SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ] [ શારદા શિરામણિ માઢાવાળી લાંખી ઝારી મ`ગાવી છે. આ ઝારી પર ઢાંકણુ છે તે હું ખાલી દઉ' છું. હવે જે સાચા કરમચ'દ હશે તે આ ઝરીમાં પ્રવેશ કરી બહાર નીકળી જશે. ખાલે કોણ તૈયાર છે ? આટલું માટુ. પુદ્ગલ સાંકડા માઢાવાળી ઝારીમાં જાય કેવી રીતે ? શેઠ તેા ખૂબ ગભરાયા. આ કામ માનવશક્તિનુ' નહેતુ'. નકલી કરમચંદ તેમાંથી બહાર નીકળવા તૈયાર થયા. તેની પાસે દૈવીશક્તિ હતી. રૂપપરિવર્તનની શક્તિ હતી તેથી નાનુ` સૂક્ષ્મ રૂપ બનાવી દીધુ' અને ઝારીમાં પ્રવેશીને બહાર નીકળી ગયેા. તરત પ્રધાનજીએ તેમને પકડયા. હરામખાર ! તું જ નકલી ખનાવટી છે. તે દૈવી શક્તિથી આ બનાવટી રૂપ લીધું છે. આ ઝારીમાંથી જેની પાસે દૈવીશક્તિ હૈાય તે બહાર નીકળી શકે. બીજા કાઇનું આ કામ નથી. તું સત્ય ખાલી જા. તુ કાણુ છે ? નહિતર તારો ઘાટ બરાબર ઘડાઈ જશે. પ્રગટ થયેલુ· સત્ય : પ્રધાનજીએ બધા માણસાને કહ્યુ કે હું સજ્જને ! જે ઝારીમાં પ્રવેશી શકયા નથી તે સાચા કરમચંદ છે અને જે ઝારીમાંથી નીકળી શકયેા તે ખેાટા નકલી કરમચંદ્ર છે. તે કોઇ દેવની સહાયથી આ કામ કરી શકયા છે. પ્રધાને ખાટા શેઠને બે તમાચા ચઢાવી દીધા. ખેલ, જે વાત હોય તે સત્ય કહી દે અને તારું સાચું રૂપ પ્રગટ કર. નકલી શેઠે કહ્યું-પ્રધાનજી ! હુ' ગઢવી છું. તેણે પેાતાનું અસલ રૂપ ધારણ કર્યું, પછી પ્રધાનના પગમાં પડી ગયેા. બાપુ! મને મા કરો. પ્રધાન કહે તારે આવુ કરવાનુ કારણ શુ' ? આપ મારી વાત સાંભળે. એક દિવસ હું આ શેઠની દુકાને ગયા. મેં સારા લેાકમાં શેઠની ખૂબ પ્રશ'સા કરી. તેમના ખૂબ ગુણ ગાયા; પછી મેં શેઠને કહ્યુ'-આપ મને કઇક બક્ષીસ આપે, પણ આ શેઠ લેાભી ખૂબ. કોઈ દિવસ ભિખારીને એક પૈસે ન આપે તે મને કેવી રીતે આપે ? મને કહે જા. તને કાલે આપીશ. બીજે દિવસે આવ્યા તેા પણ એ જ જવાબ. મને અઠવાડિયા સુધી ધક્કા ખવડાવ્યા, પણ કાંઈ આપ્યું નહિ, છેવટે તેણે સ્પષ્ટ શબ્દોમાં આપવાની ના પાડી ત્યારે મેં તેમને કહ્યું-તમારે આપવુ' જ ન હતું. તા મને આંટા શા માટે ખવડાવ્યા. ત્યારે કહ્યું-તુ' ચાલ્યા જા અહી'થી. તારાથી થાય તે કરી લેજે. મેં કહ્યું તમે કહા છે કે થાય તે કરી લેજે, તેા હવે હુ' તમને ખરાખર બતાવી દઈશ. શેઠ કહે-બતાવી દેજે. શેઠના ઘરમાં અઢળક લક્ષ્મી હતી. તે તિજોરીમાં પડી પડી અકળાતી હતી. મેં તેને મુક્ત કરી છે. ગામના ગરીબ, અનાથ, અપ'ગાને અને ઉપયાગી સંસ્થાઓમાં તે મેં વહેચી દીધી છે. ખૂબ ધર્માદા કર્યાં છે પણ બધું શેઠના નામથી કર્યું છે. મે' મારું નામ કયાંય આપ્યું નથી. મેં મારા માટે એક પાઈ પણ લીધી નથી. મને હવે તેમની દયા આવે છે. મારે તેમને ઘરમાર કાઢવા નથી. ગઢવીના મુખેથી બધી વિગતવાર વાત સાંભળી પ્રધાનજી સમજી ગયા કે આમાં ગઢવીના બીજો કોઈ સ્વાર્થ ન હતા. તેણે તેા એક પાઈ પણ લીધી નથી, તેથી ગઢવીને છાડી મૂકયા. કરમચંદ શેઠની આંખ ઉઘડી ગઇ. મારી લક્ષ્મીના ઉપયેગ હું કરીશ કે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy