SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ શારદા સિદ્ધિ પેલા પશુહા પાડે પિકાર, મળે આહાર માંગે ત્યાં માર, આંખે આંસુડા સારે, માને ધિક્ મારે અવતાર, આ થયે કંઈવાર બેહાલ, હવે અહીંયા થાવા નિહાલ, આવા મધ જન્મ, એમાં ઉજાળી લે આતમ તિર્યંચ ગતિમાં પરાધીનતાના ઘણા દુઃખો વેઠયા છે. એ દુખ વેઠતાં આંખમાંથી આંસુની ધાર થતી હતી છતાં કોઈ સામું જેનાર નહોતું. આવા દુઃખ વેઠી આત્મા બેહાલ બની ગયે. હવે આ સુંદર માનવ જન્મ પામ્યા પછી આત્માને ઉજજવળ બનાવી દે જેથી ફરીને દુઃખ વેઠવા ન પડે. સંભૂતિમુનિ માસખમણને પારણે ગૌચરી કરવા હસ્તિનાપુરમાં પધાર્યા છે. નમુચિ પ્રધાને એમને જોયા ને ઓળખી ગયા. આ મુનિ મારા દુષ્કર્તવ્યને જાણે છે એટલે રખે મારું પિકળ ખુલ્લું કરી દેશે એવા વિચારથી મુનિને ખૂબ માર મરાવી નગરની બહાર કાઢી મૂક્યા. મુનિ પિતાના સ્થાને ચાલ્યા ગયા પણ વારંવાર જાતિના કારણે તિરસ્કાર થવાથી પોતાના પ્રથમ ધર્મનંતીને ભૂલી ગયા. અંતરમાં કોધનો દાવાનળ ભભૂકી ઉઠશે. જ્યારે માણસને કાળી ક્રોધ આવે છે ત્યારે હું કોણ છું. કયા સ્ટેટ ઉપર છું એ વાતને પણ ભૂલી જાય છે, અને મોટો અનર્થ સઈ દે છે. સંભૂતિ મુનિના મનમાં એમ થયું કે અરેરે...અમે સંસાર છોડી સાધુ બન્યા છતાં પણ અમારો આ તિરસ્કાર! અમારે કયાંય સુખશાંતિથી રહેવાનું નહિ! અમે આ નગરજનેને કંઈ અપરાધ કર્યો નથી છતાં આ દશા કરી? આવો ભાવ જાગ્રત થવાથી ક્રોધાવેશમાં આવી ગયા. મહાન તપશ્ચર્યાને કારણે તેમને તેજુલેશ્યા પ્રાપ્ત થઈ હતી તે છેડી એટલે એમના મુખમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળીને આખા હસ્તિનાપુરમાં વ્યાપી ગયા ને આખું નગર તે જુલેશ્યાની જવાળાના પ્રકાશથી છવાઈ ગયું. તેજુલેશ્યાના ધૂમાડાની ગરમીથી લોકોના શરીર જલવા લાગ્યા. ભયાનક આગ લાગે છે ત્યારે ધુમાડાના ગોટેગોટા નીકળે છે પણ એ ધૂમાડે કેઈના શરીરને બળતું નથી. માત્ર આંખો બળે છે પણ આ ધૂમાડાથી તે નગરજનેને બળી જવાય તેવી ગરમી લાગવાથી આમથી તેમ નાસભાગ કરવા લાગ્યા. અમે કયાં જઈએ તે બચીએ! હસ્તિનાપુરની જનતાની આવી પરિસ્થિતિ થઈ. આખા નગરમાં ધૂમાડે વ્યાપી ગયે. રાજા વિચારમાં પડી ગયા ત્યાં તે નગરજને ઉપદ્રવથી ત્રાસીને રાજાને ફરિયાદ કરવા આવ્યા કે આ ત્રાસથી બચાવે. સનતકુમાર ચક્રવતિએ વિચાર કર્યો કે ખરેખર, આ કઈ દૈવી કપ લાગે છે, અથવા મારી નગરીમાં સાધુ પધાર્યા છે એમની કેઈએ અશાતના તે નહિ કરી હેય ને? બધેથી બચી શકાય છે પણ સાધુ પુરૂષની અશાતના કરનાર બચી શકતે નથી, દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે जो पन्चयं सिरसा मित्सुमिच्छे, सुत्तं वा सीहं पडि बोहइज्जा। જો વા સર લો પહા, ઘણોમાસાથીયા પુ અ, ૯ ઉ. ૧ ગાથા ૮
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy