________________
શારદા સિદ્ધિ
૩૨૧ એટલે તે નાળાના ટૂંકા રસ્તેથી પસાર થતું હતું. માણસના પેટમાં દગો હોય ત્યારે એને કંઈ સૂઝતું નથી. ઉતાવળે ચાલ્યા જાય છે. રાતને સમય છે એટલે કંઈ દેખાતું નથી. એક ભયંકર રિગ સર્પ એના પગ નીચે આવી જવાથી એણે ક્રોધાયમાન થઈને ડંખ દીધું. ત્યાં ને ત્યાં મણિરથનું પ્રાણપંખેરું ઊડી ગયું. જુઓ, હાથના કર્યા હયે વાગ્યાં ને? તીવ્ર પાપ કર્યું તે એને તરત ઉદયમાં આવ્યું. જે કામવાસનાને કારણે પિતાના ભાઈને મારી નાંખવાનું ઘોર પાપ કર્યું એ તે કર્મ બંધાઈ ગયું. તે પાપ કર્મનું ફળ ભોગવવા માટે નરકે ચાલ્યો ગયો.
એક જ માતાની કૂખે જન્મેલા બે ભાઈ છતાં બંનેમાં કેટલે ફરક છે! એક પવિત્ર અને એક પાપી. એક દેવલોકમાં સર્વોચ્ચ સુખ ભોગવવા ગયે ને બીજે નરકની રૌ રૌ વેદના ભોગવવા ગયે. સવાર પડતાં મહારાજા કે યુવરાજ બને ન દેખાતા નગરમાં ધમાલ મચી ગઈ. તપાસ કરી તે યુવરાજ બગીચામાં પડયા છે. પતિ પરલોકે પ્રયાણ કરી ગયા પછી સતી મયણરેહા પિતાને શીલનું રક્ષણ કરવા માટે ચાલી ગઈ. યુગબાહુનું ખૂન થયું છે. પાસે લોહીથી ખરડાયેલી મણિરથના નામની. કટાર પડી છે. એ જોઈને અનુમાન થયું કે નક્કી કોઈ પણ કારણે મહારાજાએ યુવરાજનું ખૂન કર્યું છે, પણ મહારાજા ક્યાં ગયા? તપાસ કરતાં એમનું શબ મળી ગયું. શરીર લીલું કાચ જેવું થઈ ગયું છે, કપડાં લેહીવાળાં છે, એટલે શંકા દઢ બની કે યુવરાજને મારનાર એના મોટાભાઈ છે. એને મારીને ભાગી જતા હશે ને રસ્તામાં ઝેરી સર્પના ભેગ બની ગયા લાગે છે. પછી તે બગીચાના રખેવાળાએ કહ્યું કે, રાત્રે મહારાજા આવ્યા હતા. દાસીએ વાત પ્રગટ કરી કે મહારાજાની મયણરેહા ઉપર કુદષ્ટિ હતી. આ વાતની આખા ગામમાં જાણ થતાં મણિરથે મયણરેહાને મેળવવા માટે ઈરાદાપૂર્વક યુવરાજ યુગબાહનું ખૂન કર્યું છે એ કાવતરું ખુલ્લું પડી ગયું. બંને ભાઈઓની એક સાથે સમશાનયાત્રા નીકળી, યુવરાજ ઉપર લોકો આંસુઓની અંજલિ આપતા હતા જ્યારે મણિરથ ઉપર ફિટકાર વરસાવી રહ્યા હતા. મણિરથની દુષ્ટ કામને તે પૂરી ન થઈ પણ ભયંકર પાપ બાંધ્યું એ તે તરત ઉદયમાં આવ્યું. ટૂંકમાં, મારે તે તમને એ સાર સમજાવે છે કે જે આત્માઓ વિષયવાસનામાં લપટાય છે તે કેવા કર બની જાય છે. મણિરથ પોતાના ભાઈનું ખૂન કરતા પણ અચકાય નહિ..
આ રીતે ચુલની રાણીએ પણ પુત્ર બ્રહ્મદત્તકુમાર અને તેની પત્નીને તૈયાર કરાવેલા લક્ષાગ્રહમાં સૂવા માટે મોકલી દીધા. રાત પડી એટલે સૌ સૌના ઘેર ગયા. આખી નગરીની પ્રજા સૂઈ ગઈ. રાજમહેલમાં નેકર ચાકરે અને દાસદાસીએ બધા લગ્નના કાર્યથી થાકયા પાકયા સૂઈ ગયા પણ ચુલની રાણી અને દીર્ઘરાજાને ઊંઘ આવતી નથી, કારણ કે અંદર કપટ છે. જલ્દી પુત્રનું કાસળ કાઢવું છે. લક્ષાગૃહમાં પ્રધાનપુત્ર વરધનુને ઊંઘ આવતી નથી, કારણ કે પિતાના મિત્રનું રક્ષણ કરવું છે.
શા. ૪૧