SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિતિ સમુદ્રને તરી મોક્ષગતિને પ્રાપ્ત કરે છે અને ભવિષ્યકાળમાં પણ ઘણાં જ આ માર્ગનું આરાધન કરી સંસાર સમુદ્રને પાર કરી મોક્ષગતિને પ્રાપ્ત કરશે. આવો સુંદર મોક્ષમાર્ગ આજે આપણને મળી ગયા છે હવે ફક્ત દિશા બદલવાની જરૂર છે. સંસારનો માર્ગ છેડીને મોક્ષમાર્ગ તરફ આગેકૂચ કરવાની છે. કવિએ પણ કહ્યું છે કે, ભટકવું કયાં લગી તારે, પ્રવાસી પંથ બદલી લે (૨) પહોંચવું મુક્તિના દ્વારે, પ્રવાસી પંથ બદલી લે (૨) હે આત્મા ! તું આ ભવસમુદ્રમાં કયાં સુધી ભટકયા કરીશ! તારે મુક્તિના દ્વારે પહોંચવું છે તે તારે પંથ બદલી લે અને ભગવાને જે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ રૂપ માર્ગ બતાવ્યું છે તે માર્ગે તું પ્રયાણ કર. યથાર્થ જ્ઞાનથી આપણને હેય, રેય અને ઉપાદેયનું ભાન થાય છે, આત્માના ગુણોનું જ્ઞાન થાય છે. દર્શનથી તેમાં શ્રદ્ધા થાય છે અને ચારિત્ર દ્વારા આપણે આત્માના તે ગુણોને આપણે વિકસાવી શકીએ છીએ. તે સમજાવવા માટે હું તમને એક ન્યાય આપું. એક શેઠની પુત્રીના લગ્ન હતા. શેઠને એક જ દીકરી હતી તેથી લગ્ન ખૂબ ઠાઠમાઠથી ઉજવવાના હતા. શેઠે જાનૈયા ઘણા તેડાવ્યા હતા, એટલે બધાની સગવડ થાય એવા મોટા સગવડવાળા મકાનની જરૂર હતી. શેઠને રાજા સાથે ખૂબ સારી લાગવગ અને ભાઈ જેવો પ્રેમ હતો એટલે શેઠે રાજ્યનું એક વિશાળ મેટું મકાન તેમણે માંગી લીધું, પણ મકાન ઘણાં લાંબા સમયથી બંધ હતું, તેમાં કેઈનો વસવાટ ન હિતે એટલે તેમાં ખૂબ કચરે, ધૂળ અને ગંદકી હતા અને અંધારું તે ઘમઘોર હતું. આ શેઠે મકાનને સ્વચ્છ બનાવવા માટે સૌથી પ્રથમ મકાનની અંદર લાઈટ મૂકી. લાઈટના અજવાળામાં મકાનમાં જ્યાં જ્યાં કચરે હતું તે બધે સ્પષ્ટ દેખાવા લાગે. તેથી તેણે માણસોને બોલાવીને કચરો સાફ કરાવ્યું. મકાનના બધા બારી બારણું ખેલાવી નાંખ્યા એટલે અંદરની અશુદ્ધ હવા બહાર નીકળી ગઈ અને બહારની શુદ્ધ હવા તેમાં દાખલ થઈ. સૂર્યના તડકાથી દુર્ગધ પણ જતી રહી, પછી તેમણે મકાનને ધવડાવી રંગરેગોન વગેરે કરાવી દીધું એટલે તે મકાન જાનને ઉતારવા લાયક સુંદર બની ગયું. ઓ તે સામાન્ય ન્યાય છે પણ તે આત્માને લાગુ પડે છે. પેલા ઘરની માફક આ આત્મામાં અનાદિ કાળને કર્ણોરૂપી કચરે જમા થાય છે, પરંતુ અજ્ઞાનરૂપી અંધકારના કારણે તે કચરો દેખાતું નથી, તે પછી તે કચરો સાફ કેવી રીતે કરવું ? આ કચરો સાફ કરવા માટે જ્ઞાનરૂપી દીપક પ્રગટાવવાથી આત્મઘરમાં પ્રકાશ પડશે, અને તે પ્રકાશ દ્વારા આત્મા કર્મ મળથી વીંટળાયેલો છે તે જાણી શકાય છે. આથી જ્ઞાનની અગત્યતા સિદ્ધ થાય છે, કારણકે જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી જડ ચેતનનું ભાન થતું નથી, આ સમ્યક્ જ્ઞાનની વાત થઈ હવે દર્શનની વાત કરું. પ્રકાશ
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy