SearchBrowseAboutContactDonate
Page Preview
Page 799
Loading...
Download File
Download File
Page Text
________________ ७२० [ શારદા શિરોમણિ વૈરાગ્ય વારીનું સિંચન કરી તપત્યાગના બગીચામાં આત્માનું સાચું દિગ્દર્શન કરાવી સં. ૧૯૬ના વૈશાખ સુદ ૬ ને સોમવારે આ ગુરૂદેવે સાચા જીવનને પ્રકાશ આપી પાંચ મહાવ્રત રૂપી અમૂલ્ય રને આપ્યા છે તે ઉપકારને કેવી રીતે ભૂલાય? પૂ. ગુરૂદેવે સંયમી જીવનનું અમૂલ્ય દાન કર્યું એટલું જ નહિ પણ સંયમી જીવનની અનેક કળાઓ તે ગુરૂદેવે શીખવી છે. વાત્સલ્યતા અને પ્રસન્નતાનો ધંધ સદાય તેમના અંતરમાંથી વહેતે હતા. જેમના જીવન બાગમાં સદાય ગુણપુછપની પમરાટ પ્રસરતી હતી. નિર્મળ જળ જે જીવન પ્રવાહ નાના મોટા સહુને આનંદિત કરી દેતો. તેમના ગુણ વૈભવની તે વાત કયાં કરવી ! ક્ષમા, સરળતાની તે સાક્ષાત મૂતિ જોઈ લે. આવા ગુણસાગર પૂ. ગુરૂદેવના પ્રભાવશાળી પ્રવચનેથી જૈન જૈનતર ધર્મ પામી ગયા છે. અધમીએ ધમી બન્યા છે. તેમની શાંત મુખમુદ્રા જોતાં કોધથી ધમધમતા આવેલે માનવી પાણી જેવો શીતળ બની જાય. પૂ. ગુરૂદેવ અજમેરના સાધુ સંમેલનમાં પૂ. ગુરૂદેવ છગનલાલજી મહારાજ સાહેબ સાથે ગયા હતા ને ત્યાં સુંદર ભાગ લીધે હતો તેમજ આ મુંબઈ નગરીમાં ચાતુર્માસ કરી જનતાને ખૂબ જાગૃત કરી હતી. મૃત્યુ મહત્સવની મઝા : સુરતમાં હર્ષદ મુનિને દીક્ષા આપ્યા પછી સુરત, કઠોર, આદિ ચાતુર્માસ કરી સં. ૨૦૦૪ માં પૂ. ગુરૂદેવ ખંભાત તરફ આવતા હતા ત્યારે રસ્તામાં કેઈએ પૂછયું કે આપનું આ ચાતુર્માસ કયાં છે ? મારું આ છેલ્લું ચાતુર્માસ ખંભાતમાં છે. આવું તેઓ વિહારમાં બોલ્યા હતા. મને અમદાવાદ ચાતુર્માસની આજ્ઞા આપી ત્યારે કહ્યું કે હું તમને આ છેલ્લી આજ્ઞા આપું છું. તેમના શિષ્ય ફુલચંદજી મ. સા. ને ૩૫ ઉપવાસ ભાદરવા સુદ દશમે પૂરા થતા હતા. તેમણે કહ્યુંગુરૂદેવ ! મને શાતા છે. ૪૧ ઉપવાસ કરાવે ને! ત્યારે કહ્યું કે હું તમને આ છેલ્લું પારણું કરાવું છું. તે ચાતુર્માસમાં ગુરૂદેવે બાલ મરણ અને પંડિત મરણું ઉત્તરાધ્યયન સૂત્રનું પાંચમું અધ્યયન વાંચ્યું. જાણે પિતાને પંડિત ભરણે મરવાનું હશે તે માટે જ લીધું હશે! પૂ. ગુરૂદેવને તે પિતાની અંતિમ ઘડી સૂઝી આવી હતી એટલે પિતે તે બધી તૈયારીઓ કરી લીધી હતી. ભાદરવા સુદ ૧૦ ના દિવસે પિતાના શિષ્યોને ખૂબ શિખામણ આપી. તે દિવસે પ્રતિક્રમણ બાદ રાતના નવ વાગે શરદીનું મોજુ ફરી વળ્યું. હાર્ટ ઉપર અસર થવા લાગી. તેઓશ્રીએ સંઘને કહી દીધું કે મારા ચારિત્રમાં રહેજ પણ દોષ લાગ ન જોઈએ. તે ખાસ લક્ષ રાખજે. અંતિમ સમાધિ અનેરી ઝળકે, પરમ શાંતિના શબ્દ ઉચ્ચરે, સ્વરૂપ દશાની મેજને લૂંટે, સમાધિ ભાવે દેહ જ છૂટે. પૂ. ગુરૂદેવ તે સ્વરૂપ દશાની મેજને લૂંટતા, આત્મશાંતિમાં ઝુલતા, સમાધિ ભાવમાં સ્થિર થયા. પિતાના શિષ્યોને કહ્યું, આપ સ્વાધ્યાય નવકાર મંત્ર બેલે. છેલ્લે સર્વ ને ખમાવી સંથારો કરી ચાર આંગળા ઊંચા કરીને એ સંકેત કર્યો કે આ નશ્વર દેહ ચાર વાગે છૂટવાને છે. પૂ. ગુરૂદેવની તબિયત બગડી છે એ સમાચાર
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy