંતરષ્ટિ ખોલવી પડશે. ભગવાન કહે છે કે જે પહેલાં પ્રાપ્ત થાય છે તે પછી નથી થતું. તેના ગૂઢ અર્થ એ છે કે પહેલી વયમાં જે કમાણી થઈ શકે છે તે પાછલી વયમાં થઈ શકતી નથી. તમને થશે કે શેની કમાણી કરવાની તમે તે ધનરસિક છે એટલે ધનની કમાણી જ યાદ આવે ને ? પણ આ વાત ભૌતિક ધનની કમાણી કરવાની નથી પણ આત્માની કમાણી જ્ઞાન-દન–ચારિત્રની છે. જેમ ભૌતિક લક્ષ્મીની કમાણી કરવા યુવાવસ્થા શ્રેષ્ઠ છે તેમ આત્મિક લક્ષ્મીની કમાણી કરવા માટે પણ યુવાની શ્રેષ્ઠ છે. ઘડપણમાં ધારી કમાણી થઈ શકતી નથી.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy