SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ શારદા સિદ્ધિ ધ્યાનની એકાગ્રતા કેમ તુટી એ બધી વાત નામદેવે એની માતાને વિસ્તારપૂર્વક કહી સંભળાવીને સંત બનવાની આજ્ઞા માંગી. માતાએ એને આજ્ઞા આપી અને અંતરના આશીર્વાદ આપતી બોલી : બેટા નામદેવ ! જેમ સ૫ કાંચળીને છોડીને જાય તેમ તું સંસાર વાસનાને છોડતે જજે. તારું કલ્યાણ થાઓ. હવે મને સંતોષ થશે, હવે હું એમ માનીશ કે નામદેવ મારા પેટે કુલદીપક પાકે ત્યારે નામદેવે માતાના ચરણમાં પડીને કહ્યું, મા ! આ શેતાનનું જીવન છેડીને સંતના માર્ગે લઈ જનાર હોય તે તારી એક નાનકડી પ્રતિજ્ઞા છે. તારી પ્રતિજ્ઞાના પ્રભાવે ભાલાધારી ડાકુ નામદેવ માલાધારી સંત બનવા જાય છે. માતાએ એને ફરીને અંતરના આશીર્વાદ આપીને કહ્યું કે બેટા ! સંયમના પથે સુખેથી સિધા. શિવાજો પરંતુ ઘણાન: ” આટલું બોલતાં માતાની આંખમાં આંસુ વહેવા લાગ્યા. આજે એને પુત્ર પ્રેમ આંસુવાટે ઊભરાઈને બહાર આવ્યો. એ આંસુના ટીપાને નામદેવે ગંગાજળ માનીને મસ્તકે ચઢાવ્યા અને વાસનાના વમળમાંથી બહાર નીકળી ઉપાસનાની ઊર્વ કેડીએ કદમ ઊઠાવ્યા, અને ભાલાધારી ડાકુ મટીને માલધારી સંત બનેલા નામદેવ પોતે જ “સંત નામદેવ” તરીકે જગતમાં પ્રસિદ્ધિ પામ્યા. ટૂંકમાં, આપણે આ દષ્ટાંતથી એક જ વાત સમજવી છે કે માનવ માત્ર ભૂલને મિત્ર છે પણ જ્યારે પિતાની ભૂલ સમજાય છે ત્યારે તેની સાન કેવી ઠેકાણે આવી જાય • છે. નામદેવ કે ડાકુ હતો પણ માતાએ આપેલી પ્રતિજ્ઞાના અણીશુદ્ધ પાલનથી એ કે ઠેકાણે આવી ગયો. પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવા સંત બની ગયો. સમય થઈ ગયે છે. ડીવાર ચરિત્ર લઈએ. ન ચરિત્ર :- ભીમસેન રાજા, સુશીલા રાણું અને તેમના બંને બાલુડાંઓ જંગલના ત્રાસ વેઠતા પંથ કાપી રહ્યા છે. દેવસેન અને કેતુસેન બંને ખૂબ થાકી ગયા. હવે ચાલી શકતા નથી. એટલે કહે છે, બા ! અમને બહુ ભૂખ લાગી છે. હવે ચલાતું નથી. એમ કહીને ખૂબ રડવા લાગ્યા એટલે બંનેને સમજાવીને કહે છે, બેટા! હમણાં ખાવાનું મળશે. એમ કહીને દેવસેનને ભીમસેને ઊંચકી લીધે અને નાના કેતુસેનને સુશીલાએ તેડી લીધે. આ બંને બાલુડાંને તેડીને રાજા-રાણું બિચારા અથડાતાં ને ઠોકરો ખાતાં ધીમે ધીમે ચાલવા લાગ્યા. રાણી અને આ બાળકો જંગલના ભયથી ધ્રૂજી ઊઠયા હતા. કયારેક તો એમના મુખમાંથી વેદના અને ડરથી ચીસ નીકળી જતી હતી ત્યારે ભીમસેન એમને સમજાવતે કે, બેટા ! આ જંગલમાં આપણે ખૂબ સાવધાનીથી જવાય, આપણુ અવાજથી જે કોઈ હિંસક પશુને આપણે ગંધ આવશે તે તેઓ આપણને જીવતા નહિ છેડે, માટે બધા દુઃખને મૌનપણે સહન કરીને નવકારમંત્રનું સ્મરણ કરતાં કરતાં આ જંગલને પસાર કરે. નવકારમંત્રને મહિમા અપાર છે. નવકારમંત્રને જપના ભવસિબ્ધ તરી જાય છે તે શું આપણે આ અવી પાર નહિ કરી શકીએ ?
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy