SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૧૮ કદાચ કઈ પ્રભાવક અતિશયના બળથી મસ્તકથી પર્વતને ભેદે, મંત્રાદિ કઈ પ્રગથી કોપેલો સિંહ એનું ભક્ષણ ન કરે એ જ રીતે પ્રગથી ભાલારૂપ શસ્ત્રની અણી ઉપર પગથી પ્રહાર કરવા છતાં પગ ભેદાય નહિ એ રીતે ગુરૂની અશાતના કરવાથી મોક્ષ પામે જ નહિ. સનત્કુમાર ચક્રવતિને થયું કે કોઈ અજ્ઞાન માણસે સાધુની અશાતના કરી છે માટે તેમના કપાનલથી આ પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. આ ઉપદ્રવથી બચવું મુશ્કેલ છે છતાં ત્યાં જઈને મુનિરાજની પાસે ક્ષમા માંગીએ તે કદાચ બચી શકાય. આમ વિચાર કરી સનતકુમાર ચકવતિ ઘણું નગરજનો સાથે ઉદ્યાનમાં મુનિરાજે પાસે આવ્યા. મુનિઓને વંદન કરી જે મુનિના મુખમાંથી ધુમાડાના ગોટા નીકળતા હતા તેમની પાસે આવીને વિનયપૂર્વક તેમને શાંત કરવા માટે વિનવતા કહે છે “શોધ પ્રમો સંદર સંદર” હે પ્રભુ! આપ આ ક્રોધાનલને શાંત કરે ને તેજુલેશ્યાનું સંહરણ કરી લો. આ સમયે ચિત્ત મુનિ પણ એમને ક્રોધ શાંત કરી તેજુલેશ્યા પાછી ખેંચી લેવા સમજાવી રહ્યા હતા ત્યાં સનતકુમાર ચક્રવતિ આગળ આવી હાથ જોડીને કહે છે તે ભગવંત! અમારા સઘળા અપરાધને ક્ષમા કરે ને આપ આ ક્રોધાનલને શાંત કરશે, કારણ કે સાધુપુરૂષો સદા ક્ષમાભૂષણ હોય છે. સત્કાર સન્માન કરનાર પર જેમ પ્રસન્ન રહે છે તેમ તિરસ્કાર કરનાર, ઉપસર્ગ આપનાર પર પણ પ્રસન્ન રહે છે. કદી કોપાયમાન થતા નથી. જુઓ, આપને કેપાલથી સઘળા હસ્તિનાપુરવાસીઓ દાઝી રહ્યા છે. આપ તેમના ઉપર દયા લાવીને એમની રક્ષા કરે. એમના સમસ્ત અપરાધોની ક્ષમા આપ આ પ્રકારે સનત્કુમાર ચક્રવતિએ અને જનતાએ ખૂબ વિનંતી કરી. એમને પ્રસન્ન કરવા માટે ખૂબ પ્રયાસો કર્યા પણ કઈ રીતે સંભૂતિમુનિ પ્રસન ન થયા ત્યારે ચિત્તમુનિએ ફરીથી સંભૂતિમુનિને કહ્યું હે મુનિ ! આપ આ શું કરી રહ્યા છે? શું આપને ખબર નથી કે આ કોપાનલ ચારિત્રરૂપી ચંદનવનને ક્ષણવારમાં બાળીને ભસ્મ કરનાર છે. તમે જરા સમજો ને ક્રોધ શાંત કરો. જ્ઞાની પુરૂષોએ શું કહ્યું છે સાંભળે. "देशानपूर्व कोटया यदर्जीतं भवति विमल चारित्रम् । . तदपि हि कषाय कलुषा, हारयति मुनि मुहुर्तेन ॥ यथा वनदेवो वनं शीघ्र, प्रज्वाल्य क्षणेन निर्दहति । एवं कषाय परिणतो , जीवस्तप : संयमं दहति ॥ મુનિ દેશોનપૂર્વકેટી એટલે એક ક્રોડપૂર્વમાં કંઈક ઓછું એટલું ચારિત્ર ઉપાર્જિત કરે છે. એ સમસ્ત ચારિત્રને તે મુનિ ક્રોધના આવેશમાં આવીને એક મુહુર્ત માત્રમાં નાશ કરી બેસે છે. જેવી રીતે દાવાનળ જોતજોતામાં આખા જંગલને બાળીને ખાખ કરી નાખે છે. એવી રીતે કષાય પરિણત જીવ પણ તપ અને સંયમને બાળીને ખાખ શ. ૨૨
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy