SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૫૫ પૂજીને ગુમાવી બેસે છે અને સંસાર રૂપ અટવીમાં પરિભ્રમણ કરે છે, માટે જ્ઞાની પુરુષા કેટલા મીઠા અને કામળ શબ્દોથી જગાડે છેઃ હું આત્મા ! હવે તારી નિદ્રામાંથી તુ' જાગ. ચોકીદાર સમાન સદ્ગુરુએ પ્રમાદરૂપી નિદ્રાથી સજાગ મનાવી રહ્યા છે. તે તેમનો શિક્ષાને ગ્રહણ કરીને જાગૃત અને અને સાવધાનીથી આગળ કદમ ભરે. આપણે ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અયયનના અધિકાર ચાલે છે. તેમાં બ્રહ્મદત્ત કુમારની માતા ચુલની રાણી દીઘરાજામાં વિષયાસક્ત બની છે. વિષયને આધીન બનેલા આત્મા સારાસારને વિવેક ભૂલી જાય છે. ચૂલની રાણી દીરાજાને વારવાર એકાંતમાં મળવાનુ' અન્યુ' એટલે દૃષ્ટિ બગડી. કહ્યુ` છે કે એકાંતવાસ, હાંસી મશ્કરી અને અધિક પ્રમાણમાં રસાનું સેવન આ બધા વિષયવાસનાને ઉત્તેજન આપનારા છે. ચારિત્રના લૂંટારા છે. દી`રાજા અને ચુલની રાણીને વિષય વાસનાનેા ભડકો થવાના અધા સાધના મળી ગયા પછી બાકી રહે ખરુ' ? વિષયવાસનામાં અ`ધ બનેલા જીવાની કેવી દશા થાય છે તે બતાવતાં ભગવાન ખેાલ્યા છે કે, भोगा मिसदोस विसन्ने, हिय निस्सेय सबुद्धि वोच्चत्थे * વાહે ય મન્દ્રિ મુદ્દે, વારૂં મલ્જીિયા વ વેરશ્મિ / ઉત્ત અ.૮ ગાથા ૫ જેમ લાળ, લીટ કે ખળખામાં માખી સપડાઈ જાય તેમ કામભોગ રૂપ આમિય (માંસાદિક પદા') વિષે અજ્ઞાની, વિપરીત બુદ્ધિના ધણી ફસાઈ જાય છે. આત્મહિત અને મેાક્ષ માનુ' આરાધન તેને રુચતું નથી. આથી તે ધમ માગમાં પ્રમાદી અને છે. અજ્ઞાની અને મૂખ જીવા કામભોગની ઇન્દ્રજાળમાં ફસાઈને પોતાના આત્મિક ગુણાના નાશ કરે છે. કાદવના કીડા જેમ કાદવમાં મસ્ત રહે છે, તેમ વિષયના કીડો વિષયભોગમાં મસ્ત રહે છે. કપાકના ફળની માફક તેનુ' સેવન કરતા આખરે પસ્તાવું પડે છે. જગતના બધાં ઝેર કરતાં વિષયનું વિષ ભયંકર કોટિનું છે. વિષનું વિષ અંગમાં વ્યાપી ગયા પછી બધા જ મત્રો ત્યાં નાકામિયાબ નીવડે છે. વિષયના વિષચક્રમાં એક વખત ફસાઈ ગયા પછી તેમાંથી બહાર નીકળવુ' મુશ્કેલી ભરેલું બની જાય છે. વિષયના ઝેર ચઢવાથી અતરમાં અંધાપેા વ્યાપી જાય છે. છતી વસ્તુને પણ તે જોઈ શકતા નથી. વિષય વાસનાને વાવટોળ વળતા સાથે વિવેક દૃષ્ટિવિહાણા બનાવે છે, સાધના માર્ગોથી ભ્રષ્ટ બનાવી દે છે. ક્ષણિક સુખની લાલસામાં અનંતકાળનુ દુઃખ વહેારી લેવું એના જેવું ક`બધન બીજું કયું હોઈ શકે ? વિષયાની બીમારી ચિત્તની ખુમારી અને અંતરની અમીરી તને હરી લે છે. એક વખત વિષયાના વિચાર જાગ્યા પછી એ વધતો જાય છે. ઊંઘ અને ભૂખ પણ હરામ અને છે. બધી જ ખીમારીના કદાચ ઉપાયા થાય પણ વિષયની બીમારી મારવાના ઉપાય મળતો નથી. અનાદ્ઘિના કર્મીની ભેખડાને તેાડવા માટે મહાન પુરુષાએ કામભાગને બ્રેડી દીધા છે. આપણા પરપિતા મહાવીર પ્રભુએ પણ ત્રીસ વર્ષની ભરયુવાનીમાં સંસારના
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy