SearchBrowseAboutContactDonate
Page Preview
Page 800
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરમણિ ] [૭૨૧ મળતાં ખંભાતની જનતા રાત્રે પૂ. ગુરુદેવના દર્શન કરવા ઉમટી પડી. આત્મભાવનાના ઝુલણે ઝુલતાં અમારા સંયમી જીવનના સાચા સુકાની, માતા જેવું વાત્સલ્ય અને પિતા જે પ્રેમ આપનાર પૂ. ગુરૂદેવ ભાદરવા સુદ ૧૧ના પ્રભાતે ચાર વાગે નશ્વર દેહનો ત્યાગ કરી સૌને રડતા મૂકી આ ફાની દુનિયામાંથી ચિર વિદાય લઈને ચાલ્યા ગયા. ત્રંબાવટીની તિજોરીમાં રહેલું રત્ન ગુમ થયું. સ્થંભનપુરીને થંભ તૂટી પડયો. ખંભાતમાં હાહાકાર મચી ગયો. સવારમાં અમદાવાદમાં આ કારમાં દુ:ખદ સમાચાર મળ્યા. સાંભળતા કાળજુ ચીરાઈ ગયું. અરે ! અંતરના આકાશમાં ચમકતો ચાંદ શું અસ્ત થઈ ગયે ! વડલાના વિસામા, પ્રેરણાના પિયૂષ પાનારા અમને નિરાધાર મૂકીને ગુરૂદેવ ચાલ્યા ગયા ! રત્નસમાન તેજવી, ઓજસ્વી, આચાર્ય ગુરૂદેવ આ અવનીને અલવિદા આપી ચાલ્યા જતા જૈન શાસનમાં ભારે ખોટ પડી છે. આજથી પુણ્યતીથિ નિમિત્તે દશાંગી તપ કરાવ્યો છે. સૌ સારી સંખ્યામાં જોડાયા છે. આપ સૌ આજે સારા પ્રત્યાખ્યાન કરશે તો સાચી શ્રદ્ધાંજલી આપી કહેવાય. ગુરૂદેવ તો ગયા પણ ગુણેની સુવાસ મૂકતા ગયા છે. એમના ગુણમાંથી એકાદ ગુણ આવી જાય તો જીવન ધન્ય બની જાય. મહાન ગુણેના સાગર ગુરૂદેવના ચરણમાં કેટી કેટી વંદના. ભાદરવા સુદ ૧૩ને ગુરૂવાર : વ્યાખ્યાન નં. ૭૮ : તા. ર૬-૯-૮૫ અનંતજ્ઞાની મહાપુરૂષે કર્મોની ફિલોસોફી સમજાવતા કહે છે કે જીવ કર્મો કેવી રીતે બાંધે છે ? આત્મા ક્યાં કયાં ભૂલે કરી રહ્યો છે? સંસારના સુખ મળે એ પુણ્યથી મળે છે. પાપને ઉદય હોય તે એક છાપું ખરીદવા જેટલી અનુકૂળતા ન હોય તો પણ જે કેની પાસેથી છાપું વાંચવાની અનુકૂળતા મળી તો એ પુણ્યથી મળી. એ છાપું વાંચતા શું થાય? વાંચ્યા પછી એનું મરણ થાય એટલે રાગ-દ્વેષ થાય. રાગ-દ્વેષ એ અશુભ ભાવ છે. અશુભ ભાવમાં જેટલી તન્મયતા એટલો અશુભ કર્મોને જ થાય. આ તે એક સામાન્ય વાત છે. આવી રીતે બીજી અનુકૂળતાઓ મળે એમાં પણ એ જ અશુભ ભાવ. અશુભ ભાવની રમત ઉપર ભરચક અશુભ કર્મોની કમાણી થાય. “ આ જીવ જાણે ઉકરડાને ઈજારદાર.” જીવનમાં અશુભ કર્મો એ ઉકરડો છે. જીવ એ ઉકરડાનો ઈજારદાર છે. ઉકરડામાં કાંઈ સારું ન હોય તેમ આ અશુભ કર્મોના સંચયમાં કાંઈ સારું નહિ. ઉકરડો જમીન બગાડે, આરોગ્ય બગાડે, હવામાન બગાડે તેમ આ અનેક પ્રકારના એકત્રિત કરેલા અશુભ કર્મો ઉદયમાં આવે ત્યારે શાતા, યશ, સૌભાગ્ય આદિ કેટલુંય બગાડી નાંખે છે માટે અશુભ કર્મોના ગંજ એ ઉકરડો છે. અશુભ કર્મોની આવક જીવે સતત ચાલુ રાખી એટલે જાણે એનો ઈજારો રાખે. ઉકરડાના ઈજારદારને આવક ઘણી અને જાવક થેડી. જુના ઉકરડા સડીને ૪૬
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy