SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ શારદા સિદ્ધિ મુક્ત બનાવવા ઈચ્છે છે ત્યારે મહરાજ કર્મસત્તા દ્વારા આત્માને બંધનથી બાંધવા ઈરછે છે. મન એ મહરાજાનો મુખ્ય અને આજ્ઞાંતિ સેનાપતિ છે. તે સદા તેની આજ્ઞાને તાબે રહેનાર છે. તેની નીચે ચાર કષાયે મનના હુકમનો આદર કરનાર છે. ત્યારપછી પાંચ ઈન્દ્રિય અને તેને વિષયે તેની આજ્ઞામાં અડીખમ ઊભા છે, અને અઢાર પ્રકારના પાપસ્થાને તે આત્માને ડૂબાડવા માટે તૈયાર જ છે. મહરાજાની એટલી બધી ધાક, જેર અને બળ છે કે તે આત્માને ધર્મ સન્મુખ થવા દેતો નથી. જે કઈ આત્મા ધર્મસત્તાને શરણે જાય છે તે આત્માને ઠરીને ઠામ રહેવા દેતું નથી. આટલી બધી પ્રચંડ શક્તિ ધરાવતા મહરાજાને છત સહેલ નથી. તે એટલી બધી યુક્તિ પ્રયુક્તિ દ્વારા જીવને જકડી રાખે છે કે આત્મા બંધનથી મુક્ત થઈ શકતે નથી. એક આત્મા ખૂબ તપ કરે ત્યારે મેહરાજા એને પછાડવા માટે ક્રોધને હુકમ કરે એટલે બસ આત્માનું આવી બન્યું. કહ્યું છે ને કે જે ક્રોધ સહિત ક્રોડ પૂર્વ સુધી તપ કરે કે સંયમ પાળે તે તેનું ફળ લેખે લાગતું નથી. ઘણી આરાધના કરી પણ જે સમય આવ્યે જાગૃત ન રહ્યા તે મેહરાના પિતાની સત્તા દ્વારા આત્માને એવો પછાડે કે કરેલું બધું ધૂળમાં મળી જાય. દાન દેનાર પાસે માનને મેકલે કે હું કે મોટે દાની છું. એમ બધે જ કહેતે ન ફરે ત્યાં સુધી એને ચેન ન પડે મેં અહીં આટલા આપ્યા ને ત્યાં આટલા આપ્યા આમ બધે જાહેરાત કરતે ફરે એટલે દાન કરેલું ધૂળધાણી. તપસ્વી આયંબીલ કરતે હોય ત્યારે સમતા ન રહેવા દે. આવી ઠંડી રોટલી, આવી દાળ, બીજું કંઈ તે ઠેકાણું જ નહિ. પારણુના દિવસે રાબડી ન બનાવી, મગ ન બનાવ્યા, કેઈ મને શાતા પૂછતું નથી. મારી સંભાળ લેતું નથી આવી દુર્ભાવના કરાવે એટલે બધું પાણીમાં જાય. આવી રીતે સામાયિક કરતા, માળા ફેરવતા, વ્યાખ્યાન શ્રવણ કરતા વગેરે કોઈ પણ પ્રકારની ધર્મકરણી કરતા મહારાજાના સૈનિકે હરતા ફરતા રહે છે અને તેના મુખ્ય સેનાપતિ રૂપી મન તે હરદમ બધી જગ્યાએ પહોંચી જાય છે. ગમે તેટલો ઊંચો ચઢેલો આત્મા એના સકંજામાં આવી જાય છે અને તે મોહરાજા આત્માને ચોરાશીના ચક્કરમાં અને ચાર ગતિના ચોગાનમાં એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિયના વિવિધ પ્રકારના સ્થાનમાં ધકેલી દે છે જેથી ફરીને આવતા ઊંચો આવી શકે નહિ. છતાં આત્મા મિથ્યાત્વના ઘરમાંથી બહાર નીકળીને સમક્તિના ઘરમાં આવી જાય તે ગમે ત્યારે ગમે તે વખતે ઈચ્છિત સ્થાન મેળવી શકશે તેમાં બે મત નથી. જેને મોક્ષમાં જવાની ઈચ્છા છે, મેક્ષની ટિકિટ ફડાવવી છે તેને તે મેહરાજાના તેફાને સામે ઝઝમવું પડશે. તાકાતથી સામને કરે પડશે. મહરાજાના જખર તોફાનની સામે ઝઝુમતા ધર્મરાજાનું શરણ સ્વીકારવું પડશે. એક વખત મહરાજાના પાશમાંથી છૂટી ધર્મરાજાનું શરણું સ્વીકારી લીધું તેને જરૂર ઉદ્ધાર થવાનું છે, શા. ૨૦
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy