________________
શારદા સિદ્ધિ
૧૦૩ સમુદ્ર તે ખારો જ ને? લેખ, મંખ, બબર, નાહાલ, કાહલ, પુલિંદ, કેવી વગેરે ભયંકર તેફાનોને દૂર કરી ખાસ ઉત્તમ કૂળ રૂપ સમુદ્રના કિનારા પર આવી છે પરંતુ બાળપણમાં ઓરી, શીતળા આદિ અનેક રોગો અને રમતગમત તથા ખેલકૂદમાં સ્ટીમર ગોથા મારે છે. ત્યાંથી કથંચિત આગળ વધી તે યુવાવસ્થા રૂપ તફાની ખાડીમાં સ્ટીમર સહીસલામત પહોંચી. ત્યાં કમંગે અશાતા વેદનીયના પ્રબળ જેરથી તાદિ ૮૪ પ્રકારના વાયુને ઉપદ્રવ, ઉદર રોગ, જવર, અતિસાર, શ્વાસ, ભગંદર, હરસ, શિરે રોગ, કપાલ રેગ, નેત્ર રોગ, કર્ણ રેગ, કંઠમાળ, તાલશેષ, જિહુવા રોગ, દંત રોગ, એe રોગ, મુખ રોગ, કુક્ષિશૂળ, હદયશળ, પીઠશૂળ અને પ્રમેહાદિ રેગે જે ઔદારિક શરીરમાં સત્તારૂપે રહ્યા છે તેઓ વિગ્ન કરે છે. આ માનવભવ રૂપી સ્ટીમરમાં પાંચ મહાવ્રત, તથા બારવ્રત રૂપી અમૂલ્ય રત્નોનો માલ ભરેલો છે. ખલાસી સમાન સદ્ગુરૂઓ પિકાર કરીને કહે છે હે માનવ! સ્ટીમર મહામુશીબતે કિનારે આવી છે, માલ ઉતારે. તમારું વિન દૂર થશે. કદાપિ દુઃખ નહિ રહે, પણ ભારે કમીજી હોવાથી ખલાસીને હિતકર વચનોને એક કાને સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખે છે અથવા તે એ જવાબ આપે છે કે હમણાં નહિ પણ પછી કરશું.
બંધુઓ! અહીંયા મનુષ્ય જીવન એ સ્ટીમર છે. ખલાસીના વચન સમાન ગુરૂના વચન છે. સંસારરૂપી બાજી, તેમાં રાગ-દ્વેષ રૂપી પાસા અને સેળ કષાય સેળ સેગઠા જાણવા. સૂર્યાસ્ત તે પ્રબોધાભાવ અને રાત્રી તે મિથ્યાત્વ સમજવું, અને અકસ્માત તોફાન જે થયું તે મરણ સમય જાણ. જીવ જે ન સમજે તો તેનું માનવજીવન નિષ્ફળ જવાનું. ફક્ત લાભ માત્ર એટલો થવાનો કે પ્રથમ સ્ટીમર ચાલી ન હતી ત્યારે અવ્યવહાર રાશિવાળે ગણાતો હતો. હવે તે વ્યવહાર રાશિમાં દાખલ થયા. આ રીતે અજ્ઞાન દશામાં જીવનો અનંત કાળ સંસાર પરિભ્રમણમાં પસાર થયે. હવે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને વિકટ્ટી કરો. જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને તેમાં લીન બને છે તેના ભવોભવના ફેરા ટળી જાય છે. કહ્યું છે ને કે “જે આત્મજ્ઞાનમાં બને મસ્ત તે કમને કરે અસ્ત.” જેમ સવારે સૂર્યનો ઉદય થાય છે ત્યારે અંધકાર નષ્ટ થાય છે અને સાંજ પડતા સૂર્યાસ્ત થાય છે ત્યારે અંધકાર વ્યાપી જાય છે, તેમ જેના જીવનમાં અજ્ઞાનના તિમિર વ્યાપી ગયા હોય છે તે આત્મજ્ઞાનનું એકાદ કિરણ ફૂટતા અજ્ઞાનનો અંધકાર પલાયન થઈ જાય છે. અજ્ઞાન ચાલ્યું જાય અને સાચું આત્મજ્ઞાન પ્રગટ થાય એટલે કર્મરવિને અસ્ત થયે છૂટકે છે. જેમ એક નાનકડી ચિનગારી મોટા વનના વન બાળીને સાફ કરી દે છે તેમ આત્મજ્ઞાનની એક ચિનગારી આત્મા ઉપર ચેટલા કર્મના કચરાના થરને બાળીને સાફ કરી નાંખે છે. જેને આત્મજ્ઞાનની સમૃદ્ધિ મળી જાય છે તે મનુષ્ય જન્મ પામીને વારતવિક સંપત્તિથી સમૃદ્ધ બની જાય