SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬૨ ] [ શારદા શિરમણિ તને નથી આપવાને. ચાલ્યો જા અહીંથી. જો આપવું ન હતું તે આંટા શા માટે ખવડાવ્યા? પહેલેથી ના પાડવી હતી ને ! શેઠ કહેશું કાંઈ મારી પાસે તારું લેણું છે તે આમ રૂઆબ કરે છે ? આ તે મારી મરજીની વાત છે. ગમે તેટલા આંટા ખવડાવું, તારે લેવાની ગરજ હોય તે આંટા ખાવા પડે. સમજે ને! શેઠ જરા વિચારીને બેલે. હું જે તે રસ્તે રખડતા ભિખારી નથી કે તમે જેમ તેમ બોલે છે. કેઈને ખુશ કરી બક્ષીસ લેવી એ તે અમારે ધંધે છે. મેં પ્રશસ્તિ ગાઈને તમને પ્રસન્ન કર્યા. તમે આપવાની હા પાડી છે એટલે હું લેવા આવ્યો છું. મેં તેને હા પાડી એટલે આટલી દાદાગીરી કરે છે? મારે તારી કોઈ વાત સાંભળવી નથી. ચાત્યે જા અહીંથી. ગઢવી તે ચારણની જાત. તેણે કહ્યું-હું પૈસા લીધા વિના નહિ છોડું. તમારે આપવા પડશે. આપ સમજી જાવ. શેઠ કહે–તારે જે થાય તે કરજે પણ હું તને પૈસા નહિ આપું. તે હવે હું તમને બરાબર બતાવી દઈશ. શેઠ માને છે કે આ મને શું બતાવવાનું છે? એટલે કહે બતાવજે. - શેઠને ગઢવીએ આપેલી ધમકીઃ ગઢવી તે દાંત કચકચાવત, હઠ ભીંસતે ચાલ્યો ગયો. મનમાં થયું કે કઈ પણ રીતે શેઠને પાવર તે ઉતારે, પણ તે દૈવી શક્તિની મદદ વિના થઈ શકે નહિ, માટે દેવીની સાધના કરું. આ શેઠના મનમાં ફાંકે છે કે મારી પાસે સત્તા, સંપત્તિ અને કુટુંબનું બળ છે એટલે ગઢવી મને શું બતાવી શકવાનો છે? આમ ફાંકે રાખીને ફરે છે. આ ગઢવીના મનમાં એ પાવર છે કે હવે હું તેને બરાબર બતાવી દઉં એટલે તે તેની દેવીની પાસે જઈને બેસી ગયો. દેવીને કહે છે હું તારી પાસે એક વરદાન માંગુ છું. જે તું નહિ આપે તો હું અન્નજળને ત્યાગ કરીશ. તારા ચરણમાં મારો દેહ પાડીશ. તેને એક દિવસ, બે દિવસ, એમ ૮ દિવસના ચૌવિહારા ઉપવાસ થયા. અજ્ઞાનપણે જીવ કેટલા કષ્ટ વેઠે છે! એકતાર બની સ્મરણ, ચિંતન કરતાં ગઢવીના મનનું આંદોલન દેવીને પહોંચી ગયું. નવમે દિવસે સવારે દેવીએ તેને સાક્ષાત દર્શન આપ્યા અને કહ્યું–કે શું છે બેટા! મારી સામે આઠ દિવસથી સત્યાગ્રહ કરીને કેમ બેઠો છે? હું તારા પર પ્રસન્ન થઈ છું. માંગ માંગ જે જોઈએ તે આપું. હું આપની પાસે એક માંગણી કરું છું. હું ધારું તે વ્યક્તિનું રૂપ લઈ શકું. એવી રૂપ પરિવર્તનની વિદ્યા મને આપો તેમજ તે વ્યક્તિનું પૂર્વજીવન અને તેના વિચારની જાણકારી પણ મને મળી જાય એવી વિદ્યા આપ. દેવી તથાસ્તુ કહીને અદશ્ય થઈ ગઈ, પછી ગઢવી પિતાના ઘેર ગયે અને પારણું કર્યું. ગઢવીએ કરેલી ચતુરાઈ : આ ગઢવી ગામમાં ફરવા લાગ્યા. શેઠને ફસાવવા માટે લાગ જોઈ રહ્યો છે. ફરતા ફરતા ખબર પડી કે શેઠ ઘોડાગાડી લઈ મુનીમને સાથે લઈને ઉઘરાણી કરવા માટે ગામડામાં ગયા છે. તે ત્રણ ચાર દિવસ સુધી આવવાના નથી એટલે ગઢવીએ રૂપ પરિવર્તનની વિદ્યાથી આબેહૂબ શેઠનું રૂપ લીધું. નામ, રૂપ, ઘાટ, પહેરવેશ બધું તે શેઠના જેવું. શેઠનું રૂપ લઈને તે કરમચંદ શેઠના ઘેર ગયે.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy