SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૫ - શારદા સિદ્ધિ થયો? હાય..હાય...આ બધું મારાથી કેમ સહન થશે? એમ કહીને રડે છે, ઝરે છે, ગભરાઈ જાય છે, આકુળ વ્યાકુળ થાય છે. ત્યારે જ્ઞાની તો સમભાવથી વેદે છે. જે કર્મ ઉદયમાં આવ્યું તેને હોય...હોય કરીને પણ ભેગાવવાનું છે ને હાય હાય કરીને પણ ભોગવવાનું છે. હોય..હાય કરીને ભોગવનાર જ્ઞાની આત્માઓ કર્મને ખપાવે છે ને હાય... હાય કરીને ભેગવનાર અજ્ઞાની છે નવાં કર્મો બાંધે છે, માટે જે તમારે જલદી કર્મોને ક્ષય કરવું હોય તો જ્ઞાની આત્માઓને સંગ કરો. જ્ઞાની કરે એવી વાત, સંસારને મારે લાતા ઘાતી કમની કરે ઘાત, તો આત્માને બનાવે ઉન્નત, છે જ્ઞાની પુરુષેની વાત કેવી હોય તે જાણે છે? એ તો એક જ વાત સમજાવશે કે આત્મા કર્મબંધનથી કેવી રીતે મુક્ત થાય? જીવ કેવી રીતે કર્મો બાંધે છે? કર્મોનું સ્વરૂપ શું છે? કર્મો આત્માને કેટલા હેરાન કરે છે અને ધર્મ આત્માને કેટલો લાભદાયી છે. આવી બધી વાતો કરીને પાસે આવનાર વ્યક્તિને ત્યાગને માર્ગ સમજાવે છે. જે હળુકમી જીવ હોય તો સંતોની વાત એના અંતરમાં ઊતરી જાય એટલે સંસારને લાત મારીને નીકળી જાય. જે મનુષ્ય જ્ઞાની પુરુષોને સંગ કરીને સંસારને લાત મારીને નીકળી જાય છે તે આત્મા અપ્રમત્ત બનીને સદા કર્મ સામે જંગ ખેલવામાં જાગૃત રહે છે એટલે અનુક્રમે કર્મોને ક્ષય થતાં ચાર ઘાતી કર્મોને ક્ષય કરે છે. ઘાતી કર્મો કોને કહેવાય? જે આત્માના જ્ઞાનાદિ ગુણો ઉપર ઘા કરે તેને ઘાતી કર્મ કહેવાય. ઘાતી કર્મો આત્માને અનાદિ કાળથી હેરાન પરેશાન કરી રહ્યા છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર કર્મો ઉપર જેણે વિજય મેળવ્યો એ કર્મના જગને જીતી ગયા. ઘાતી કર્મોની ઘાત થાય એટલે આત્માની મલિનતા દૂર થાય, અને આત્મામાં કેવળજ્ઞાનની ઝળહળતી તિ પ્રગટે છે. આપણું પરમ પિતા ભગવાન મહાવીર સ્વામીએ ઘાતી કર્મો ઉપર વિજય કરી કેવળજ્ઞાનની જ્યોત પ્રગટ કરી, ત્યાર પછી જ જગતના જીવને ઉપદેશ આપે છે, એવા ભગવાનની વાણી ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનની વાત ચાલે છે. સંભૂતિ મુનિને જીવ દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને કાંપિલ્યપુર નગરમાં બ્રહ્મરાજાની ચલણી નામની રાણીની કક્ષામાં ઉત્પન્ન થયે. ગર્ભની સ્થિતિ પૂર્ણ થતાં એને જન્મ થ. એ ગર્ભમાં આવ્યો ત્યારે માતાએ ચૌદ સ્વપ્ન જોયેલાં, એટલે તેમને ખબર છે કે આ પુત્ર ભવિષ્યમાં ચક્રવર્તિ બનશે. બ્રહ્મરાજાએ પુત્રના જન્મ મહોત્સવની ખુશાલીમાં જેલમાં પૂરેલા બંદીવાનેને મુક્ત કર્યા. રાજકુળમાં રાજપુત્રને જન્મ થાય છે ત્યારે જન્મટીપની સજાવાળા જેલીઓને પણ મુક્તિ મળે છે. જ્યારે તીર્થંકર પ્રભુને જન્મ થાય છે ત્યારે નરકમાં પ્રકાશ પ્રકાશ પથરાઈ જાય છે અને બે ઘડી માટે મારકૂટ બંધ થઈ જાય છે. જ્યાં આંખના પલકારા જેટલો સમય પણ મારકૂટ બંધ થતી નથી શા. ૨૯
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy