________________
શારદા સિવિલ
૨૫૪ જોઈને શેઠના મનમાં થયું કે નક્કી આ કઈ પ્રભાવશાળી પવિત્ર પુરુષ છે. એના પગલાથી આજે મારે સારો વેપાર થયે છે. ભીમસેનને જતા શેઠને લાગ્યું કે આ તેજસ્વી પુરુષ છે પણ એની મુખમુદ્રા જોતા લાગે છે કે એ કોઈ મોટી ઉપાધિમાં આવી પડે છે. લાવ, હું એને પૂછું ને મારાથી બનતી મદદ કરું, એટલે શેઠે પૂછયું: ભાઈ! તું કોણ છે? કયાંથી આવે છે? આ નગરમાં તારે શા માટે આવવું પડયું છે? મેં તને કદી આ નગરમાં જે નથી, તેથી એમ લાગે છે કે તું કઈ પરદેશી માણસ છે. હવે ભીમસેન આ શેઠને પોતે કોણ છે તે કહેશે, પછી શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ર૬ શ્રાવણ વદ ૨ ને ગુરુવાર
તા. ૯-૮-૭૯ પરમ તત્વના પ્રણેતા અને પરમ પરમાર્થના પુરુષાર્થ દ્વારા જેમણે આત્મિક શુદ્ધિ પ્રાપ્ત કરી છે તેવા ભગવંતના મુખમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. મેહ અને પ્રમાદની ગાઢ નિદ્રામાં સૂતેલા જીવોને વીતરાગ ભગવાન જગાડવા માટે પ્રયત્ન કરીને કહી રહ્યા છે. ઊંધે મત પરથી જન! સંસાર અવીવન, કાયા રૂપી નગરમેં રહે કામ ચોર હૈ” : જે રીતે રાત્રીએ કેઈના ઘરના દરવાજા ખુલ્લા હોય તે તરત ચોકીદાર તેને બૂમ પાડીને દરવાજા બંધ કરવાની અને સજાગ રહેવાની ચેતવણી આપે છે તે રીતે જ્ઞાની પુરુષે ચેતવણી આપે છે કે, દેવાનુપ્રિય ! મેહનિદ્રામાં કયાં સુધી સૂઈ રહેશે? હવે તે જાગ, રાગ-દ્વેષ, કષાય, મદ આદિ અનેક ચેર તારા આંતરમાનસના ખુલ્લા દરવાજા તરફ તાકીતાકીને ઊભા છે. જે તું અસાવધાન રહીશ તે બરાબર મેકે મેળવીને એ દુષ્ટ લૂંટારા તારું આત્મિક ધન ચેરી જશે, માટે હવે ઊંઘમાંથી જાગૃત થા. આ સંસાર એક ભયાનક અટવી છે. અનંતકાળથી એમાં ભટકતા ઘણું પુણ્યદયે જીવે માનવ શરીર રૂપી નગરને પ્રાપ્ત કર્યું છે. જો કે એનું જવાનું સ્થાન મેક્ષ તે હજુ ઘણું દૂર છે અને આત્માને ત્યાં પહોંચવાની અભિલાષા છે. પરંતુ મહાયાત્રા કરતે કરતે આવેલો હોવાથી થાકી જવાથી આ સુવિધાજનક પડાવ પર આવીને સૂઈ ગયે છે. સૂતે તે એ સૂતે છે કે પ્રમાદને કારણે ઊડવાનું નામ લેતા નથી. આત્મા એ ભૂલી ગયો છે કે આ કાયા નગરીમાં કામ, ક્રોધ, લોભ અને વિષયભોગ આદિ અનેક ઠગાર છે. જે પ્રતિ ક્ષણ આત્મધન લુંટવા માટે આજુબાજુ ઘૂમી રહ્યા છે. આપણે જોઈએ છીએ કે જે મિથ્યાત્વના અંધારામાં મેહનિદ્રાને વશ થઈને સજાગ નથી રહેતું તેનું સમ્યક્દર્શન, સમ્યક્જ્ઞાન અને સમ્યફ ચારિત્ર રૂપી અમૂલ્ય ધન કષાય આદિ ઠગ અને વાસનારૂપી ઠગારીઓ ચોરી લે છે. પરિણામે આત્મા મેક્ષ મંજિલે પહોંચાડનારી