SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૪ ] [ શારદા શિરેમણિ તથા દુકાનના દરેક માણસને એક એક હજાર રૂા. આપું છું. વહુ દીકરાઓ બધા કહેવા લાગ્યા કે સારું થયું કે ગુરૂ ભેટી ગયા તે પિતાજીનું જીવન સુધરી ગયું અને આપણને આટલા રૂ. મળ્યા. નેકરે કહેવા લાગ્યા કે આપણા શેઠ તે ભગવાન બની ગયા. શેઠની ઉદારતાથી થયેલી પ્રશંસા : શેઠે જ્યાં જ્યાં પૈસા મૂકયા હતા ત્યાંથી બધા મંગાવી લીધા. ગામમાં જે જે સંસ્થાઓ ચાલતી હતી તેમાં અમુક રકમ આપી. જેને કોઈ પાળનાર ન હોય એવા અનાથ, અપંગેની જે સંસ્થાઓ ચાલતી હતી તેમાં પૈસા આપ્યા. ગામમાં સાદ પડાવ્યું કે કઈ પણ વ્યક્તિ કે સંસ્થાને નાણાંકીય મદદ જોઈતી હોય તે શેઠ પાસે આવીને રજૂ કરે. શેઠ તેને બનતી સહાય આપશે. બીજે દિવસે અનેક દુઃખી અને સંસ્થાના સંચાલકે શેઠના ઘેર આવવા લાગ્યા. બધાયને જરૂર જેટલા પૈસા આપીને ખૂબ સંતળ્યા. શેઠના આવા અદ્દભૂત પરિવર્તનથી બધાને ખૂબ આશ્ચર્ય થયું. આ વાત વાયુવેગે બધે ફેલાઈ ગઈ ખબર પડતા અનેક દીનદુઃખીઓના ટોળા ઉમટી પડ્યા. કેઈને ધન આપ્યું. જેને ગાય, ભેંસની જરૂર હતી તેને તે આપ્યું. આ રીતે ત્રણ ચાર દિવસમાં શેઠે એક કરોડની મિલક્તમાંથી ૮૦ ટકા રકમ વાપરી નાંખી. ૨૦ ટકા બાકી રહી. ચેરે ને ચૌટે હવે તે શેઠના ખૂબ ગુણ ગવાવા લાગ્યા. કયાં પહેલાના શેઠ ને કયાં આજના શેઠ ! ગુરૂ ભગવંતના સમાગમે કેટલું પરિવર્તન થઈ ગયું ? જ્યાં જુઓ ત્યાં શેઠના ગુણે ગવાય છે. જે ચારણે ભાટો આવ્યા તે પ્રસન્ન થઈને ગામેગામ કરમચંદની બિરાદવલી ગાય છે. આ બાજુ શેઠ ઉઘરાણી કરીને પાછા આવ્યા. ગામના પાદરમાં એક ઘરાકની દુકાન હતી. શેઠના મનમાં થયું કે આ ઘરાકને ત્યાંથી ઉઘરાણી કરતો જાઉં. શેઠ તેની દુકાને બેઠા છે. ઉઘરાણીનું કામ ચાલે છે. હિસાબ કિતાબ મેળવાય છે. બરાબર હિસાબ મળતું નથી. ત્યાં એક માણસ આવ્યો. આ દુકાનદાર પૂછે છે ભાઈ! કેમ હમણાં દેખાતે નહોતો ? તું કયાં ગયો હતો ? ભાઈ ! આ નગરમાં કરમચંદ શેઠની શું ઉદારતા છે ! જાણે કર્ણને અવતાર ન હોય ! તેમણે ગરીબને તે ન્યાલ કરી દીધા. હું ત્યાં ગયે હતે. મને પણ તેમણે ૫૦૦ રૂ. આપ્યા. શું તેમના ગુણ ગાઉં ! આ શેઠ તે નામ સાંભળતાં ચમક્યા. ઘડીભર થયું કે ગામમાં બીજા કરમચંદ ન હોય ! પણ પછી પૂછપરછ કરી. તેમના પિતાનું નામ શું ? તે તમે જાણે છે ? હા. તે માણેકચંદ શેઠનો દીકરે. તેમને દીકરા કેટલા છે ? ચાર. તેમની દુકાન કયાં છે ? માણેકચોકમાં. શેઠ સમજી ગયા કે આ બધું તો મને મળતું આવે છે, પણ હું તે અહીં આવ્યો છું; ત્યાં બીજે કેણું કરમચંદ નીકળે કે મારું ઉઠમણું કરી નાંખ્યું. ભાઈ ! તે શેઠ જાડા પાતળા દેખાવમાં કેવા છે ? આબેહુબ તમારા જેવા. તેમનું બોલવું, ચાલવું બધું કોપી ટુ કેપી છે. બે કરમચંદમાં સાચે કર્યો કે આ વાત સાંભળીને શેઠના હાજા ગગડી ગયા. હિસાબ ચેખે કરવા ન રહ્યા અને ઉતાવળા ઉતાવળા દુકાને આવ્યા. ગામમાં દાખલ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy