________________
શારદા સિદ્ધિ
૨૧૩ આ તરફ ચુલની રાણીના આનંદને પાર નથી. અહો! હું તે માંડલિક રાજાની નહિ, બલદેવની કે વાસુદેવની નહિ પણ ચક્રવતિની માતા બનીશ. ચક્રવર્તિની માતા બનવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. આજે મારે જન્મારો સફળ બની ગયો. એમ હર્ષમાં આવી ગઈ. જ્ઞાની ભગવતે કહે છે કે કર્મની લીલા કંઈ ઓર છે. માણસ ધારે છે કંઈ ને બને છે કંઈ ગમે તેટલો હોશિયાર માણસ હોય પણ કર્મરાજાની કરામત આગળ હોશિયાર માણસની તીક્ષ્ણ બુદ્ધિ પણ બુઠ્ઠી બની જાય છે. કર્મરાજા મનુષ્યને ઘડીકમાં ઊંચે ચઢાવી દે છે ને ઘડીકમાં ઊંચે ચઢેલાને નીચે પછાડી દે છે, માટે આજે સુખમાં આનંદ માન ને કાલે દુઃખ આવે ત્યારે શેક કરે વૃથા છે.
બંધુઓ! જીવનને પંથ કંટક અને સંકટથી ભરેલો છે. કર્મરાજાની વિચિત્રતાને કારણે આપણે આત્મા અનાદિ અનંતકાળથી વિષય કષાયના વિષથી પોષાઈ રહ્યો છે તેથી આત્માનું અમરત્વ અને સ્વસ્વરૂપ ભૂલાઈ ગયું છે. આત્મા અનંત શક્તિને સ્વામી હોવા છતાં પામરથી પણ પામર બની રહ્યો છે. પર પુદ્ગલોના પ્રેમમાં પાવર બની રાશીના ચક્કર લગાવી રહ્યો છે. આ બધી કર્મરાજાની લીલા છે. એક કવિએ પણ
રંક બને કેઈ રાય બને છે, જેવી જેની કરણી, નાના મેટા સહુને માટે, સુખ દુઃખની નિસરણી,
કર્મ પ્રમાણે પ્રાણીમાત્રને, સુખ દુઃખને આધાર છે. સુખ દુઃખ એ તે એક સિકકાની બે બાજુ છે. તડકો ને છાંયડો છે. કર્મ પ્રમાણે સુખ દુઃખ મળે છે. કર્મની આ રમત છે, માટે કહ્યું છે કે,
“સુખ દુઃખની ચિંતા ન કરે, વે હી આતે જાતે હૈ
ફૂલ સદા કાંટો મેં ખીલતે, સેજ પર મૂરઝાતે હૈ ” સુખ દુઃખની ઘટમાળ હરહંમેશ ચાલ્યા કરે છે. કાંટાની વેદનાને સતત અનુભવ હોવા છતાં ફૂલ સદા ખીલેલું રહે છે. જ્યારે કાંટાથી છૂટા પડેલા ફૂલને પલંગ પર બિછાવવામાં આવે તે ઘડી બે ઘડીમાં એ કરમાઈ જાય છે.
સતત સહે કંટક છતાં, પુષ્પ પ્રસારે સુવાસ,
રહીને તું સુખ ચૈનમાં, કાં સરજે વિનાશ? ગુલાબનું ફૂલ સદા કાંટાથી ઘેરાયેલું રહીને કંટકની વેદના સહન કરે છે છતાં બીજાને તે સુવાસ જ આપે છે ત્યારે આજને માનવી તે સુખમાં મશગૂલ રહીને પણ બીજાનું અહિત કરે છે. જે મનુષ્ય કર્મને ગુલામ બનતું નથી તે કર્મના કરજથી મુક્ત બની આત્મિક સુખને અપૂર્વ આનંદ પ્રાપ્ત કરી શકે છે. કર્મરાજા જીવને કેવા ખેલ કરાવે છે ને કયાં સુખમાંથી દુઃખમાં લઈ જાય છે તે ઉપર એક બનેલી કહાનીઃ
એક સામાન્ય કુટુંબ હતું. તેમાં પતિ-પત્ની અને બે દીકરા. આ ચાર માણસનું