SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૮] [શારદા શિરેમણિ છોકો સમજે નહિ ત્યારે છેવટે પિતાએ કહી દીધું કે તું હવે મારા ઘરમાં આવીશ નહિ. બહાર ભટકતો ફર. એ છોકરો બહાર ભટક્યા કરે. એક વાર જુગારીઓના હાથે માર ખાધા બેહાલ થઈ ગયે, છેવટે માબાપને ખબર પડતાં તે પુત્રને ઘેર લઈ આવ્યા પછી તે જુગાર રમવાનું ભૂલી ગયે. તે છેક તે સારે કે માર ખાધે ને સુધર્યો અને પિતાના ઘેર આજે પણ આપણે તે ! કર્મને ઘણે માર ખાધે છતાં સુધર્યા નહિ તેથી રાગાદિ જુગાર રમતા પરઘરમાં રખડી રહ્યા છીએ. રાગાદિની આગ અનાદિથી આત્મામાં ધખી રહી છે. રાગે અનેક ઈવેના જીવન રગદેન્યા. તેની જીવનલીલામાં આગ લગાડી. રાગના ધખારામાં જીવ બળીને ખાખ થઈ જાય. હવામાં ઉડવાની તૈયારી હોય છતાં પિતાની સાખ રાખવા લાખ પ્રયત્નો કરે. એને સત્ય કેણ સમજાવે? આ સંસાર ધીકતી ધરા જેવું છે. આ સંસારમાં આજ સુધી જીવેએ મેળવ્યું શું? સંસારની રસમસ્તીમાં મહાલવાનું. એ રસમસ્તીમાં એ ખૂચી ગયેલ છે કે ધર્મ તે એણે સાવ સસ્તા રમકડા જે માને. એવા જીવને કેણ સાચું સમજાવે કે દેવાનુપ્રિય ! સંસારના રસમાં તમે કસ વગરના બની ગયા છે છતાં આકાંક્ષાઓ કેમ ઓછી થતી નથી ? તૃષ્ણાના ઝંઝાવાત મચાવતાં સંસાર સમુદ્રને પેલે પાર પહોંચવા માટે ભાવની ભરતી સાથે વૈરાગ્યના વહાણમાં જે બેસે છે એ સંસાર સાગરને પાર થઈ જાય છે. આ સંસારને જ્ઞાની પુરૂષએ “pizદુર” એકાંત દુઃખમય કહ્યો છે. દેખાતા સગાં નેહીઓ, પુત્ર, પત્ની, પરિવારનું તો કાંઈ કહેવા જેવું નથી. જ્યાં સુધી એ બધાને સ્વાર્થ સરે છે ત્યાં સુધી તમારી સાથે મીઠો સંબંધ ચાલુ રહે. સ્વાર્થ બંધ થતાં સ્નેહના દરવાજા બંધ થઈ જવાના માટે જ્ઞાનીઓએ સંસારને દુઃખમય કહ્યો છે. સુખની આશાઓ સેવતા છે અહીં ભૂલા પડે છે. જેને તે સુખના સાધને માનીને સ્વીકાર કરે છે તેમાં એમને માટે દુઃખના દાવાનળમાં બળીને ખાખ થવા સિવાય બીજું કાંઈ નથી. જે પુત્રની પાછળ માતાપિતાએ પિતાની જાત નીચવી નાંખી, પિતાની જિંદગી છાવર કરી દીધી, જે પુત્રો માટે મનસુબાના મિનારા ચડ્યા હતા એ પુત્રે માતાપિતાને એવા દૂર કાવ્યા કે રડવા સિવાય તેમને કેઈ ઉપાય ન રહ્યો. જે ભાઈબેનના સુખ માટે ખૂબ પ્રયત્ન કર્યા એ જ ભાઈ બેન દગો દેનાર નીકળ્યા. જે પ્રાણ પ્યારી પત્ની ઉપર પ્રેમને ધેધ વરસાવ્યો એ જ પત્ની પિતાના સ્વાર્થને પિષવા માટે પતિનું ગળું દબાવવા તૈયાર થઈ. કે વિચિત્ર સંસાર છે ! આ દુઃખમય ભયંકર વિચિત્રતાઓથી ભરેલા સંસારની ધીખતી ધરામાંથી આપણે આત્માને કયારે બચાવીશું ? આ વિચાર અંતરમાં સતત વસાવવાને છે. સંસારના બિહામણા સ્વરૂપને સમજીને સંસાર પ્રત્યે વિરાગ પેદા કરવાનો છે. વિરાગના સુગંધી ઉપવનમાં રમતા જીવોથી રાગના કાળોતરા નાગ દૂર ભાગે છે. સંસારને ત્યાગ કર્યો પણ વૈરાગ્ય ન હોય તે ત્યાગ લાંબો સમય ટકી શકતો નથી. ત્યાગ ચણતર છે અને વૈરાગ્ય એ પાયો છે. પાયા વિનાના
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy