SearchBrowseAboutContactDonate
Page Preview
Page 879
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૦ ] [ શારદા શિરેમણિ થાય કે મેં જે માઈલની મર્યાદા કરી છે તે ૪૦૦ માઈલની છે કે તેથી વધારે છે? એ ચેકકસ યાદ ન હોય તે ૪૦૦ માઈલથી વધારે જાય તો અતિચાર લાગે. વ્રત લીધા પછી અતિચાર ન લાગે તે માટે ખૂબ સજાગ રહેવાની જરૂર છે. જેટલી પરિગ્રહની મમતા વધારે તેટલી દિશાઓમાં દોડધામ વધારે. જૈનદર્શનમાં તે પરિગ્રહની આસક્તિ અનર્થકારી કહી છે પણ અન્ય દર્શનમાં ય પરિગ્રહની મમતા છોડીને અકિંચન બનવાનું કહ્યું છે, છતાં જે આત્મા પરિગ્રહની આસક્તિ વધારે છે તે આત્માની કેવી દશા થાય છે ? અન્ય દર્શનમાં એક વાત આવે છે. બૌદ્ધ ધર્મની આ વાત છે. દરેક દર્શનમાં ત્યાગની મહત્તા સમજાવી છે. એક વાર બૌદ્ધ ધર્મના બે શિષ્યો ગુરૂની આજ્ઞા લઈને ધર્મપ્રચાર માટે નીકળ્યા. બંને વિહાર કરીને સાથે જાય છે. આગળ ચાલતાં બે રસ્તા ફંટાયા. બંનેએ એકબીજાને કહ્યું આપણે અહીંથી જુદા પડી જઈ એ. જે સાથે વિચરશું તે ઓછા ક્ષેત્રોને લાભ આપી શકીશું અને જુદા વિચારીશું તો વધુ ક્ષેત્રોને લાભ મળશે. એમ વિચારીને બંને ભિક્ષુક જુદા પડી ગયા. બંને અલગ અલગ સ્થાનમાં જઈને લોકોને ધર્મનો ઉપદેશ આપે છે. આ રીતે વિચરતા વિચારતા દિવસો, મહિનાઓ અને વર્ષો પસાર થઈ ગયા. બાર વર્ષો થયા છતાં બંને ભિક્ષુકને ભેગું થવાનું ન બન્યું. ભકતજનોથી ભિક્ષુમાં આવેલી શિથિલતા : આ બંનેમાં જે નાના ભિક્ષુ હતા તે જ્ઞાનમાં, ભણવામાં ખૂબ હોંશિયાર થઈ ગયા. તેમની વકતૃત્વ કળા એટલી આકર્ષક હતી કે લોકોના ટોળેટોળા તેમનું પ્રવચન સાંભળવા આવતા. તેમના ભક્તો પણ ઘણું બન્યા. પહેલા તેમની પાસે માટીના પાત્ર, બે ચાર કપડા અને ભણવાના પુસ્તક સિવાય કાંઈ ન હતું, પણ હવે ભક્તો ખૂબ વધી ગયા. તેમને એક વસ્ત્રની જરૂર હતી તેના બદલે બે થયા. બેમાંથી વધતા વધતા ધીમે ધીમે આઠ દશ વસ્ત્રો, કામળી આદિને સંગ્રહ વધતો ગયો. ભક્તો વધ્યા તેમ માયા વધતી ગઈ. પહેલા સામાન્ય કિંમતના વસ્ત્ર પહેરતા હતા. હવે મૂલ્યવાન વસ્ત્રો પહેરવા લાગ્યા, તે સિવાય નવા નવા પાત્ર તથા નવા સાધને એકઠા કરવા લાગ્યા. પહેલા તેઓ ઘરઘરમાં ભિક્ષાચરી કરીને આહાર લાવતા હતા. હવે ભક્તોના ટોળા વધ્યા એટલે ભક્તો જમવાનું આમંત્રણ આપવા લાગ્યા. ભિક્ષા કરીને જમવા કરતાં આપ અમારા ઘેર જમવા આવે. ઘણી વાર ભક્તો એવા અંધ બની જાય છે કે ગુરૂના આચાર વિચાર જોઈ શકતા નથી. જેને ધર્મને રંગ ઉપરનો હોય તે કાંઈ જતા નથી. જેને ધર્મને રંગ અંતરને હેય તે આચાર વિચારને ધ્યાનમાં રાખીને ભક્તિ કરે. સુખશીલતામાં મોટા ગુરૂભાઈની વિસ્મૃતિઃ આ ભિક્ષુ તે ભક્તોના આમંત્રથી તેમને ત્યાં જમવા ગયા. પછી આગળ વધતાં તો જમવા જવાનું બંધ થયું. ભક્તો રેજ તેમના માટે સવારે દૂધ-નાસ્તા અને બપોરે મિષ્ટાન આપવા આવવા લાગ્યા. બે ત્રણ ભક્તો તે તેમની સેવામાં સાથે રહે. ભૂખ સૂકા આહાર ભિક્ષુ જીવનને વધુ દઢ બનાવે. સારા મિષ્ટાન્ન, મીઠા ભેજને તથા બધી સુવિધાઓ ભિક્ષુ જીવનને પ્રમાદી
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy