SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરોમણિ ] [ ૫૬૩ છોકરાઓ કહે-બાપુજી તમે ગામડે ઉઘરાણું કરવા ગયા હતા અને બે કલાકમાં કેમ પાછા આવ્યા? દીકરા! હું ઉઘરાણી જતો હતો. હજુ ગામથી એક બે માઈલ દૂર ગયો. ઝાડ નીચે નાસ્તા પાણી કરવા બેઠા. ત્યાં એક મહાન સંત નીકળ્યા. કેણ જાણે સંત મને ઓળખી ગયા હોય તેમ મને ટકેર કરી. સંત તો એક દિવ્ય વિભૂતિ હતા. તેમના મુખ પર ચારિત્રના તેજ ઝળહળી રહ્યા હતા. તેમની આંખમાંથી તો કરૂણ વરસતી હતી. મેં તેમને વંદન કર્યા. તેમણે મને કહ્યું-શેઠ! આપ સંપત્તિમાં મસ્ત બની ગયા છે, એક પૈસો પણ દાનમાં વાપરતા નથી. આંગણે આવેલાને કોઈ દિવસ આપતા નથી, પણ હું આપને પૂછું છું કે તમે જ્યારે અહીંથી જશે ત્યારે તમારી સાથે શું આવશે? એક પાઈ પણ તમારી સાથે આવવાની નથી. કદાચ દેવ નીચે ઉતરે તે પણ હું પલળું નહિ તે તે પણ મારું હૃદય પરિવર્તન થવાનું હશે એટલે મને મીઠી ભાષામાં એવી સુંદર ટકોર કરી. આ ખાલી જાશે ખાલી, સાથે કંઇએ આવે નહિ, એ અભાગી જેને જાગી, તારું ધન રહેશે અહી... આ ખાલી... એ અભાગી શેઠ ! તમે એકલા આવ્યા છે ને એકલા જવાના છે. ધન, માલમિલકત બધું અહીં રહી જશે માટે એની મમતા છેડે. અરે, આ શરીરની પણ મમતા રાખવા જેવી નથી. શું સંતની અમૃતધારા ! એનું પાન કરતાં મારા જીવનનું પરિવર્તન થઈ ગયું. આજ સુધીની મારી જિંદગી મેં વ્યર્થ ગુમાવી, હવે મને ખૂબ પસ્તાવો થાય છે. આ લક્ષ્મીને કે જિંદગીનો મને કેઈ ભરોસો નથી. મનમાં એવી લગની લાગી કે હવે ઉઘરાણી જવું નથી. અહીંથી સીધો જાઉં અને લક્ષ્મીનો સદુપયોગ કરવા માંડું. આવો નિશ્ચય કરી મુનિમજીને મેં ઉઘરાણીએ મોકલ્યા અને હું ઘેર પાછા આવ્યા. આજ સુધી મેં તમને બધાને ખૂબ દુઃખ આપ્યું છે. તમને કેઈને સારું ખાવા પીવા દીધું નથી. સારા કપડા પણ પહેરવા દીધા નથી. બધાયમાં તમને મેં અંતરાય આપી છે તે માટે આપ બધાની હું ખૂબ ક્ષમા માંગું છું. શેઠની વાત સાંભળીને પુત્રને ખૂબ આનંદ થયો. પાછલી ઉંમરે પણ પિતાજીની દષ્ટિ સુધરી ખરી. ધન્ય ઘડી ધન્ય ભાગ્ય કે પિતાજીનું પરિવર્તન થયું. પિતાજી ! આપ સન્માર્ગે લક્ષમી વાપરો. એમાં અમે ખૂબ રાજી છીએ. શેઠે પુત્રવધૂઓને બોલાવીને કહ્યું-વહુ બેટા ! મેં તમને કોઈ દિવસ સુખે ખાવા દીધું નથી. કોઈ દિવસ સારા કપડા પણ પહેરવા દીધા નથી પણ આજે મારા ભાગ્યદયે મને મારા ઉદ્ધારક સંત મળી ગયા. મને તેમણે જીવનનું સાચું ભાન કરાવ્યું. મારા અજ્ઞાનના પડળ દૂર કર્યા. મારા જ્ઞાનચક્ષુ ખૂલી ગયા. આજ સુધી આપને મારા તરફથી જે દુખ થયું છે તે બદલ હું આપ સર્વેની ક્ષમા માંગું છું. પિતાજી ! આપ તો અમારા વડીલ છે. આપને ક્ષમા માંગવાની ન હોય. બેટા ! હું ચારે વહુઓને દરેકને ૨૫ હજાર રૂા. આપું છું અને મારા દીકરાઓને બબ્બે લાખ આપું છું. છેકરાઓને ૫૦૦-૫૦૦ આપું છું અને ઘરના
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy