SearchBrowseAboutContactDonate
Page Preview
Page 874
Loading...
Download File
Download File
Page Text
________________ શારદ શિરોમણિ ] [ ૭૫ ઊભેલા પિતાના માણસોમાં પણ ઓફીસરની કલ્પના કરી ભયભીત બની જાય અને પરસેવો છૂટી જાય. ભગવાને ફરમાવ્યું છે तंपि से एगया दायाया वा विभयन्ति, अदत्तहारो वा से अवहरन्ति, रायाणो वा से । વિસ્પતિ, ઇસ્કુતિ વા છે, વિરતિ વારે, વાળ વા શરૂ ! આચારંગ સૂત્ર આ સંપત્તિમાં સ્વજને ભાગ પડાવે છે અથવા ચોર લેકે તે સંપત્તિને લૂંટી જાય છે, રાજા છીનવી લે છે અથવા વહેપારમાં નુકશાન લાગતાં નાશ થાય છે અથવા અગ્નિનો ઉપદ્રવ થતાં બળીને નાશ થઈ જાય છે. ઘણાં પ્રયત્ન ભૂખ, તરસ, ઠંડી, ગરમી વેઠીને કાળ અકાળની પરવા કર્યા વિના મેળવેલી લક્ષ્મીને નાશ થતાં તે આત્મા દુઃખને અનુભવે છે. ધનની કારમી આસક્તિ અને પરિગ્રહ પરનું મમત્વ ભાવ દુઃખને આમંત્રણ આપે છે. કરોળિયે પોતાના મુખમાંથી લાળ કાઢીને તેની જાળ બિછાવી તેમાં ફસાઈને અંતે પિતાના હાથે પિતાનું મોત નેતરે છે. તેને કદાચ કઈ સમજાવવા જાય તે પણ તે ન સમજે કારણ કે તે અજ્ઞાન છે પણ માનવી તે બુદ્ધિમાન પ્રાણી છે. તે મમત્વની જાળમાં ફસાયે, પરિગ્રહની પાતળી લાળ પણ જે ન છૂટી તો તેના માટે ઘણું ભયાવહ છે. મમત્વના બંધન પાછળ દુર્ગતિનો, જન્મ મરણને, દુઃખનો અને આત્માની બેહાલ દશા થવાનો ભય છે. ધન પ્રત્યેની મમતા આ ભવમાં પણ જીવને કેટલી દુઃખદાયી બને છે! એક ભાઈ પાંચ લાખ રૂપિયાની મિલકત લઈને ટ્રેનમાં મુસાફરી કરતો હતે. તે મનને નબળે હતે. તેના મનમાં એ ભય હતો કે મારી પાસે પાંચ લાખ રૂા. જેવી મિત છે. કદાચ ઊંઘી જાઉં ને મારું આ ધન કઈ લૂંટી લે તો? તેના મનમાં ગભરાટ પેદા થયો. સ્ટેશને ગાડી રોકાઈ ત્યાં તે ભાઈ ડબ્બામાંથી ઉતરી ગયા અને એંજિન ડ્રાયવર પાસે ગયા. ડ્રાયવર કહે, કેમ શેઠ! શું કામ છે? ભાઈ! મારી પાસે પાંચ લાખની મિત છે તેથી ભય લાગ્યો કે કઈ મારું ધન લૂંટી જાય કે ચોરી જાય તો? માટે અહીં આવ્યો છું. મને તમારી પાસે બેસાડે. મારું સ્ટેશન આવશે ત્યાં ઉતરી જઈશ. ગાડી તો સડસડાટ ઉપડી. ડ્રાયવર કહે, ભાઈ ! આ વેરાન જંગલ છે. અંધારી રાત છે માટે તમારી પાસે જે પાંચ લાખ રૂપિયા છે તે બેગમાં મૂકી દો. ભાઈએ પૈસા બેગમાં મૂકી દીધા. તે એટલું સમજતો નથી કે પાંચ લાખ જોઈને આ ડ્રાયવરની બુદ્ધિ પણ ચાખી રહેશે કે કેમ? પૈસો તો ભલભલાની બુદ્ધિ બગાડે છે. ડ્રાયવરે ભાઈની પાસે પૈસા બેગમાં મૂકાવી દીધા પછી તે ભાઈને ઊંચકીને જે મોટો ભઠ્ઠો ભડભડ સળગતે. હવે તેમાં ફેકી દીધો. પેલા ભાઈએ ઘણી બૂમ પાડી. ભાઈ! શા માટે મને ફેંકી દો છો? તેણે ઘણી બૂમ પાડી પણ ગાડીના અવાજમાં કોણ તેની બૂમે સાંભળે? ભાઈ તો અગ્નિમાં બળીને ભડથું થઈ ગયા. બંધુઓ ! પૈસાની લાલસા કેવા ભયંકર પાપ કરાવે છે ! માટે જ્ઞાની કહે છે કે મર્યાદામાં આવે.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy