________________
શારદા શિરમણિ ]
[ ૮૦૧ બનાવે છે. પરિણામે પતનને નોતરે છે. આ ભિક્ષુ તે ખૂબ સુખશીલ બની ગયા. દેશદેશમાં વિચારવાનું બંધ કરી દીધું. એક સ્થાનમાં રહેવા લાગ્યા. આ રીતે બાર વર્ષમાં તો તેમણે સારા સારા દાગીના, વસ્ત્રો, પાત્ર એટલું બધું ભેગું કર્યું કે જાણે મોટો શ્રીમંત ન હાય! અત્યાર સુધી પિતાના મોટા ગુરૂભાઈ ક્યાં વિચરે છે? શું કરે છે? તે બધું પિતાના સુખમાં ભૂલી ગયા. તેમનું સમરણ પણ આવતું ન હતું.
મોટાભાઈએ આપેલી સમજણ–સાચે ભિક્ષુ કેણુ? : બાર બાર વર્ષે વીત્યા બાદ એક દિવસ તેમને વિચાર આવ્યું કે મારા ગુરૂભાઈ કયાં વિચરતા હશે? મારે તે રહેવા માટે સુંદર મઠ છે, ખાવાપીવાનું સરસ મળે છે. ભક્તો તરફથી આદર સત્કાર પણ ખૂબ થાય છે એટલે મને તો આનંદ આનંદ છે પણ મારા ગુરૂભાઈ ક્યાં હશે ? તેમની તપાસ કરું. તે પિતાને મઠ છોડીને ગુરૂભાઈને શોધવા નીકળ્યા. ફરતા ફરતા ગામથી ૧૦-૧૨ ગાઉ દૂર એક ઝાડ નીચે તેમને ધ્યાન ધરીને બેઠેલા જોયા. આ ભિક્ષુની બાજુમાં તરખંડી પડી છે અને જે વસ્ત્ર પહેર્યું છે તે પણ ફાટલું છે. નાના ભિક્ષુને તે આશ્ચર્ય થયું કે આ ભિક્ષુને રહેવા માટે મઠ નથી, પહેરવા સારા વસ્ત્ર નથી. ફાટેલા કપડા પહેર્યા છે. સરપંડી સિવાય કઈ પાત્ર નથી. આ શું ? આટલા વર્ષો વીત્યા છતાં તે તે એવા ને એવા રહ્યા છે. આ મોટા ભિક્ષુકે સમય થતાં ધ્યાન પાળ્યું એટલે આ ભિક્ષુએ પિતાના વિચારો દર્શાવ્યા. તેમણે મેટા ભિક્ષુને પૂછયું–તમે રહેવા માટે મઠ કે આશ્રમ પણ નથી બાંધ્યો ? આપની પાસે સારા કપડા કે પાત્ર પણ દેખાતા નથી. મોટા ભિક્ષુએ કહ્યું-ભાઈ ! મઠ બાંધીને એક સ્થાનમાં રહેવાથી પ્રમાદ, સુખશીલતા આવી જાય છે, ધર્મને ભૂલી જવાય છે અને પતનના માર્ગે પહોંચી જવાય છે. ભાઈ ! તમારી વાત મને બરાબર લાગતી નથી. એક સ્થાનમાં રહેવાથી લોકોને ઉપદેશ સારી રીતે રોજ ટાઇમસર આપી શકાય છે. હું તે મઠમાં રહીને જ લેકોને ધર્મોપદેશ આપું છું. હવે મારે ભિક્ષા લેવા માટે ઘર ઘર ફરવાની જરૂર નથી. મારા ભક્તો રોજ સવાર, બપોર, સાંજે સારું સારું ગરમ ગરમ જમવાનું આપી જાય છે. મોટા ભિક્ષુએ કહ્યું-ભાઈ! આ તું જે બધું કરે છે તે આપણા ભિક્ષુ જીવનમાં થાય નહિ. ભિક્ષુને અર્થ એ છે કે ભિક્ષાચરી કરીને ખાવું અને કોને ઉપદેશ આપીને તેમના આત્માનું શ્રેય કરાવવું. ઉપદેશ લોકોને મનોરંજન માટે નહિ પણ તેમનું કલ્યાણ થાય તે ઉદ્દેશથી કરવાનું છે. આ ભિક્ષુના મનમાં થયું કે મારા ગુરૂભાઈ તે હજુ જૂના વિચારો કરે છે તેથી તેમને મારી વાત ગમતી નથી. | નાના ભિક્ષુનું જીવન જોતાં થયેલ દુઃખ નાના ભિક્ષુને ભૂખ ખૂબ લાગી હતી એટલે કહ્યું ભાઈ ! મને ભૂખ ખૂબ લાગી છે. કંઈક જમવાનું આપને. ભાઈ ! તું થેડી વાર બેસ. હું હમણાં ભિક્ષા કરીને લઈ આવું છું, પછી તને જમાડીશ. ભાઈ! શું તમે ભિક્ષા લેવા જશો ? મને તે લોકે દિવસમાં ચાર ચાર વાર ભજન મારા
૫૧