SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૧૭ ભૂલ્યા હતા ને ફોધાવેશમાં આવીને તેજુલેશ્યાને પ્રયોગ કર્યો હતે. ચિત્તમુનિના સમજાવવાથી ક્રોધ શાંત થયો ને તેજુલેશ્યાનું હરણ કરી લીધું ને સંથારે કર્યો, ત્યાં પાછા આ સ્ત્રીરત્ન સુનંદાના વાળને સ્પર્શ થતાં સંભૂતિ મુનિનું મન એ તરફ ઢળ્યું. મનમાં થયું, કેવું સુંદર રૂપ છે ! કેવું સૌંદર્ય છે ! એના કેશરાશિના સ્પર્શ માત્રમાં પણ આટલે બધે સુખાનુભવ થશે તો આવી સ્ત્રી મળે તે એ સુખની તે વાત જ શી કરવી ? સંભૂતિ મુનિના મનમાં આવા ભાવ આવ્યા એટલે તેઓ નિયાણું કરવા તૈયાર થયા. તેમના મુખ ઉપરના તરવરતા ભાવને જોઈને ચિત્ત મુનિ સમજી ગયા. બંધુઓ ! મનુષ્યનું મુખ એ કેમેરે છે. કેમેરે મનુષ્યની જેવી મુખાકૃતિ હોય તેવી ઝડપી લે છે, તેમ માણસના મુખ ઉપરથી એના મનના ભાવે જાણી શકાય છે. તે રીતે ચિત્તમુનિએ સંભૂતિ મુનિના હદયના ભાવને જાણુને વિચાર કર્યો કે અહાહા.. મહરાજાની દુર્જયતા કેવી છે અને ઈન્દ્રિયની કેવી નિબળતા છે કે જેની પ્રબળતાથી સદા તપ અને સંયમમાં રમણતા કરનારા એવા આ મારા ભાઈ સંભૂતિમુનિ કે જેઓ જિનવચનના રહસ્યના જ્ઞાતા છે તેઓ આ ચક્રવતિના સ્ત્રીરત્નના કેશરાશિના સ્પર્શથી નિયાણું કરવા તરફ ઝૂકવાની તૈયારી કરી રહ્યા છે. નિયાણું કરીને તે એમના આત્માનું અહિત કરશે, માટે મારે એમને ચેતવવા જોઈએ. હવે ચિત્ત મુનિ એમને કેવી રીતે, સમજાવશે તેના ભાવ અવસરે. ચરિત્ર: “રાજમહેલને છેડતા રાજા રાણ-શેદ દાસી ભીમસેન રાજાને કહે છે હવે તમે જલદી આ રાજમહેલ છોડી દે. નહિતર મોટી મુશ્કેલીમાં આવી જશે. રાણીનું હૈયું હાથ રહેતું નથી. નાનાં બે બાલુડાં સામે નજર કરે છે ને રડે છે. માતાને રડતી જોઈને બાળકો પણ રડવા લાગે છે. ભીમસેન રાજાએ હિંમત કરીને તિજોરીમાંથી બહ મૂલ્યવાન રત્ન, મેતી વગેરે ઝવેરાતની એક પોટલી બાંધી. અમુક શસ્ત્રો લીધા. બબે જોડી વસ્ત્રો લીધાં. આ બધું તૈયાર કરીને બહાર દષ્ટિ કરે છે તે હરિસેનનું સૈન્ય સજજ બનીને ખુલ્લી તલવારે ચોકી કરે છે. આ જોઈને ભીમસેન રાજા ગળગળા થઈને યશદાને કહે છે જીવ બચાવવા ગમે તેમ કરીને નાસી છૂટવું છે પણ જવું કેવી રીતે ? મહેલની ચારે તરફ સૈનિકે ગોઠવાઈ ગયા છે. હાથે કરીને મોતને ભેટવા જવું તેના કરતાં મોત આવશે ત્યારે જોયું જશે. યશોદા ગંભીર હતી. એણે કહ્યું, મહારાજા ! તમે ગભરાઓ નહિ, ચિંતા ન કર. મને મહેલના ગુપ્ત માર્ગની ખબર છે. હે મહારાજા ! તમે બધા મારી પાછળ પાછળ ચાલ્યા આવે. આપણા મહેલમાંથી એક ગુપ્ત સુરંગ છે. એ સુરંગના માર્ગેથી તમે જલદી બહાર નીકળી જશે અને સવાર સુધીમાં તે તમે આ નગરીથી ઘણે દૂર જંગલમાં જશે તેની કોઈને ખબર પણ નહિ પડે. યશોદાની વાત સાંભળીને રાજા રણુ બંને બાળકોને લઈને ઝડપભેર તૈયાર થઈ ગયા. સાથે હીરા, મોતી અને સોનામહોરોની પોટલી, કપડાં અને શસ્ત્રો વગેરે લઈને
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy