SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ શારદા સિદ્ધિ બંધુઓ! મહાન પુણ્ય કર્યા હોય ત્યારે ચક્રવતિની પદવી પ્રાપ્ત થાય છે. ચક્રવતિ જન્મે ત્યારથી કંઈ ચક્રવર્તિ બની જતું નથી, પણ જ્યારે તેમને ચૌદ રત્ન અને નવ નિધિ પ્રાપ્ત થાય પછી છ ખંડનું રાજ્ય મેળવે ત્યારે ચક્રવર્તિ બને છે. પિતાના પૂર્વભવના સંચિત પુણ્યના ઉદયથી ચક્રવતિ બને છે. તે છ ખંડના રાજ્યની આસક્તિ છેડી શકે છે, પણ જે નિયાણું કરીને ચક્રવતિ પદ પામે છે તે છેડી શકતા નથી. બાર ચક્રવર્તિમાં આઠમાં સુભૂમ ચક્રવતિ તૃષ્ણાને ન જીતી શકયા. તે સાત ખંડ સાધવા જતા મરણ પામ્યા અને મરીને નરકે ગયા, બ્રહ્મદત્ત ચક્રવતિ નરકે ગયા. સનતકુમાર ચક્રવતિ અને મઘવા ચક્રવતિ ત્રીજે દેવલોકે ગયા ને બાકીના આઠ ચક્રવતિ મેક્ષમાં ગયા છે. બ્રહ્મદત્ત ચક્રવતિએ આગલા ભવમાં ઘણું અઘેર સાધના કરી પણ એક સુંવાળા સ્પર્શમાં લપેટાઈને અમૂલ્ય સાધનાના ચંદનવનમાં નિદાનશલ્ય રૂપી અંગારે ચાંપી દીધે એટલે બધી સાધનાના ફળરૂપે એક ચક્રવતિનું પદ પ્રાપ્ત કર્યું પણ એ સુખ ભોગવ્યા પછી એનું પરિણામ તે નરક જ ને? આટલા માટે ભગવાન કહે છે કે, હું આત્મા ! તું તારાથી જે થાય તે ધર્મક્રિયાઓ કર પણ એમાં સંસાર સુખની બિલકુલ આકાંક્ષા ન રાખીશ. આકાંક્ષા રાખીશ તે તારી ધર્મક્રિયાનું મહાન ફળ લૂંટાઈ જશે. સંભૂતિમુનિએ ચિત્તમુનિની શિખામણ માની નહિ. બંને મુનિ કાળ કરીને દેવલોકમાં ગયા. પાંચ ભવ સુધી બંને સાથે રહ્યા. છઠ્ઠા ભવે બંને જુદા પડયા. જુદા કેમ પડયા? તપ સંયમની સાધના તે બંનેએ સરખી કરી પણ સંભૂતિ મુનિએ નિયાણું કર્યું તેથી જુદા પડયા. સંભૂતિ મુનિને જીવ કાંપિલ્યપુર નગરમાં બ્રહ્મરાજાની ચુલની રાણીની કુક્ષીમાં પદ્મગુલ્મ નામના વિમાનમાંથી ચવીને ઉત્પન્ન થયા ત્યારે ચુલની રાણીએ ચૌદ સ્વપ્ન જોયાં. તીર્થંકર પ્રભુની માતા પણ ચૌદ સ્વપ્ના દેખે છે. એ જ સ્વપ્ના ચક્રવતિની માતા દેખે છે, પણ બંનેમાં ફરક એટલો છે કે તીર્થંકર પ્રભુની માતા ચૌદ સ્વને સ્પષ્ટ દેખે છે ને ચક્રવતિની માતા ઝાંખા દેખે છે. ચુલની રાણીએ કંઈક ઊંઘતા ને કંઈક જાગતા એવી અવસ્થામાં ચૌદ સ્વપ્ન જોયાં. જેઈને સુખશય્યામાંથી જાગૃત થઈને પિતાના પતિ બ્રહ્મરાજ પાસે આવી જે સ્વપ્ન આવ્યાં હતાં તે બધી વાત કરી. સ્વપ્નની વાત સાંભળીને બ્રહ્મરાજા પણ હર્ષિત થયા અને કહ્યું છે, રાણી! તમે ભાગ્યવાન છે. તમારી કુક્ષીએ ચક્રવતિને જન્મ થશે. આ પ્રમાણે કહ્યું એટલે ચુલની રાણીને ખૂબ આનંદ થશે. વધુ ખાતરી કરવા બ્રહ્મરાજાએ સ્વપ્ન પાઠકને તેડાવીને સ્વપ્નનું ફળ પૂછયું. તેમણે પણ એ જ જવાબ આપે કે મહારાણીએ ચૌદ સ્વપ્ન જોયાં છે તે શુભ છે, મંગલકારી છે. એનું ફળ જોતા લાગે છે કે મહારાણીની કુક્ષીએ ચકવતિને જન્મ થશે. આ મંગલ વધામણું સાંભળી રાજારાણી ખુશ થયા ને સ્વપ્ન પાઠકોને ખૂબ દાન આપી ખુશ કરીને વિદાય કર્યા.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy