SearchBrowseAboutContactDonate
Page Preview
Page 875
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯૬ ]. [ શારદા શિરોમણિ આ અતિચારમાં એ સમજવાનું છે કે તમે જેટલી ધનની છૂટ રાખી હોય તેનાથી અધિક ન વપરાય. વ્રત લેતા પહેલાં જેટલી છૂટ રાખવી હોય તેટલી રાખે કે પછી અતિચાર લાગવાને ભય ન રહે. તમે એક કોડ રૂપિયાની છૂટ રાખી. ભાગ્યોદયે કદાચ કોડ કરતાં વધી જાય તે તમારાથી લેવાય નહિ. જે મર્યાદા કરતાં વધુ સંગ્રહ કરે તે અતિચાર લાગે. ૨૪ જાતના ધાન્ય છે તેની જિંદગીભરની મર્યાદા ન કરી શકે તે એક વર્ષ માટે મર્યાદા કરો કે એક વર્ષમાં મારે ઘઉં, બાજરી, ચેખા આદિ આટલા વાપરવા. દુનિયામાં કેટલી જાતના અનાજ થતા હોય છે. કંઈકના નામ પણ જાણતા નથી. જરૂરિયાત પૂરતા રાખીને બીજાના પચ્ચક્ખાણ કરે તે પાપને પ્રવાહ આવતે અટકી જાય. આ રીતે ધનની અને ધાન્યની મર્યાદા કરી હોય તેના કરતા અધિક વાપરે તે અતિચાર લાગે. કવિયપમાણાઇકમે.ઓ શય્યા, આસન, વસ્ત્ર, પાત્ર આદિ ઘરવખરીના સામાનની જે મર્યાદા કરી હોય તેનું ઉલ્લંઘન કરવું તે અતિચાર છે. આ રીતે પાંચમા વ્રતના અતિચાર સમજાવ્યા. આ વ્રતમાં ભગવાને એ વાત સમજાવી કે શ્રાવકે પિતાની જરૂરિયાતથી અધિક ભૂમિ, મકાન ન રાખવા. ધન ધાન્યને વધુ સંગ્રહ ન કરે. પશુ આદિ મર્યાદાથી વધુ ન રાખવા. તેના પર મમત્વ ન રાખવું. “તે હું હિંદુ મુળી વરસ નથિ મમ રૂ .” જેને મમત્વ નથી તે સાચે મોક્ષ માર્ગને જ્ઞાતા છે, માટે ધનને દુઃખ વધારનાર અને મહાભયનું કારણ સમજીને હે આત્મા તું “મુહાવરું ધમપુર ગુત્તર” સાચા સુખને આપનાર એવા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મહાન જ્ઞાનદર્શનાદિ ગુણોને અને મોક્ષને આપવાવાળી એવી ધર્મની ધુરાને ધારણ કરે, તે શાશ્વત એવા મેક્ષના સુખોને પામી શકશા. વધુ ભાવ અવસરે. ચરિત્ર : ગુણસુંદરના લગ્ન થઈ ગયા. માણેકચંદના મનમાં મુંઝવણ હતી કે આ છોકરી શું કરશે ? પણ ગુણસુંદરે પોતાની બુદ્ધિથી રત્નસુંદરીને જે જવાબ આપે તે ખબર પડતાં તેમના આનંદનો પાર ન રહ્યો. શું તેની બુદ્ધિ છે! રત્નસુંદરી ડાહી, ગુણીયલ છોકરી હતી. ગુણસુંદરની આ વાતને તરત સ્વીકાર કર્યો. ગુણસુંદરે કહ્યું-મને આશા ન હતી કે તું મારી આ વાતને આટલી જલ્દીથી સ્વીકાર કરીશ. એ વાત હવે ત્યાં રહી. રત્નસુંદરીના માતાપિતાને સંતોષ થયે કે રત્નાના લગ્ન સારી રીતે થઈ ગયા. જમાઈ પણ સારો મળે. રત્નસુંદરી પણ સંતોષ માને છે અને આવા પતિ મળવા બદલ પોતાની જાતને ભાગ્યશાળી માને છે પણ આનંદ નથી ગુણસુંદરને. મનેરને કકડભૂસ થતે મહેલ : પિતાના પતિ ચાલ્યા ગયા પછી ભીષ્મ પ્રતિજ્ઞા કરીને તેણે પુરૂષવેશ પહેર્યો હતો. આ વેશમાં રહીને તેણે ગોપાલપુરની જનતાને પ્રેમ જીતી લીધા હતા. આબરૂ ખૂબ વધારી અને અને લગ્ન પણ કર્યા પણ આ બધું તેને વ્યર્થ લાગતું હતું. ચાર ચાર મહિના વીતવા છતાં હજુ તેની ઈચ્છા પૂર્ણ થઈ નથી. સારા ગામના લેકે પ્રશંસા કરતા હતા છતાં એને મન કાંઈ ન હતું. તેનું દિલ રાતદિવસ રહી રહ્યું હતું. સમય જતાં વાર નથી લાગતી. પાંચ મહિના થયા. સાડા પાંચ મહિના થયા.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy