SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરમણિ ] [૪૯૧ મિત્ર કહે–આ તે બે ઘડી ગમ્મત. જરા દિલ બહેલાવવા રમવાનું છે. પુણ્યસાર તે વધુ ગુસ્સે થઈ ગયે. હવે નથી જોઈતી એ ગમ્મત. આત્માને છેતરી હવે મારે દિલ રાજી કરવું નથી. હવે ભૂલેચૂકે જુગારનું નામ ન દેશે. જુગારથી પાંડેને વનવાસ મળ્યો. આ જુગારે કંઈકને રડાવ્યા છે. ઘરબાર વિનાના કર્યા છે, અને દુઃખી દુઃખી થઈ ગયા છે. જુગારીયા મિત્રનું પરિવર્તન : આ જુગારે મને જૂઠું બોલતા શીખવાડ્યું. ચોરી કરતાં શીખવાડી. મને ધકકો મારી ઘરની બહાર કઢાવ્યું અને એક ભિખારી જેવી દશા થઈ. હું ગઈકાલના દિવસે ભૂલી ગય નથી. ખબરદાર ! જે હવે ફરી વાર મારી પાસે આ વાત કરી છે તે ! હવે મારે તમારા સંગે આવવું નથી. તમારી મૈત્રી જોઈતી નથી. ચાલ્યા જાવ આપ બધા અહીંથી. ફરીથી ક્યારેય આ ઘરના ચોકઠે આવશો નહિ. આ રીતે પુણ્યસાર અને મિત્રો બેલી રહ્યા છે ત્યાં શેઠ આવી ચડયા. શું છે દીકરા ! કેમ મોટા અવાજે બોલે છે ? બાપુજી! આ જુગારી મિત્રોને જોઉં છું ને મને ક્રોધ આવે છે. આ મિત્રોએ મારું જીવન બગાડયું. શેઠ કહે એમને કઈ વાંક નથી. તેમનો વાંક પછી પહેલે વાંક આપણે. તને ચઢાવનારાં મળ્યા પણ તું એમની સંગે ચઢયે શા માટે ? ઉંચે ચઢવું કે નીચે પડવું એ માનવીના પિતાના હાથની વાત છે. તે મનને મક્કમ કરી તે સમયે મિત્રોને ના પાડી હતી તે આ બનાવ બન્યા હોત ખરે ? વાંક તારો છે. તું મનને વશમાં ન રાખી શકે ત્યારે આ બધું બન્યું ને ! શેઠની વાત સાંભળીને જુગારી મિત્રોના મનમાં થયું કે શેઠ કેટલા પ્રમાણિક છે ! તે આપણો તે દેષ દેતા નથી. કેટલી શાંતિથી વાત કરે છે ! શેઠના વચનની અસર તેમના જીવન સુધી પહોંચવા લાગી. એક મિત્ર કહે પિતાજી! આપની વાત સાચી છે. અમે લાલચમાં ને લેભમાં પડી ગયા ત્યારે અમારું જીવન બગડયું ને ! અમે જાતે જ અમારા જીવનની બરબાદી કરી છે. હવે આજથી તમારી સમક્ષ જુગાર નહિ રમવાની પ્રતિજ્ઞા કરીએ છીએ. બધા જુગારીયાઓએ ત્યાં ને ત્યાં જુગારની પ્રતિજ્ઞા કરી. આ બધાનું પરિવર્તન જોઈ પુણ્યસારને ખૂબ આનંદ થયો. પિતાજીના વચનથી આખું વાતાવરણ બદલાઈ ગયું. જુગારને કાયમની વિદાય દઈ દીધી. હવે હારવાનું જ નહિ. માતાપિતાને ખાત્રી થઈ ગઈ કે સાચે જ આપણે દીકરે આવ્યા છે. કેઈ બનાવટી જાદુગર નથી. હવે શું બનશે તે ભાવ અવસરે. દ્વિ શ્રાવણ સુદ ૧૦ને રવિવાર : વ્યાખ્યાન નં. ૫ર : તા-૨૫–૮–૮૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની, અનંતદશની જિનેશ્વર ભગવતે જીના ઉત્થાન માટે આગમના સુંદર ભાવે રજૂ કર્યા. આપણે આનંદ શ્રાવકની વાત ચાલે છે. તીર્થકર ભગવંતની અમૃતવર્ષાએ આનંદ શ્રાવકના જીવનમાંથી મિથ્યાત્વના ઝેર કાઢી નાખ્યા અને સમ્યકત્વને ઝળહળતો પ્રકાશ પાથર્યો. આત્માને ભયંકરમાં ભયંકર કઈ રેગ હોય તો મિથ્યાત્વ છે. આજે કઈ કહે કે મને પનોતી નડે છે, મંગળ, શનિ,
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy