SearchBrowseAboutContactDonate
Page Preview
Page 873
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯૪ ] [ શારદા શિરેમણિ ભક્ત કહે છે હે પ્રભુ! મને તન અને ધન જેટલું વહેલું છે તેટલા પ્રભુ તમે મને સારા નથી. ધનની મમતા ન છૂટે તો આ ભવમાં દુઃખ અને પરભવમાં પણ દુઃખ. મમ્મણ શેઠ પાસે કેટલી સંપત્તિ હતી છતાં એ ભવમાં સુખ ભોગવી શકો નહિ અને એની તીવ્ર મમતાએ નરકને મહેમાન બનાવ્યો, તેથી ત્યાં પણ દુઃખ. ધન માટે ભાઈ ભાઈ વચ્ચે, પિતા-પુત્ર વચ્ચે ઝઘડા થાય છે. આ રીતે ધન આ ભવમાં દુઃખદાયક છે, અને ધનને મેળવવા કરેલા પાપોથી પરક પણ દુઃખદાયક છે, માટે જ્ઞાની બોલ્યા છે કે ધન એ દુઃખને વધારનાર છે. આજે તમે બધા શું માનો છે? ધનથી જીવનનું સ્ટાન્ડર્ડ વધી જાય છે પણ હું તે કહું છું કે તેનાથી આત્માના ગુણોનું સ્ટાન્ડર્ડ ઘટે છે. એક વખત પરદેશમાં ધનકુબેર હેનરીફેર્ડને પૂછવામાં આવ્યું કે દુનિયામાં સૌથી વધુ સુખી તમે છે? ત્યારે તેમણે શું કહ્યું તે સાંભળજે. તેમનો જવાબ સાંભળવા જે છે. તેમણે કહ્યું હું તે ધન ઉપાડનાર બળદ્ર છું. ધનસંપત્તિથી કયારે પણ કોઈને સુખ મળ્યું છે ખરું ? ધનથી પણ વધુ આનંદ આપનાર વસ્તુઓ આ દુનિયામાં છે. જેમ કે સાત આઠ વર્ષથી ખેવાયેલ પુત્ર કે જેની મળવાની આશા છૂટી ગઈ હતી તે પુત્ર માતાપિતાને મળે તો કે આનંદ થાય? શું તેમને તે આનંદ કોઈ પણ કિંમત આપીને ખરીદી શકાશે ખરો? ના. માટે ધનમાં સુખ છે એ વાત ભૂલી જાવ. હા, જે પુણ્યાનુબંધી પુણ્ય હશે તે ધન વધતાં સાથે આત્માને વિકાસ વધશે. ધનની સાથે ધર્મની સાધના પણ વધતી જશે. તેનું ચારિત્ર તેજસ્વી બનશે. નમ્રતા, દયા, દાન, પરોપકારની ભાવનામાં ભરતી આવશે. જે પાપનું બંધી પુણ્યવાળી લમી હશે તે ધન વધતાં ધર્મ ભૂલાતે જશે. અભિમાન આવશે અને આત્માની અવનતિ થશે. એવી લક્ષ્મી દુઃખના સાગરમાં ધકેલી દે છે. જૈનદર્શનમાં દષ્ટિ કરે. જે સ્થાન સવા રૂપિયાની પંછવાળા પુણીયા શ્રાવકનું છે તેવું સ્થાન બ્રહ્મદત્ત ચક્રવતીને કયાં મળ્યું છે? જીવનમાં કિંમત ધનની નથી પણ ધર્મની છે, માટે પ્રભુએ સમજાવ્યું છે કે હે જી ! ધન એ દુઃખને વધારનાર છે. વળી તે મમત્વનું બંધન કરાવનાર છે. મમત્તવર્ષ ૨ મામચાવ” મમત્વનું બંધન એ મહાભયનું કારણ છે. જગતના જીવે ભયથી ગ્રસ્ત બનેલા છે. ચારે બાજુ ભય, ભય અને ભય. તમે તમારા અંતરને પૂછો કે તમે ભય વિના જીવે છે? સવારે પથારીમાંથી ઉઠયા ત્યારથી ભયની દુનિયામાં રહે છે. રાત્રે સૂવાના સમયે પણ ભય. કેવી કરૂણ દશા છે? જેની પાસે અબજો, કરોડો અને લાખોની સંપત્તિ છે તેને કેટલે ભય? તે જીવતાં ભયથી જીવે, મરે તો ય ભય અને ફફડાટમાં મરે. પિસે ભેગા કરવા માટે તેને કેટલા ભયમાંથી પસાર થવું પડે. ટેકસ બચાવવા તથા સરકારની નજરમાંથી બચવા કેટલા કાળા ધોળા કરવા પડે? કદાચ પકડાઈ જાય તો કેટલો ભય? હાથકડી અને જેલના સળિયા ગણવાના. રેડ પડવાની ઓચિંતી ખબર પડે તો ભરેલું ભાણું મૂકીને ઊઠી જાય. ફેન ઉપર ફેન કરે. દુકાનના ઓટલે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy