SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦} શારદા સહિ પાછળ દોડી રહ્યા છે. રસ્તામાં એક સરોવર આવ્યું. એના કિનારે કેટલીક કન્યાએ સ્નાન કરી રહી હતી, પણ શુકદેવજી તે નીચું જોઈ ને આગળ ચાલ્યા જાય છે ને પાછળ વ્યાસજી આવી રહ્યા છે. શુકદેવજી સરોવર પાસેથી પસાર થયા ત્યારે કન્યાએ સ્નાન કરતી રહી પણ વ્યાસજી આવ્યા ત્યારે કન્યાઓએ ઝટ ઝટ કપડાં પહેરી લીધાં ને પેાતાનાં અંગ ઢાંકી દીધાં. વ્યાસજીએ આ બંને પ્રસગે જોયા. એમના મનમાં આશ્ચય થયુ` કે મારા યુવાન દીકરા પસાર થયા ત્યારે આ કન્યાએ સ્નાન કરતી રહી અને મારા જેવા વૃદ્ધને જોઈને વસ્ત્રો પહેર્યાં એનું કારણ શું ? પાછા વળતા વ્યાસજીએ એ કન્યાઓને પૂછ્યું કે, જ્યારે મારો યુવાન પુત્ર જતા હતા ત્યારે તમે નિઃશંક બનીને સ્નાન કરતી હતી ને મને જોઈને તમે વસ્ત્રો કેમ પહેરી લીધાં ? આનું કારણ શું? વ્યાસજીની વાત સાંભળી કન્યા હસતી હસતી એટલી તમને કહુ ખરી પણ ખાટું તે નહિ લાગે ને ? વ્યાસજીએ કહ્યુ. ના, ખાટુ' નહિ લાગે. તમે ખુશીથી કહેા. બંધુએ ! આ કન્યાના જવાબ સાંભળવા જેવા છે. એણે કહ્યુ વ્યાસજી ! વિકારીને સ'ખંધ વષૅ સાથે નિહ પણ વૃત્તિ સાથે છે. જેવી જેની વૃત્તિ તેવી તેની પ્રવૃત્તિ.” શુકદેવજીના જીવનમાં જાગૃતિની જ્યાત ઝગમગતી હતી કે માનવદેહ વિકારો માટે નહિ પણ વિવેકપૂર્વકના વિચાર માટે છે. શુકદેવે અમારી સમક્ષ નજર સરખી કરી નથી પણ તે વખતે તમારા મનમાં શું વતુ હતું તે કહેા. તમારી નજર કયાં હતી ? થાસજી બધી વાત સમજી ગયા કે વર્ષોં વધતા વિકારા ઘટે છે એવુ નથી. વિવેકપૂવ કના વિચારાથી વિકારો ઘટે છે. અને ત્યારે અંતરમાં આંતર વૈભવ પ્રગટે છે. બ્રહ્મચર્ય એ તેા જીવનનુ' સાચુ' કાહિનૂર છે. બ્રહ્મચર્ય એ માનવના શણગાર છે. બ્રહ્મચય જેવુ' દુનિયામાં કોઈ નૂર નથી. બ્રહ્મચર્ય એ દ્રવ્યરેગ અને ભાવરાળ નાબૂદ કરવાની અમેાથ જડીબુટ્ટી છે, અને અનેક ગુણાને ખે'ચીં લાવનાર લેાહચુ'ખક છે. એક બ્રહ્મચર્ય નુ પાલન કરનારના જીવનમાં ખીજા અનેક ગુણા આપમેળે ખેચાઈને આવે છે ને એક બ્રહ્મચર્ય વ્રત ખંડિત થાય તે તેની પાછળ અનેક દુગુણા ખેંચાઈને આવે છે. પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં ભગવંતે કહ્યુ છે કે, जंमिय भग्गंमि होइ सहसा सव्वं संभग्ग मथिय चुन्निय कुसल्लिय पल्लटपडिय સક્રિય પરિસક્રિય વિળત્તિય વિળય સીહ તવ નિયમનુળસનનું 1 એક બ્રહ્મચર્યના ભંગ થવાથી તરત જ વિનય, શીલ, તપ, નિયમ, આદિ સમસ્ત ગુણાને સમૂહ મતિ, મથિત, ચૂંત, કુસલિત, ખૉંડિત, ગલિત અને વિનષ્ટ થઈ જાય છે. આ ભગવાનના વચન છે. માટે દરેક જીવેાએ સમજીને વિશેષમાં વિશેષ પ્રકારે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. એક બ્રહ્મચય ના ગુણ ચાલ્યા જાય તે એની પાછળ કેવા મહાન ગુણ્ણા ચાલ્યા જાય છે. જે જીવનમાંથી ગુણાનુ' સત્ત્વ ચાલ્યુ' જાય છે તે જીવન નિસ્તેજ બની જાય છે. એની બુદ્ધિ વિવેકહીન ભ્રષ્ટ બની જાય છે એટલે તે જીવાની હિંસા કરતા પણ અચકાતા નથી,
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy