________________
શારદા સિદ્ધિ
૧૪૩ ચલાવતા તે આવડતી નથી તેથી સ્ટીમર ચલાવવાની અણઆવડતને કારણે પોતે બધા સમુદ્રમાં ડૂબી ગયા ને બધા મૃત્યુને ભેટયા. કપ્તાનને તે તરતા આવડતું હતું તેથી તે તે તરતા તરતા કિનારે પહોંચી ગયે, પણ મુસાફરોની દશા શું થઈ તે તમે સાંભળ્યું ? કપ્તાનને ફેંકીને મુસાફરી કરનાર આત્માઓને મૃત્યુ સિવાય બીજું શું હોય? બસ, આ જ ન્યાય આપણું જીવન સાથે ઘટાવીએ. માનવીની જીવન નૈયાને નાવિક આત્મા છે જે માનવ પિતાના આત્મારૂપી નાવિકને ભૂલી જશે તે તે સંસાર રૂપી સમુદ્રમાં ફેકાઈ જશે. આત્મ પરિણામની સમતુલા જાળવવામાં જેટલી સાવધાની વિશેષ તેટલી મંઝીલ તેની સામે. મોક્ષમંઝીલે જવા માટે મનુષ્ય જન્મ એ મોટું જંકશન છે. તપ ત્યાગ કરવાનો બધે વેગ મળે છે છતાં પથારી પાથરીને બેસી ગયા છે તે હવે કંઈક જાગૃત થાઓ. ગુંદરની જેમ સંસારને ચીટકી ગયા છે તે હવે ઉખડે. (હસાહસ) જે તમારી જાતે નહિ ઉખડે તે તમને પરાણે ઉખેડવા પડશે.
તમે મંકોડા તે જોયા છે ને ? આ ચોમાસાના દિવસમાં મંકોડા થાય. એ મંકોડા માણસના પગે ચૂંટે ત્યારે એને ઉખેડવા માટે પ્રયત્ન તે કરે જ ને? બોલો તે ખરા. તમને કરડે છે ખરે? માનવના હૃદયમાં દયા હોય એટલે મંકોડે મરી ન જાય તે માટે સાચવીને ઉખેડવાનો પ્રયત્ન કરે. ઘણાં પ્રયત્ન કરવા છતાં ન ઉખડે તે હાથ વડે પરાણે ઉખેડે છે ને ? એની કેવી દશા થાય છે? અડધે ચુંટી રહે છે ને અડધે ઉખડે છે, એટલે એની કેડ ભાંગી જાય છે. જે એ મંકોડો ઉખડી ગયે હેત તે કેડ ભાંગત નહિ. આ તે મંકોડાની વાત કરી પણ હવે તમારી વાત કરું. તમે સંસારને કેવા ચીટકી ગયા છે? સદ્ગુરૂઓ તમને સમજાવીને કહે છે મેહ, માયા અને મમતાની ચીકાશ છેડી સંસારની આસક્તિ ઘટાડે. તમને બે ત્રણ વખત આ પ્રમાણે ભાર દઈને કહે છતાં આસક્તિ નહિ છોડે તે યાદ રાખજો કે તમારી કેડે મંકોડાની જેમ ભાંગી જશે, માટે સમજીને ઉખડી જાઓ. આ જિંદગી તે પાણીના પૂરની જેમ પૂરવેગે ચાલી રહી છે. નદીના પૂરના પ્રવાહને રોકવા કોઈ સમર્થ નથી છતાં દૈવી શક્તિથી કોઈ રોકી શકે. ટ્રેઈન ઉપડવાને સમય થઈ ગયું હોય છતાં એંજિન ડ્રાયવર સાથે લાગવગ હશે તે ઉપડતી ટ્રેઈન પણ રોકી શકશે. પ્લેનના પાયલેટ સાથે લાગવગ હશે તે ઉપડતા પ્લેનને પણ રેકી શકાશે પણ કાળરાજાની સવારી આવશે ત્યારે એને રોકવાની કેઈની તાકાત નથી. એક સેકન્ડ પણ નહિ રેકાય. ત્યાં કેઈની લાગવગ નહિ ચાલે, માટે આ કરોળિયાની જાળમાંથી બહાર નીકળે. એમાંથી બહાર નીકળવું એ તમારા હાથની વાત છે. આ સમય ફરી ફરીને પાછા નહિ મળે. ઘણાં એમ માને છે કે આજે નહિ, કાલે ધર્મધ્યાન કરીશું. કાલ કરતા મહિના ને વર્ષો ચાલ્યા ગયા. યાદ રાખો કે કાલની કોને ખબર છે. કાલે શું થવાનું છે તે કોઈ જાણો છો? ગોઠવેલા પિોગ્રામને કાલે કેન્સલ કરવાને પ્રસંગ આવી જાય છે. માણસ ધારે છે કંઈને બને છે જુદું.