SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિમણિ ] [ પ૬૯ મહેલમાં રહેનારની શી દશા થાય ? મહેલ પડે ને ભભવમાં ભટકવાનું, માટે ભોની ભવાઈને ખૂબ વિચાર કરી દુઃખરૂપ સંસારથી બચવા પુરૂષાર્થ કરવાની જરૂર છે. જે સંસારનું સાચું સ્વરૂપ સમજાઈ જાય તે પછી એમાં મ્હાલવાનું મન ક્યારે પણ નહિ થાય, પછી એને અહિંસા, સત્ય આદિ અપનાવવાનું મન થાય. આનંદ ગાથાપતિએ સમજણપૂર્વક, ભગવાનની પાસે પડેલું અણુવ્રત અંગીકાર કર્યું. હવે બીજું અણુવ્રત સત્યનું આદરવા તૈયાર થયા. બીજા વ્રતમાં શું બતાવે છે? "तयाणंतर च णं थूलग मुसावाय पच्चक्खाइ, जावजीवाए दुविहं तिविहेणं न करेमि, न મિ, માતા, રચના, ચા ” પહેલું વ્રત લીધા પછી આનંદ ગાથાપતિએ સ્થૂલ મૃષાવાદના પ્રત્યાખ્યાન કર્યા કે જાવજીવ સુધી બે કરણ અને ત્રણ વેગથી અર્થાત્ મન-વચન-કાયાથી સ્થૂલ મૃષાવાદ બેલીશ નહિ અને બીજા પાસે બોલાવીશ નહિ. તમારા અણુવ્રતમાં સર્વથા જૂઠું બોલવાના પચ્ચકખાણ નથી. મટકું જૂઠું બોલવાના પચ્ચકખાણ છે. તમે વ્રતો આદરતા નથી. વ્રતાથી ભાગતા ફરે છે પણ તમારા વ્રતમાં તો તમને કેટલી છૂટ આપી છે છતાં તમને હજુ મન થતું નથી. હજુ જીવનમાં પાપ ખૂંચ્યું નથી. આંખમાં કોઈ તણખલું કે નાની કણી પડે તો આંખમાં ખૂંચે છે તેમ જીવનમાં પાપ ખૂંચશે, પાપ ખટકશે ત્યારે આત્મા ભવભીરૂ, પાપભીરૂ બનશે. પાપભીરૂ બનેલે આત્મા વ્રતમાં આવવાનો છે, પછી કદાચ કોઈ કહે કે હાંસી, મજાક કે ભયથી જૂઠું બોલવામાં પાપ નથી લાગતું કે તમે તેની વાત માનવા તૈયાર નહિ થાવ કારણ કે જીવનમાં પાપ ખૂંચ્યું છે. બીજા બતમાં મટકું જ બોલવાના પચ્ચકખાણ છે. આટલું પણ જીવનમાં આવી જાય તે આત્મા કેટલાય પાપથી અટકશે. જૈનદર્શને તે સત્યની ખૂબ પ્રશંસા કરી છે પણ અન્ય દર્શનમાં પણ કહ્યું છે કે “ વહુ મજાવં ” સત્ય એ ભગવાન છે. સત્ય એ પરમેશ્વર છે. સત્યનો હંમેશા જય થાય છે. આત્માને જોકપ્રિય, વિશ્વાસનીય અને અનેક ગુણેનું ભાજન બનાવનાર સૌથી મહત્ત્વનું કઈ તત્વ હોય છે તે છે સત્ય. આજે ઘણી જગ્યાએ દુકાનો પર બેડ માર્યા હોય છે કે “બધાને એક જ ભાવ”. આ પ્રમાણે આચરણ થતું હોય છે ખરું? જે એ પ્રમાણે વર્તન થતું હોય તે તે આનંદ, પણ બધાને એક ભાવ હેતા નથી. “જેવા ઘરાક એવા ભાવ” આ સૂત્ર આજે ઠેર ઠેર ચાલી રહ્યું છે. વાત મેટી મોટી સત્યની કરવી છે પણ આચરણ કરવું નથી. જ્યાં સુધી આચરણ નથી ત્યાં સુધી શાંતિ મળવાની નથી. આચારાંગ સૂત્રમાં ભગવાને ફરમાવ્યું છે કે " पुरिसा सच्चमेव समभिजाणाहि सच्चस्स आणाए से उवट्ठिए मेहावी मारं तरइ ।" | હે આત્મા, જે તારે સંસારને તરે છે તે તું સત્યનું સેવન કર; કારણ કે સત્યની આજ્ઞામાં ઉપસ્થિત થયેલ બુદ્ધિમાન સાધક સંસારને તરી જાય છે માટે સત્ય એ સાધકનું ધ્યેય હેવું જોઈએ. સમદષ્ટિ અને મોક્ષાથી સાધક સત્યને લક્ષ્ય બનાવીને
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy