SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરમણિ ] [ પ૬૭ બીજા કરશે તેની ખબર નથી. લક્ષ્મી ગમે તેટલી ભેગી કરીશ પણ કયારે દગો દઈને ચાલી જશે તે ખબર નથી માટે મળેલી લમીને સદ્વ્યય કરવામાં સંપત્તિની સાર્થક્તા છે. સંપત્તિને જેટલો સદુપયોગ કરીશ તેટલી મારી સાચી સંપત્તિ છે. બાકી અહીંથી જતી વખતે એક દોકડો પણ સાથે આવવાનો નથી. આ ફટકો વાગતાં લેભી શેઠ ઉદાર બની ગયા. આજે આપણે ત્યાં ૩૦-૩૦ દિવસથી તપના ઝૂલણે ગૂલતા મહાન ઉગ્ર તપસ્વી સાધકે બા.બ્ર.પૂ. ત્રણેય સતીજીઓના તપ પરિપૂર્ણ થયા છે. તેમને આપણું લાખ લાખ વંદન, કટીકેટી અભિનંદન. આપણા અંતરના અભિનંદન પાઠવીએ કે આ તપસાધકે તેમના જીવનમાં હજુ વિશેષ અને વિશિષ્ટ તપ કરે; અને એ તપ દ્વારા અનંત ભવરાશીને ક્ષય કરી અનંતા શાશ્વત સુખને પામે. આજે સોનામાં સુગંધ ભળે તેમ બે દંપત્તિઓ આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરવાના છે. આપ બધા આજે ઓછામાં ઓછા ૩૦ ઉપવાસ, ૩૦ આયંબીલ, એકાસણુ, ચૌવિહાર આદિ પચ્ચકખાણ કરશો. દ્વિ શ્રાવણ વદ પને બુધવાર : વ્યાખ્યાન નં. ૬૦ : તા. ૪-૯-૮૫ અનંત ગુણના સાગર, એવા વીતરાગ ભગવતે જીના શ્રેય માટે, ઉથાન માટે જિનવાણું રૂપી નૌકા આ સંસાર સમુદ્રમાં તરતી મૂકી છે. દરિયો કે નદીને પાર થવા માટે જે નૌકાનો સહારે હોય તે સહીસલામત રીતે સામે પાર પહોંચી જાય છે તેમ જિનવાણી રૂપી નૌકાના સહારે આત્મા સંસાર સાગરને પાર પામી શકે છે. સંસાર સાગરને પાર થવા માટે રાગાદિ દોષને દૂર કરવા પડે. રાગ-દ્વેષાદિ દોષો પરઘરમાં લઈ જાય છે. પરઘર એટલે પુદ્ગલનું સ્વરૂપ. કેઈના નવી ફેશનના દાગીના જોયા તે ત્યાં આત્મા બોલી ઉઠશે કે દાગીના કેવા સરસ છે? આધુનિક ઢબને બંગલે જોશે તો ત્યાં થશે કે બંગલે કે સરસ છે! નવી કોલીટીની નવી આકર્ષક ડિઝાઈનવાળી સાડી જોશે તો થશે કે સાડી કેવી સરસ છે. બંગલા, દાગીના, સાડી બધું શું છે? પુદ્ગલ. પુગલના સ્વરૂપને સરસ કર્યું એ રાગ જીવને પરઘરમાં લઈ ગયે. આત્માનું સ્વરૂપ એ સ્વઘર. મારો આત્મા અનંત ગુણને સ્વામી, અનંત શક્તિને પુંજ, હું કે સરસ! એવા ભાવ આવ્યા છે ? ના. અનંત કાળથી જીવ પરઘરમાં રખડતે રહ્યો, છતાં હજ એને કંટાળે નથી આવતો કે પરઘરમાં ક્યાં સુધી મારે રખડવાનું ? હું મારા ઘરમાં કયારે આવીશ? એ વિચાર નથી આવતો. રાગાદિ દેને દફનાવીએ તો સ્વઘરમાં અવાય. જેમ કેઈ માબાપને એક દીકરો હરામી હોય, કામધંધો કરતો ન હોય અને જુગાર રમતો હોય તે માતાપિતા શું કરે? તેને ઘરમાં આવવા ન દે. ભલે તે બહાર ભટકતે ફરે તેમ રાગાદિ દોષ એ જુગાર છે. એ શુદ્ધ જ્ઞાન-દર્શન–ક્ષમા-નિર્લોભતા આદિને આત્માના વઘરમાં આવવા ન દે. જુગારી છોકરાને સીધા રસ્તે લાવવા તેના પિતાએ તેને ઘણું સમજાવ્યા. દીકરા ! આવું આપણને ન શોભે. ઘણું સમજાવવા છતાં
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy