SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૨૦૭ મારા પૂર્વભવના કોઈ પાપ કર્માયે મને નિરાધાર બનાવી છે, મારા દીકરાને નમા બનાવ્યે છે, પણ હવે હુ· કોઈ મા બાપને નપુત્રિયા બનાવીને મારા પાપકને પ્રબળ બનાવવા ઈચ્છતી નથી, * બેટા ! હુ' તને ક્ષમા આપું છું. તારા જેવા નામાંકિત ડાકુને શિખામણ દેવાના મને અધિકાર નથી, છતાં તે મને માતા માની છે એટલે કહુ' ', “બેટા ! હવે આજથી હત્યાની આ હાળી મુઝવી દઈ ને દયાની દિવાળી પ્રગટાવજે અને મહાપુણ્યે માનવદેહ મળ્યા છે તેનાથી નવી કમાણી ન થાય તેા હજી બહુ વાંધા નહિ પણ ગતજન્મની કમાણીને ધુળધાણી તા ન કરતા.” આ પ્રમાણે કહીને પેલી દુઃખિયારી બાઈ પાતાના રડતા બાળકને તેડીને ચાલતી થઈ ગઈ, પણ નામદેવના અંતરમાં પાતે કરેલા પાપના વલોપાતના વલોણાં ઘમ્મર ઘમ્મર ઘૂમવા લાગ્યા. 'દિરમાં વાતાવરણ શાંત હતું. ફરીથી તે ધ્યાન ધરવા બેઠા પણ ચિત્ત એકાગ્ર ન જ થયુ એટલે એની પ્રતિજ્ઞાનેા લગ થયા. હવે એના અંતરમાં વિચારાનું વેગીલુ વાવાઝોડુ' પાપકર્માંનાં દુ:ખની વેદનાનાં વાદળાને ખે'ચી લાવ્યુ` હતુ'. અંતરમાં પાપના પશ્ચાત્તાપના પાવક જલવા લાગ્યા. ભગવાન સામે જોઈને આંખમાં આંસુ સારતા ખાલે છે હે ભગવાન ! મારા ચિત્તની, લોહિયાળ ચાદરને ધાવા માટે આ પૃથ્વીના પટ ઉપર કેાઈ પાણી હશે ખરુ? મે પાપીએ કેટલા લોકોની પ્રાણસમી વહાલી લક્ષ્મી લૂટી ? કેટલી સૌભાગ્યવ’તી સુંદરીઓનાં સૌભાગ્યક કણ મે' તાડાખ્યાં! મારી આ તીક્ષ્ણ તલવારે કેટલાય પુત્રાને નબાપા બનાવ્યા ને કેટલા માતાપિતાને અપુત્રિયા બનાવ્યા! ધિક્કાર છે મારા પાપી જીવનને! હવે તો આ પાપના તતના અંત લાવવા માટે મારે સંત બન્યા વિના ખીજો કાઈ માગ નથી. મારી માતાનુ ભલુ થજો કે એણે મને પ્રભુનુ યાન કરવાની પ્રતિજ્ઞા આપી. આ પ્રતિજ્ઞાએ મને પાપથી બચાવી લીધા, અને સયમની સહામણી સૃષ્ટિના મા મતાન્યેા. વાલિયા લૂંટારાને નારદઋષિના સમાગમ થતાં એ વાલિયા લૂંટારામાંથી વાલ્મિકી ઋષિ બન્યા. રાજના સાત જીવાની ઘાત કરનારા અર્જુનમાળી ભગવાનના ભેટો થતાં સાધુ બની ગયા અને નામદેવ એની માતાએ આપેલી પ્રતિજ્ઞાના પ્રભાવે નામથી દેવ હવે કામથી દેવ ખની ગયા. એણે મનથી નક્કી કરી લીધુ કે બસ, આ શેતાનના જીવનને આજથી સો સો સલામ. હું હવે ભાલાધારી ખૂની નહિ પણ માલાધારી મુનિ ! અ'તરમાં જલતા પશ્ચાત્તાપના પાવકને બૂઝાવી નામદેવ એની માતા પાસે આવ્યો ને નમ્રતાપૂર્વક ગદ્ગદ્ કઠે કહે છે, મા! તારી આપેલી પ્રતિજ્ઞાના આજે મારાથી ભંગ થયેા છે. પ્રતિજ્ઞા ભંગનું પ્રાયશ્ચિત કરવા આ તારા દીકરા સત થઈ જાય તા તુ' રાજી છે ને ? તારી મને આજ્ઞા છે ને ? આજે મારી એકાગ્રતા તૂટી ગઈ છે. એના પ્રાયશ્ચિત માટે મે' સત થવાના નક્કર નિર્ધાર કર્યા છે.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy