SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ શારદા સિદ્ધિ નથી. રાજા બન્યા પછી હરિસેન સુરસુંદરી પાસે જઈને કહે છે, દેખ, મારું તેજ કેવું છે? તું એક જ દિવસમાં મહારાણી બની ગઈ ને? ત્યારે રાણી કહે છે, આજે મારા મનેરથે પૂરા થયા. એના આનંદને પાર નથી. હવે ભીમસેનનું જંગલમાં શું થયું તેના ભાવ અવસરે. વ્યાખ્યાન ન. ૨૩ શ્રાવણ સુદ ૧૪ ને સેમવાર તા. ૬-૮-૭૯ અનંતજ્ઞાની મહાન પુરુષોએ જગતના જીન એકાંત હિત અને કલ્યાણ માટે આગમવાણી પ્રકાશી છે. એ વાણીનું એક જ વખત શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવાથી જીવ કર્મબંધનના ત્રાસથી મુક્ત બને છે. ચંદનવૃક્ષને ફરતાં અનેક ઝેરી સર્પો વીટળાયેલા હોય છે પણ મેરના એક જ ટહુકારથી અનેક સર્વે પળવારમાં પલાયન થઈ જાય છે, તેમ આપણે આત્મા પણ અપેક્ષાએ ચંદન વૃક્ષ જેવો છે. તેના ઉપર કર્મરૂપી અનેક ઝેરી સર્પો વીંટળાયેલા છે પણ વીરવાણીરૂપી મેરના એક જ ટહુકારે કર્ણોરૂપી સર્પો પલાયન થઈ જાય છે. આત્મ ચંદન પર કમ સપનું, નાથ અતિશય જે, દૂર કરવા તે દુછોને, આપ પધારે માર..આવે, આવો. છે. જે મનુષ્યના અંતર સુધી વીતરાગ વાણીને ટહુકારે પહોંચે છે તેના સંસારના ઝેર ઊતરી જાય છે. તે એમ વિચારે છે કે અનાદિકાળથી પરને સ્વ માનીને હું ચતુર્ગતિ સંસારમાં ઘણું ભટક્ય પણ સાચું સુખ પામી શક્યો નહિ. સાચું સુખ પ્રાપ્ત કરવા માટે હવે સત્સંગ કરવાની ઘણી જરૂર છે. જ્ઞાની પુરુષને સંગ એ જ સાચે સત્સંગ છે. સત્સંગ આત્માને ભવસાગરથી તારનાર છે અને કુસંગ જીવને ભવભવમાં મારનાર છે. જીવન તો જ્ઞાનીનું વ્યતીત થાય છે ને અજ્ઞાનીનું પણ વ્યતીત થાય છે પણ બંનેમાં ફરક છે. ફરક શું છે એ તમે જાણે છે? જ્ઞાનીઓ દુઃખને શોધે છે. અજ્ઞાની સુખને શોધે છે. જ્ઞાની સુખદુઃખમાં કર્મનિર્ભર કરે છે, અજ્ઞાની સુખ-દુઃખમાં કર્મબંધ કરે છે, જ્ઞાની સ્વેચ્છાએ દુઃખ સહન કરે છે, અજ્ઞાની અનિચ્છાએ દુઃખ સહન કરે છે. જ્ઞાની પાપને ધિક્કારે છે, અજ્ઞાની પાપીને ધિક્કારે છે. અજ્ઞાની પતે સુખી થઈ બીજાને દુઃખી બનાવે છે. જ્ઞાની પતે દુઃખી થઈ બીજાને સુખી બનાવે છે. જ્ઞાનીએ ઇન્દ્રિયને ગુલામ બનાવી છે. અજ્ઞાનીને ઈન્દ્રિએ ગુલામ બનાવ્યું છે. જ્ઞાની જડના રાગને દુઃખનું કારણ માને છે અજ્ઞાની જડના રાગને સુખનું કારણ માને છે. જ્ઞાનીની સાધનામાં પરમાર્થ હોય છે, અજ્ઞાનીની સાધનામાં સ્વાર્થ હોય છે. જ્ઞાની આત્માને જ્યારે અશુભ કર્મને ઉદય થાય ત્યારે એ ખૂબ સમતા રાખે છે. એ કહે છે કે મેં પૂર્વભવમાં કર્મો બાંધ્યાં છે તે મને ઉદયમાં આવ્યા છે. એ તો હોય..એમાં નવાઈ છે! ખુદ તીર્થંકર પ્રભુને પણ જ્યારે કર્મોએ છેડયાં નથી તે મારા જેવા સામાન્ય જીવની તો શું વાત કરવી? જ્યારે અજ્ઞાની છે અશુભ કર્મને ઉદય થાય ત્યારે શું કહે છે, હાય.હાય. આ દુઃખ મને ક્યાંથી આવ્યું? આ રેગ મને કયાંથી
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy