SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૩૦ર્ષ બ્રહ્મદત્તકુમારની માતા ચુલની રાણીએ એક સામાન્ય સ્ત્રીને પણ ન છાજે એવુ વન કયુ છે, નહિતર જે સ્ત્રીના પતિ મરણ પામે એણે તે બ્રહ્મચર્ય'નુ' પાલન કરવુ' જોઈએ. એને બદલે એણે તે બ્રહ્મચર્ય વ્રતને ફગાવી દીધું. એક બ્રહ્મચર્યંને મહાન ગુણુ એના જીવનમાંથી ગયા ત્યારે એ પુત્રને મારવા તૈયાર થઈને? નહિતર કઈ માતા એવી હાય કે પેાતાના પુત્રને જીવતા ખાળી મૂકવા તૈયાર થાય? બ્રહ્મદત્તકુમાર અને એની પત્ની એ લક્ષાગૃહમાં મળશે કે નહી' મળે એ તે એના ભાગ્યની વાત છે પણ દીર્ઘરાજા અને ચુલની રાણીએ તેા નિશ્ચય કરીને પાપ બાંધી દીધું ને ? બ્રહ્મદત્ત તે ભવિષ્યમાં ચક્રવ્રુતિ અનનાર છે. આપણે ૬૩ લાકા પુરુષો કહીએ છીએ તેમાં ૨૪ તીર્થંકર, ૧૨ ચક્રવર્તિ, ૯ વાસુદેવ, હું પ્રતિવાસુદેવ, હું બળદેવ આ ૬૩ શ્લાકા પુરુષોતુ. આયુષ્ય નિકાચિત હોય છે. એમને કોઈ મોટા પર્યંત ઉપરથી પછાડે કે અગાધ પાણીમાં ડૂબાડી દે કે અગ્નિમાં નાંખે પણ એ જેટલુ' આયુષ્ય બાંધીને આવ્યા છે તે પૂરુ થયા વિના મરે નહિ. આપણું મનુષ્ય અને તિર્યંચાનુ આયુષ્ય સોપક્રમ હાય છે તે કાચા સૂતરના તારની જેમ તૂટી જાય છે. કોઈ મ`ત્ર-મૂઢ આદિથી તૂટે છે. દેવતા, નારકી, જીગલિયા અને ૬૩ લાકા પુરુષોનું આયુષ્ય નિરૂપમ હોય છે એટલે એ પૂરુ· થયા વિના અધવચ કઈ પ્રયાગથી તૂટતુ નથી. “પુત્રને મારવાના કપટથી લક્ષાગૃહની તૈયારી કરતી રાણી” :– બ્રહ્મદત્તકુમાર પણ ચક્રવિત છે, એની માતા જાણે છે કે મારો પુત્ર ભવિષ્યમાં ચક્રવતિ થનાર છે છતાં પણ જેના અ'તરમાંથી વિવેકને દીપક બૂઝાઈ ગયા છે ને કામવાસનામાં અંધ બની છે એવી માતા ચુલની રાણી પેાતાના પુત્રને ખાળી મૂકવા માટે લક્ષાગૃહ તૈયાર કરાવી રહી છે પણ એને ખબર નથી કે આવા ભાવિમાં થનાર મહાપુરુષ કઈ આમ મરી જશે ! છતાં મારવાના ઘાટ ઘડે છે. ત્યારે ધનુમ`ત્રી એને બચાવવા ઘાટ ઘડે છે. ધનુમત્રીએ મ`ત્રીપદેથી નિવૃત્ત થઈને નગરની બહાર ગંગાનદીના કિનારે પેાતાને માટે રહેઠાણુ કર્યું. વિશાળ ભોજનશાળા તૈયાર કરાવી. તેમાં અપંગ, અનાથ અને યાચકે જે આવે તેનું સ્વાગત કરીને સહુને પેટ ભરીને જમાડતા. આ રીતે તેમનું કાર્ય શરૂ કરી દીધું. ખીજી તરફ રાજમાતા ચુલની તરફથી અનુપમ લક્ષાગૃહ તૈયાર કરવાના આર'ભ થઈ ગયા. દી` રાજા અને ચુલની રાણીના ફુલ આર છે કે જગતભરમાં કયાંય ન હેાય એવુ', નકશી કાતરણી કરીને સુંદર લક્ષાગૃહ વહેલી તકે તૈયાર કરા. રાજા મહારાજાને ત્યાં મહેલ ઊભેા કરવાએમાં શી વાર ? હજારો માણસો કામે લગાડી દીધા એટલે થોડા સમયમાં મનેાહર લાખના મહેલ તૈયાર થઈ ગયા. આ વાત દૂર દૂર સુધી ફેલાઈ ગઈ હતી એટલે લક્ષાગૃહનું નવનિર્માણ કા જોવા માટે લોકોના ટોળે ટોળાં આવતાં હતાં. “ગુપ્ત રીતે ભેાંયરું બનાવતા ધનુમત્રી” :- ખીજી તરફ જ્યારથી લક્ષાગૃહ બનાવવાના આર`ભ થયા ત્યારથી ધનુમંત્રીએ પણ પેાતાના શુભ કાર્યના આરલ કરી દીધા
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy