SearchBrowseAboutContactDonate
Page Preview
Page 801
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૨ ] [ શારદા શિરેમણિ સૂકાઈને ઓછા થાય એ જાવક અને શહેરમાંથી નવા નવા કચરા આવીને ઠલવાય એ આવક. એટલે કહેવાય છે કે ઉકરડાના ઈજારદારને જાવક થેડી ને આવક ઘણી. બસ, જીવની આ જ દશા છે ને? આ મનુષ્યભવમાં મધ્યમ સ્થિતિ છે. આ ગતિમાં નરક કે તિર્યંચ ગતિ જેવા દુઃખ કે ત્રાસ નથી એટલે એમના જેટલે અશુભ કર્મોને ઉદય નથી. ઉદય નથી એટલે ભગવાઈને ઓછા થાય નહિ એટલે જાવક થેડી ત્યારે આવક કેટલી બધી ? દિવસ રાત નાની મોટી અનુકૂળતા પ્રતિકૂળતા ભોગવતા અશુભ ભાવ, અશુભ ધ્યાન ચાલુ રહે તેથી અશુભ કર્મોની આવક જોરદાર ચાલુ રહે. ઉકરડાના ઈજારદારને આવક વધારે ને જાવક થેડી. આ માનવભવમાં આત્માએ કે ધંધો રાખે છે ? આત્મા છે મોટો વેપારી પણ વેપાર શેને? ઉકરડાના ઈજારાને. સારા આર્ય દેશ, આર્યકુળમાં જન્મ મળે, આત્માની વાત સાંભળવા મળી પણ એને આત્માને વિચાર નથી એટલે આત્મહિતના ઉદ્દેશથી અનુકૂળતા કે પ્રતિકૂળતા ભોગવતા આવડતી નથી તેથી સતત અશુભ રાગ-દ્વેષ, ક્રોધાદિ કષાય અને દુર્બાન થયા કરે, પરિણામે લોટબંધ પાપકર્મોની ખરીદી થાય. પુશ્ય વેચીને પાપ ખરીદવાનું છે. પુણ્ય તે ઉદયમાં થોડું છે પણ પાપની અઢળક લોટબંધ આવક ચાલુ છે. અહીં પ્રતિકૂળતા કે દુખ આવે તે એ નરક તિર્થના દુઃખ આગળ શી વિસાતમાં ! અહીં દુઃખમાં કે આપત્તિમાં ભાવ સારા રહેતા હોય, ધર્મધ્યાન ચાલતું હોય તો એના પ્રભાવે ઘણું પાપ કર્મો રવાના થાય પણ જે ભાવ બગયા તે દુઃખમાં પાપની જાવક ઓછી અને મનને દુર્ગાનમાં જોડવાથી પાપકર્મોની આવક જંગી. દેવલોકની અપેક્ષાએ અહીં મળતા મામુલી સુખ કે નરકની અપેક્ષાએ અહીં મળતા અહ૫ દુખ ભોગવતાં ન આવડે તે પાપકર્મોની જાવક ઓછી અને આવક વધારે. તે પછી જીવ ઉકરડાનો ઈજારદાર કહેવાય ને ! આનંદ ગાથાપતિ આવતા કર્મોના પ્રવાહને રોકવા માટે તે ગ્રહણ કરી રહ્યા છે. સાતમા વ્રતમાં તેમણે આઠ બેલની મર્યાદા કરી. (૯) પુcજવિહઃ પુષ, ફૂલની મર્યાદા. દુનિયામાં અનેક જાતના પુર હોય છે પણ વ્રત આદર્યા પછી તેમણે કંટ્રોલ મૂકો. આવા મોટા માણસો જયારે રાજસભામાં જાય ત્યારે ફૂલની માળા પહેરતા. એટલે આનંદ શ્રાવકે કહ્યું- મારે ફૂલને ઉપયોગ કરે પડે તે “વેત કમળ અને માલતીના પુની માળા પહેરવી, તે સિવાય બીજા બધા ફૂલેના પ્રત્યાખ્યાન કરું છું. દુનિયામાં અનેક જાતના પુછપે છે. તે બધાને તમે ઉપયોગ કરતા નથી. તે આ રીતે મર્યાદા કરવાથી દુનિયાના તમામ પુપિની ક્રિયા આવતી અટકી જાય છે. (૧૦) ગામણ હિ? આભરણુ, દાગીનાની મર્યાદા. જેને ત્યાં ૧૨ ક્રોડ સોનૈયા હેય એને ત્યાં દાગીનાને શો તેટો હોય ! પહેલાના જમાનામાં આનંદ જેવા મોટા માણસે કાને કુંડળ, હાથે બાજુબંધ, વીંટી, કંદોરા અને ડોકમાં હાર પહેરતા હતા. આનંદે એ દાગીનાઓની મર્યાદા કરી કે મારે બે ઉજવળ કુંડળ અને મારા નામની
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy